ETV Bharat / bharat

Russia Ukraine War: યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની આપવીતી, કહ્યું પાણી વગર હાલત કફોડી - Ukraine Russia Invasion

યુક્રેનમાં ફસાયેલા ભારતીય (Russia Ukraine War) વિદ્યાર્થીઓની હાલત કફોડી બની રહી છે. ગાઝિયાબાદના વૈશાલીની એક વિદ્યાર્થીનીએ પોતાના પરિવારને વીડિયો મોકલીને પોતાના (Ukraine student video water scarcity) સાથીઓની આપવીતી બતાવી છે.

Russia Ukraine War: યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની આપવીતી, કહ્યું પાણી વગર હાલત કફોડી

author img

By

Published : Feb 26, 2022, 5:08 PM IST

ન્યુઝ ડેસ્ક: યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની હાલત કફોડી બની (Russia Ukraine War) રહી છે. ગાઝિયાબાદના વૈશાલીની એક વિદ્યાર્થીની પણ યુક્રેનમાં ફસાયેલી છે. જેણે પોતાના પરિવારને વીડિયો મોકલીને પોતાના સાથીઓની (Ukraine student video water scarcity) આપવીતી બતાવી છે. વિદ્યાર્થીની અને તેના સાથીઓ બંકરમાં ફસાઈ (Indian students hidden in a bunker) ગયા છે.

આ પણ વાંચો: Ukraine Russia Invasion : ઝેલેન્સકીએ ચેતવણી આપી, કહ્યું- "આ છેલ્લી વખત હશે જ્યારે તમે મને જીવતો જોશો"

વિદ્યાર્થીઓએ જણાવ્યું કે પાણી પણ નથી

વીડિયોમાં કેટલાક વિદ્યાર્થીઓ પોતાના વિશે જણાવી રહ્યા છે. તેમણે કહ્યું કે, તે બંકરમાં રહેવા માટે મજબૂર છે, કારણ કે બહારથી બોમ્બ ધડાકાના અવાજો આવી રહ્યા છે, ડર ખૂબ છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, ખાદ્યપદાર્થો ખતમ થઈ ગયા છે. વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે, તેઓ ખોરાક વિના જીવી શકે છે, પરંતુ પાણીની અછતના કારણે જીવનમાં સંકટ વિકટ બની રહ્યું છે. આ વિદ્યાર્થીઓ સાથે કેટલીક ગર્લ સ્ટુડન્ટ્સ પણ ફસાયેલી છે. જેનો અવાજ વીડિયોમાં સાંભળી શકાય છે. વિદ્યાર્થીએ જણાવ્યું કે તે ખાર્કિવમાં છે.

આ પણ વાંચો: Russia Ukraine War : એર ઈન્ડિયાનું વિમાન બુકારેસ્ટ પહોંચ્યું, યુક્રેનમાં ફસાયેલા લોકોને લઈને આવશે પરત

વડાપ્રધાનને અપીલ કરી

વીડિયોમાં વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે, તેઓ વડાપ્રધાનને વિનંતી કરી રહ્યા છે કે, તેઓને વહેલી તકે અહીંથી બહાર કાઢે. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, 600 મીટરના અંતરે બોમ્બ વિસ્ફોટ થઈ રહ્યો છે. તેઓ 2 દિવસથી બંકરમાં રહેવા મજબૂર છે. વીડિયોમાં ઘણા વિદ્યાર્થીઓ તેમની આપવીતીનું વર્ણન કરી રહ્યા છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે, નેટવર્ક મળતાની સાથે જ ભારતીય ઉડ્ડયનપ્રધાનને પણ ટ્વીટ કરવામાં આવ્યું છે. આ ભારતીય વિદ્યાર્થીઓ ત્યાંના સ્થાનિક સમાચાર પણ જોઈ રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.