લંડનઃ આધુનિક ટેક્નોલોજીએ(Modern technology) આપણું જીવન સરળ બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. પરંતુ આ તરકીબોની સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડી છે. તાજેતરમાં આવી જ એક માહિતી સામે આવી છે. સંશોધકોએ(Researchers claim on gadgets) કહ્યું છે કે, એપલ એરપોડ્સ પ્રો ચાર્જિંગ કેસ, સેકન્ડ જનરેશન એપલ પેન્સિલ અને માઈક્રોસોફ્ટ(Apple and Microsoft gadgets) સરફેસ પેન જેવા ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ શરીરમાં જીવન બચાવનારા ઉપકરણોમાં દખલ કરી શકે છે અને તેમને કામ કરતા અટકાવી(SHUT DOWN HEART DEVICES RESEARCHERS) શકે છે.
આ પણ વાંચો : Teabot તમારા ડેટા અને SMS ટેક્સ્ટની કરી શકે છે ચોરી, જાણો માલવેર વિશે
ઇલેકટ્રેનિક ગેઝેટથી શું થઇ શકે છે નુકસાન
ડેઈલી મેલે અહેવાલ આપ્યો છે કે, સ્વિટ્ઝર્લેન્ડની યુનિવર્સિટી ઓફ બેસલના સંશોધકોએ દાવો કર્યો છે કે એરપોડ્સ, એપલ પેન્સિલ અને આઈફોનમાં શક્તિશાળી ચુંબકીય ક્ષેત્ર છે, જેના કારણે પ્રત્યારોપણ કરાયેલ કાર્ડિયાક ઉપકરણો કામ કરવાનું બંધ કરી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 'કોઈપણ વિદ્યુત ઉપકરણ જેમાં ચુંબક હોય છે તે દર્દીઓ માટે સૈદ્ધાંતિક રીતે જોખમ હોઈ શકે છે જેઓ તેમના હૃદયને વ્યવસ્થિત રાખવા માટે ICDsનો ઉપયોગ કરે છે.'
યુનિવર્સિટીઓએ પણ આ બાબત પર કરે છે, સંશોધન
ડો. સ્વેન નેચ્ટે જણાવ્યું હતું કે, 'પબ્લિકે પોર્ટેબલ ઈલેક્ટ્રોનિક ઉપકરણોના સંભવિત જોખમો વિશે જાગૃત રહેવાની જરૂર છે.' તેણે એ પણ નોંધ્યું હતું કે, 'આ ઉપકરણો જ્યારે તમારા શર્ટ અથવા જેકેટના ખિસ્સામાં છાતીની સામે રાખવામાં આવે ત્યારે તેમજ જ્યારે પલંગ અથવા સોફા પર સૂતી વખતે તમારી છાતી પર મૂકવામાં આવે ત્યારે સમસ્યા ઊભી કરી શકે છે.'
આ પણ વાંચો : Instagram New feature : હવે ઈન્સ્ટાગ્રામ વીડિયોમાં પણ આવશે ઓટોમેટિક કેપ્શન
કયા લોકોએ આનાથી દૂર રહેવુ
અમેરિકન હાર્ટ એસોસિએશનના જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં, સંશોધકોએ સલાહ આપી છે કે પેસમેકર વગેરેનો ઉપયોગ કરતા દર્દીઓએ એપલ ઉત્પાદનો સહિત અન્ય ઇલેક્ટ્રોનિક ઉત્પાદનોને તેમની છાતીની નજીક અથવા તેમના ખિસ્સામાં ન રાખવા જોઈએ. અમેરિકન હાર્ટ એસોસિએશનની માર્ગદર્શિકા અનુસાર, આવા દર્દીઓએ જોખમ ઘટાડવા માટે તેમના મોબાઇલને પેસમેકરથી ઓછામાં ઓછા 15 સેમી દૂર રાખવા જોઈએ.
શરીરથી કેટલા અંતરે રાખવું દૂર ગેઝેટ્સ
માઇક્રોસોફ્ટે એક નિવેદનમાં, ગ્રાહકોને પ્રકાશિત માર્ગદર્શિકાનું પાલન કરવાની ભલામણ કરી છે કે ઇલેક્ટ્રોનિક ઉપકરણોને પેસમેકર અને ICDsથી ઓછામાં ઓછા 6 ઇંચ (15 સેમી) દૂર રાખવા જોઈએ. અન્ય એક અભ્યાસમાં, લોસ એન્જલસમાં સીડાર્સ-સિનાઈ મેડિકલ સેન્ટરના સંશોધકોએ શોધી કાઢ્યું છે કે મોટાભાગના Apple વૉચ વપરાશકર્તાઓ એટ્રિલ ફાઇબરિલેશન વિશે ચેતવણીઓ પ્રાપ્ત કરી શકશે નહીં.