- JEE (મેઇન)ની પરીક્ષા સ્થગિત
- પરીક્ષાના 15 દિવસ પહેલા કરાશે જાહેરાત
- વિદ્યાર્થીનું સ્વાસ્થ્ય છે પ્રાથમિતા
નવી દિલ્હી: કોરોના વાઇરસની સ્થિતિને ધ્યાનમાં રાખીને JEE (મેઇન)ની પરીક્ષાને મુલતવી રાખવામાં આવી છે. નવી તારીખની જાહેરાત ઓછામાં ઓછા પરીક્ષાના 15 દિવસ પહેલા કરવામાં આવશે આ અંગે નેશનલ ટેસ્ટિંગ એજન્સી(NTA)એ જણાવ્યું છે કે JEE(મેઇન) 2021 એપ્રિલમાં યોજાનારી પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે. આ પરીક્ષા 27, 28 અને 30 એપ્રિલે યોજાવાની હતી. નવી તારીખની જાહેરાત પરીક્ષાના ઓછામાં ઓછા 15 દિવસ પહેલાં કરવામાં આવશે.
વધુ વાંચો: દેશમાં છેલ્લા 24 કલાકમાં 2.61 લાખ લોકો કોરોનાથી સંક્રમિત, 1,501 મોત
આ અંગે કેન્દ્રીય શિક્ષા મંત્રી રમેશ પોખરિયાલ નિશંકએ એક ટ્વિટ કરીને જણાવ્યું હતું કે કોરોનાની સ્થિતિને જોતા JEE મેઇન 2021ની પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે. વિદ્યાર્થીઓની સુરક્ષા અને કારકિર્દી અમારી પ્રાથમિકતા છે.આ વર્ષે JEE (મેઇન)ની પરીક્ષા 4 તબક્કામાં યોજવામાં આવી છે. જેમાં 23થી 26 ફેબ્રુઆરીમાં પ્રથમ તબક્કામાં, 16થી 18 માર્ચમાં બીજા તબક્કાની પરીક્ષા આયોજીત કરવામાં આવી હતી. ત્રીજા તબક્કા પહેલાં દેશમાં કોરોના વકર્યો હોવાના કારણે પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે. આ અંગેની તમામ જાહેરાત jeemain.nic.in પર કરવામાં આવશે.
વધુ વાંચો: દિલ્હીમાં કોરોના કહેરના પગલે કેજરીવાલે કેન્દ્રની માંગી મદદ