મહારાષ્ટ્ર : અધિકારીઓના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રના રાયગઢમાં પેનની ભોગવતી નદીમાં તરતી મળી આવેલી જિલેટીનની લાકડીઓને (Gelatin sticks found in river bed in Raigad) ગુરુવારે જપ્ત કરીને નિષ્ક્રિય કરવામાં આવી છે. નદીમાં કોઈ શંકાસ્પદ વસ્તુ હોવાની માહિતી મળતાં જ પેન પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ પછી તરત જ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને (Bomb Disposal Squad) બોલાવવામાં આવી હતી. સાવચેતીના ભાગરૂપે તે સમયે નજીકનો વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. પોલીસની ટીમે મોડી સાંજ સુધી નદીમાં જિલેટીનની લાકડીઓ તપાસી હતી.
જિલેટીન સ્ટિક્સ ડમી બોમ્બ હતો : જો કે તે નદીમાં ક્યાંથી અને કેવી રીતે આવ્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ અધિક્ષક (SP) સોમનાથ ખર્ગેના જણાવ્યા અનુસાર જપ્ત કરાયેલી જિલેટીન સ્ટિક્સ ડમી બોમ્બ (Gelatin sticks were dummy bombs) જેવો હતો. પોલીસ ઘટના પાછળ જવાબદાર વ્યક્તિની તપાસ કરી રહી છે. ખરગેએ કહ્યું કે, અમને માહિતી મળી હતી કે, બોમ્બ જેવી વસ્તુ નદી પર તરતી મળી આવી છે. પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તેનું સ્કેનિંગ કર્યું તે ડમી બોમ્બ જેવો હતો. પોલીસ આ વિસ્તારમાં વધારે તપાસ કરશે. આ પાછળ કોનો હાથ છે તેની તપાસ ચાલી રહી છે.