- સુપ્રીમ કોર્ટમાં અર્નબની જામીન અરજી પણ સુનાવણી
- અર્નબના વકીલ હરિશ સાલ્વેએ CBI તપાસની કરી માગ
- સાલ્વેએ બોમ્બે હાઈકોર્ટના આદેશને 9 નવેમ્બરે પડકાર્યો
નવી દિલ્હીઃ અર્નબ ગોસ્વામીની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ રહી છે. અર્નબના વકીલ હરિશ સાલ્વે આ મામલામાં સીબીઆઈ તપાસની માગ કરી રહ્યા છે. સાલ્વેએ બોમ્બે હાઈકોર્ટના 9 નવેમ્બરના આદેશને પડકાર આપતી અરજી પર દલીલ કરતા અનેક સવાલો ઊભા કર્યા છે. અર્નબની અપીલમાં બોમ્બે હાઈકોર્ટના આદેશ ઉપરાંત મહારાષ્ટ્ર પોલીસની કાર્યવાહી પર પણ ઘણા સવાલ કર્યા છે. જણાવી દઈએ કે, ઉચ્ચ કોર્ટે 2018ના આપઘાત મામલામાં અર્નબના આગોતરા જામીન ન મળવા પર સુનાવણી કરી હતી.
અર્નબને કસ્ટડીમાં લઈ જઈ પૂછપરછ કરવાનું શું જરૂર હતી?: ન્યાયાધીશ
ન્યાયાધીશ ધનંજય વાય. ચંદ્રચૂડ અને ન્યાયાધીશ ઈન્દિરા બેનર્જીની પીઠે રાજ્ય સરકાર પાસે જાણવા માગે છે કે, શું ગોસ્વામીને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવાની શું જરૂર હતી, કારણ કે તે વ્યક્તિગત આઝાદીથી સંબંધિત મામલો છે. પીઠે મહારાષ્ટ્ર સરકાર પર સવાલ ઊઠાવ્યા અને કહ્યું, આવી રીતે કોઈ પણ વ્યક્તિની વ્યક્તિગત આઝાદી પર તરાપ મારવી એ ન્યાયની મજાક ઊડાવવા જેવું છે. પીઠે ટિપ્પણી કરી કે, ભારતીય લોકતંત્રમાં અસાધારણ સહનશક્તિ છે અને મહારાષ્ટ્ર્ સરકારે આ તમામને અવગણવું જોઈએ. ન્યાયાધીશ ચંદ્રચૂડે કહ્યું, તેમની જે પણ વિચારધારા હોય. હું તો તેમની ચેનલ નથી જોતો પરંતુ બંધારણીય કોર્ટ આજે આ મામલામાં હસ્તક્ષેપ નહીં કરે. અમે નિર્વિવાદ તરફ વધી રહ્યા છે. પીઠે કહ્યું, સવાલ એ છે કે, શું તમે આ આરોપોના કારણે વ્યક્તિને તેમની વ્યક્તિગત આઝાદીથી દૂર ન કરી શકાય.
પોલીસે આરોપીની કસ્ટડી ન આપવાથી જોડાયેલા મેજિસ્ટ્રેટના આદેશને પડકાર્યો
પોલીસે આરોપીની કસ્ટડી ન આપવાથી જોડાયેલા મેજિસ્ટ્રેટના આદેશને અલીબાગની સત્ર કોર્ટમાં પડકાર આપ્યો છે. મંગળવારે આ અરજી પર વિચાર દરમિયાન અલીબાગની એડિશનલ સેશન્સ જજ આર. જી. મલાશેટ્ટીએ કહ્યું કે, કોર્ટ સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવેલી અરજી પર 12 નવેમ્બરે નિર્ણય સંભળાવશે. કોર્ટે કહ્યું, ગોસ્વામી અને સહઆરોપી ફિરોઝ શેખ તથા નીતિશ સારદાની જામીન અરજીઓ પણ તે જ દિવસે સુનાવણી કરશે. ઉલ્લેખનીય છે કે, અર્નબ ગોસ્વામી અને અન્ય બે આરોપીઓને મુખ્ય જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સામે રજૂ કરવામાં આવ્યા હતા.