ETV Bharat / bharat

નુપુર શર્માના નિવેદન મુદ્દે દેશના અનેક મહાનગરમાં વિરોધ પ્રદર્શન, યુપીમાં સ્થિતિ સંવેદનશીલ

દિલ્હીમાં જામા મસ્જિદની બહાર શુક્રવારની નમાજ બાદ નૂપુર શર્માની ધરપકડ માટે પ્રદર્શન (Massive Protest By Muslim Groups) કરવામાં આવ્યું હતું. દિલ્હી પોલીસે (Delhi Police Actions) પ્રદર્શનકારીઓને સમજાવીને વિરોધને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.

નુપુર શર્માના નિવેદન મુદ્દે દેશના અનેક મહાનગરમાં વિરોધ પ્રદર્શન, યુપીમાં સ્થિતિ સંવેદનશીલ
નુપુર શર્માના નિવેદન મુદ્દે દેશના અનેક મહાનગરમાં વિરોધ પ્રદર્શન, યુપીમાં સ્થિતિ સંવેદનશીલ
author img

By

Published : Jun 10, 2022, 5:37 PM IST

નવી દિલ્હી: જામા મસ્જિદમાં શુક્રવારની નમાજ બાદ લોકોએ વિરોધ પ્રદર્શન (Massive Protest of Nupur Sharma) શરૂ કરી દીધું હતું. વિરોધ પ્રદર્શન કરતા લોકોની એવી માંગ કરે છે કે નુપુર શર્માએ જે રીતે નિવેદન આપ્યું હતું. એની સામે નુપુરની ધરપકડ (Nupur Sharma Statement) થવી જોઈએ. આ મામલે દિલ્હી પોલીસે હાલમાં વિરોધ કરી રહેલા લોકો સાથે વાત કરી છે. શુક્રવારે સાંજના સમયે હજારો લોકો જામા મસ્જિદમાં નમાજ અદા કરવા માટે એકઠા થયા હતા. જ્યારે કેટલાક લોકો અહીંથી નમાઝ અદા કરીને બહાર આવ્યા તો તેઓએ નૂપુર શર્મા વિરુદ્ધ (People demand Strict Action)નારેબાજી કરી નાંખી હતી. નૂપુર શર્માની (Nupur Sharma over her controversial remarks)મોહમ્મદ પયગંબર વિશેની ટિપ્પણી બદલ ધરપકડ કરવામાં આવે. પોલીસ દેખાવકારોને સમજાવીને વિસ્તાર ખાલી કરવા માટે સમજાવી રહી છે.

  • Anish Gupta, DIG Ranchi says, "The situation is a little tense but under control. We are making all efforts from our end. Heavy security deployment done. Senior officials are also present at the spot. We are making all efforts to see that the crowd is dispersed from here." pic.twitter.com/awTUSlK0sh

    — ANI (@ANI) June 10, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: મોહમ્મદ પેગંબર પર ટિપ્પણી: ભાજપે નુપુર શર્માને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા, નવીન જિંદાલની પણ હકાલપટ્ટી

  • #WATCH | West Bengal: A huge crowd gathers at Howrah in protest over the controversial remarks of suspended BJP leader Nupur Sharma & expelled BJP leader Naveen Kumar Jindal. pic.twitter.com/m8Bak7Q0nF

ચાર રાજ્યમાં મામલો ગરમાયો: આ મામલે છેલ્લા કેટલાક દિવસોથી અનેક પ્રકારની સ્પષ્ટતા થઈ રહી છે. ભાજપ પક્ષ એના દ્રષ્ટિકોણથી અને કેન્દ્ર સરકાર એના વિચારો અનુસાર સ્પષ્ટતા કરી રહી છે. જોકે, હકીકત એવી પણ છે કે, ભાજપે નુપુર શર્માને પ્રવક્તા તરીકે હટાવી દીધી છે. ન માત્ર દિલ્હી પણ પશ્ચિમ બંગાળના કોલકાતા, ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ, સહારાનપુર, લખનૌ, ઝારખંડના રાંચીમાં, મહારાષ્ટ્રના મુંબઈ અને જમ્મુ કાશ્મીરમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાયના લોકો નુપુરનો વિરોધ કરવા માટે રસ્તે નીકળી પડ્યા હતા. આટલી મોટી ભીડને કંટ્રોલ કરવા માટે પોલીસને પરસેવો આવી ગયો હતો. દિલ્હીમાં જામા મસ્જિતથી લઈને ઉત્તર પ્રદેશના શહેરોમાં નુપુર સામે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે.

