ETV Bharat / bharat

અપના દળના રાષ્ટ્રીય મહાપ્રધાન અજય પ્રતાપસિંહનું કોરોનાથી અવસાન - corona death

સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહી રહ્યો છે. રોજે રોજ કેટલાય લોકોના કોરોનાના કારણે મોત નિપજી રહ્યા છે. ત્યારે કાનપુરમાં કોરોનાની હાલત કફોડી બની રહી છે. કાનપુરના અપના દળના રાષ્ટ્રીય મહાપ્રધાન અજય પ્રતાપસિંહનું પણ કોરોનામાં મોત થયું છે.

અપના દળના રાષ્ટ્રીય મહાપ્રધાન અજય પ્રતાપસિંહનું કોરોનાથી અવસાન

author img

By

Published : May 3, 2021, 12:40 PM IST

  • અજય પ્રતાપસિંહ કાનપુરના મંગલા વિહારમાં રહેતા હતા
  • તેઓને કોરોનાના સંક્રમણના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી
  • કાનપુર મહાનગરમાં પણ તેમના સમર્થકોમાં શોકની લાગણી છે

કાનપુરઃ મહાનગરમાં કોરોનાની હાલત કફોડી બની રહી છે, અવાર-નવાર કિસ્સાઓ સામે આવી રહ્યા છે, રોજ હજારો કેસ સામે આવી રહ્યા છે. વધુ મોતના રેકોર્ડે પણ હડકંપ મચાવ્યો છે. જણાવવામાં આવ્યું હતું કે, કાનપુર મહાનગરમાં કોરોના વાઇરસના કારણે અનેક જાણીતી હસ્તીઓ અને રાજકીય દિગ્ગજ લોકોના મૃત્યુ થયા છે, ત્યારે કાનપુરમાં રહેતા અપના દળના રાષ્ટ્રીય મહાપ્રધાન અજય પ્રતાપસિંહનું પણ કોરોનાના કારણે નિધન થયું છે.

આ પણ વાંચોઃ વિનસગર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ગિરીશ પટેલનું કોરોનાથી મોત

કાનપુરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

ઉલ્લેખનિય છે કે, અજય પ્રતાપસિંહ કાનપુરના મંગલા વિહારમાં રહેતા હતા. તેમને 1 અઠવાડિયાથી તાવ આવવાની ફરિયાદ હતી. જેના કારણે તેમને કાનપુરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર કરવામાં આવી હતી. તેઓને કોરોનાના સંક્રમણના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. તેઓ અપના દળના રાષ્ટ્રીય મહાપ્રધાન હતા અને તેમની ગણતરી અપના દળના ટોચના નેતાઓમાં થતી હતી.

આ પણ વાંચોઃ પુત્રીના લગ્નના 5માં દિવસે જ પિતાનું કોરોનાથી મોત

અપના દળની રાષ્ટ્રીય અધ્યક્ષ અનુપ્રિયા પટેલે પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે

કાનપુરના સૌથી મોટા અપના દળના નેતા અજય પ્રતાપસિંહ પણ ઉત્તર પ્રદેશ પશુધન વિકાસ પરિષદના સભ્ય હતા. તેમના મૃત્યુ પછી અપના દળના કાર્યકરોમાં શોકની લાગણી છે. અપના દળની રાષ્ટ્રીય અધ્યક્ષ અનુપ્રિયા પટેલે પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે, તેઓ 45 વર્ષના હતા. આટલી નાની ઉંમરે તેમના નિધનના સમાચાર સાંભળીને બધા જ ચોંકી ગયા છે, કાનપુર મહાનગરમાં પણ તેમના સમર્થકોમાં શોકની લાગણી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.