- CDS જનરલ બિપિન રાવતના નિધન બાદ પદ હતું ખાલી
- આર્મી ચીફ નરવણેએ 'ચીફ ઓફ સ્ટાફ કમિટિ'ના અધ્યક્ષ તરીકેનો સંભાળ્યો કાર્યભાર
- જનરલ નરવણે ત્રણેય સેનાઓના વડાઓમાં સૌથી વરિષ્ઠ હોવાથી સમિતિના અધ્યક્ષનો હવાલો સોંપાયો
નવી દિલ્હી: આર્મી ચીફ જનરલ એમ.એમ નરવણે (Army Chief Gen M M Naravane) 'ચીફ્સ ઓફ સ્ટાફ કમિટિ'ના અધ્યક્ષ (chairman of the Chiefs of Staff Committee) તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે, જેમાં ત્રણેય સેનાના વડાઓનો સમાવેશ થાય છે. આ ઘટનાક્રમથી વાકેફ અધિકારીઓએ બુધવારે આ માહિતી આપી હતી.
જનરલ નરવણેને સમિતિના અધ્યક્ષનો હવાલો સોંપાયો
ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર દુર્ઘટનામાં (Helicopter crash) 8 ડિસેમ્બરે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતના (Chief of Defense Staff General Bipin Rawat) મૃત્યુ બાદ આ પદ ખાલી હતું. મળતી માહીતી મુજબ જનરલ નરવણે ત્રણેય સેનાઓના વડાઓમાં સૌથી વરિષ્ઠ હોવાને કારણે તેમને સમિતિના અધ્યક્ષનો હવાલો સોંપવામાં આવ્યો છે. CDSના પદની રચના પહેલા, સામાન્ય રીતે ત્રણેય સેવાઓના વરિષ્ઠ-સૌથી વધુ વડાઓને 'ચીફ ઓફ સ્ટાફ કમિટિ'ના અધ્યક્ષનો હવાલો આપવામાં આવતો હતો.
આ પણ વાંચો: ચીન સરહદે સ્થિતિ નિયંત્રણમાં, નેપાળ સાથે પણ મજબૂત સંબંધઃ આર્મી ચીફ
આ પણ વાંચો: ભવિષ્યના પડકારોનો સામનો કરવા આપણી સેના સક્ષમ: આર્મી ચીફ