દિલ્હીમાં દંગલ: જામા મસ્જિદ પાસે પ્રદર્શન કરી રહેલા લોકો સામે પોલીસે એક્શન લીધું છે. દિલ્હી પોલીસે કહ્યું કે, હાલમાં સ્થિતિ કાબુમાં છે. જ્યારે જામા મસ્જિદના મૌલવીએ કહ્યું કે, અમને આ વિરોધ પ્રદર્શન અંગે કંઈ ખ્યાલ નથી. આ માટે કોણે આયોજન કર્યું એ અંગે અમે જાણતા નથી. મસ્જિદ તરફથી વિરોધ પ્રદર્શન માટે કોઈને કહેવાયું નથી. મસ્જિદ તરફથી આ કોઈ વિરોધ પ્રદર્શન નથી. મસ્જિદના એક નંબરના ગેઈટ પર આ નારેબાજી થઈ હતી. પોલીસ આવા લોકોની તપાસ કરીને કાયદેસરના પગલાં લે.

  • Uttar Pradesh CM Yogi Adityanath has directed to take strict actions against hooligans after incidents of stone-pelting broke out in various cities in the state. Officials like ACS Home Awanish Awasthi, acting DGP, ADG Law & Order, are monitoring the situation from police HQs. pic.twitter.com/yT6CATiawh

    — ANI UP/Uttarakhand (@ANINewsUP) June 10, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: આ મુદ્દાઓ પરથી સમજો, ભાજપના નેતાઓના મોહમ્મદ પયગંબર પરના નિવેદનથી ભારતને કેટલું નુકસાન

તેલંગણામાં તકરાર: તેલંગણાના પાટનગર હૈદરાબાદમાં પણ કેટલીક જગ્યાએ નુપુર શર્માનો વિરોધ થઈ રહ્યો છે. મક્કા મસ્જિદ, ચાર મિનાર, અજીજીયા મસ્જિદ, હુમાયુ નગર, મસ્જિદ એ કુબા, વાદી એ મુસ્તફા, મસ્જિદ એ સૈયાદના ઓમર ફારૂખ, ચંદ્રયાનગુટ્ટા અને અન્ય સ્થાને મોટી સંખ્યમાં લોકોએ રસ્તા પર આવીને વિરોધ પ્રદર્શન કર્યું છે.

યુપી સૌથી વધુ સંવેદનશીલ: ઝારખંડના રાંચીમાં આ મામલે હિંસા થઈ છે. ભીડને વિખેરવા માટે પોલીસે ટીયરગેસના સેલનું ફાયરિંગ કર્યું હતું. પોલીસ પર પથ્થરમારો કરવામાં આવતા પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો ભીડને વિખેરવા માટે ટીયરગેસના સેલનું ફાયરિંગ કર્યું છે. ઉત્તર પ્રદેશના સહારનપુર, લખનૌ,મુરાદાબાદ, પ્રયાગરાજ, મથુરામાં મામલો ગરમાયો છે. ખાસ કરીને કાનપુર, લખનૌ અને ફિરોઝાબાદમાં પોલીસે સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે. પ્રયાગરાજમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોએ એક ટ્રકને આગચંપી કરી હતી.

આ પણ વાંચો: નુપુર શર્માના સમર્થનમાં પ્રજ્ઞા ઠાકુર, કહ્યું દેવતાને ફૂવારો કહે ત્યારે તકલીફ થાય

અપમાન કરનારનું માથું લાવો: શ્રીનગર અને કાશ્મીરના અન્ય કેટલાક શહેરોમાં નૂપુર શર્માની ટિપ્પણી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. અહીં પણ નમાજ પછી જ દેખાવો શરૂ થયા હતા. ઘણા પોસ્ટર પણ જોવા મળ્યા હતા, જેમાં પયગંબર મોહમ્મદનું અપમાન કરનારાઓનું માથું લાવવાનું પણ કહેવામાં આવ્યું હતું

પથ્થરમારો, હિંસા અને નારેબાજી: પ્રયાગરાજમાં વિરોધ કરી રહેલા લોકોએ પથ્થરમારો કર્યો હતો. પોલીસે પણ એનો વળતો જવાબ આપી દીધો છે. જોકે, ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે લોકોને એવી અપીલ કરી છે કે, કોઈ કાયદો હાથમાં ન લે. કોઈ નુકસાન થશે તો કાયદેસરના પગલાં લેવાશે. જ્યારે કોલકાતાના હાવડામાં પોલીસ અને વિરોધ કરનારાઓ વચ્ચે ઘર્ષણ થયું છે. ભીડને વિખેરવા માટે પશ્ચિમ બંગાળ પોલીસે ટીયરગેસના સેલનું ફાયરિંગ કર્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.