ETV Bharat / bharat

સેના ભરતી કૌભાંડ: 13 શહેરોના 30 સ્થળો પર CBIના દરોડા

CBI દ્વારા લેફ્ટનન્ટ કર્નલ, મેજર, નાયબ સુબેદાર, સૈનિક સહિત 17 લશ્કરી અધિકારીઓ વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. તેમની ઉપર સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા અધિકારીઓ અને અન્ય રેન્કની ભરતીમાં કથિત ભ્રષ્ટાચાર અને અનિયમિતતા સંબંધિત આક્ષેપો છે.

ARMY RECRUITMENT SCAM
ARMY RECRUITMENT SCAM
author img

By

Published : Mar 16, 2021, 12:01 PM IST

Updated : Mar 16, 2021, 12:25 PM IST

  • સેના ભરતી કૌભાંડને લઇને CBIની કાર્યવાહી
  • CBIએ 6 લેફ્ટનન્ટ કર્નલ વિરૂદ્ધ દાખલ કરી ફરિયાદ
  • અન્ય કેટલાક અધિકારીઓ વિરૂદ્ધ પણ નોંધાઇ ફરિયાદ

નવી દિલ્હી: સર્વિસ સિલેક્શન બોર્ડ સેન્ટર્સ દ્વારા અધિકારીઓની ભરતીમાં કથિત ભ્રષ્ટાચાર માટે CBI (સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન)એ પાંચ લેફ્ટનન્ટ કર્નલ રેન્ક અધિકારીઓ, 12 અન્ય કર્મચારીઓ અને સૈન્યના 6 લોકો સામે કેસ નોંધ્યો છે. સોમવારે અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ મામલે દિલ્હી કેન્ટોનમેન્ટમાં બેઝ હોસ્પિટલ સહિત 13 શહેરોમાં 30 સ્થળો પર તપાસ કરવામાં આવી છે.

સેના ભરતી કૌભાંડને લઇને CBIની કાર્યવાહી

તેમણે કહ્યું કે, સર્ચ ઓપરેશન કપૂરથલા, બઠિંડા, દિલ્હી, કૈથલ, પલવલ, લખનઉ, બરેલી, ગોરખપુર, વિશાખાપટ્ટનમ, જયપુર, ગુવાહાટી, જોરહાટ અને ચિરાંગમાં ચલાવવામાં આવ્યું હતું. CBIના પ્રવક્તા આર. સી. જોશીએ જણાવ્યું હતું કે, તપાસ દરમિયાન ભરતી પ્રક્રિયાથી સંબંધિત ઘણા ગુના સંબંધિત દસ્તાવેજો મળી આવ્યા છે. જેમની તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો: ટેન્ડર કૌભાંડ મામલે ચલથાણના તલાટી કમ મંત્રી વિરુદ્ધ ખાતાકીય તપાસ શરૂ કરાઇ

17 વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો

એજન્સીએ સેનાના 17 સૈનિકો, અધિકારીઓના સંબંધીઓ સહિત 17 નાગરિકો સામે કેસ નોંધ્યો છે. આ કેસ લાંચ માંગવા અને લાંચ લેવાના આરોપ હેઠળ નોંધવામાં આવ્યો છે. એજન્સીએ જણાવ્યું હતું કે, 31 એસએસબી સેન્ટર ઉત્તરના લેફ્ટનન્ટ કર્નલ સુરેન્દ્ર સિંહ, 6 માઉન્ટેન વિભાગ ઓર્ડનન્સ યુનિટના લેફ્ટનન્ટ કર્નલ વાય.એસ.ચૌહાણ, ભરતી નિયામક જનરલના લેફ્ટનન્ટ કર્નલ સુખદેવ અરોરા, જીટીઓ, પસંદગી કેન્દ્ર દક્ષિણ , લેફ્ટન્ટ કર્નલ વિનય, મેજર ભાવેશ કુમારે ઉમેદવારોની પસંદગીમાં મદદ કરી હતી.

CBIએ 6 લેફ્ટિનેન્ટ કર્નલ વિરૂદ્ધ દાખલ કરી ફરિયાદ

CBIએ સેવા પસંદગી બોર્ડ કેન્દ્રો દ્વારા સેનામાં અધિકારીઓની ભરતીમાં કથિત ભ્રષ્ટાચારને લઇને લેફ્ટિનેન્ટ કર્નલ રેન્કના 6 અધિકારીઓ અને અન્ય વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાઇ છે. અધિકારીઓએ સોમવારે જણાવ્યું કે, સેના હવાઈ રક્ષા કોરના એમસીએસએનએ ભગવાન ભરતી ગેંગના કથિત માસ્ટર માઇન્ડ છે અને તેમના વિરૂદ્ધ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: કોલસા કૌભાંડ કેસમાં CBI રુજીરાની કરશે પૂછપરછ

Last Updated : Mar 16, 2021, 12:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.