ETV Bharat / bharat

સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં મોટી સફળતા, ગોળીબાર કરનારા વધુ 3 શૂટર્સની ગુજરાતમાંથી ધરપકડ

સિદ્ધુ મૂઝ વાલા હત્યા કેસમાં દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલમાં મોટી સફળતા મળી છે. શૂટર્સના મોડ્યુલ હેડ સહિત બે મુખ્ય શૂટર્સની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ, મોટી સંખ્યામાં હથિયારો અને વિસ્ફોટકો પણ મળી આવ્યા છે.

મુસેવાલા મર્ડર કેસમાં વધુ એક આરોપીની ગુજરાતમાંથી ધરપકડ

author img

By

Published : Jun 20, 2022, 3:36 PM IST

Updated : Jun 20, 2022, 4:13 PM IST

નવી દિલ્હી : દેશભરમાં ભારે ચકચાર જગાવનાર સિદ્ધુ મુસેવાલાની હત્યા કેસમાં દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલમાં મોટી સફળતા મળી છે. આ સાથે જ, મોટી સંખ્યામાં હથિયારો અને વિસ્ફોટકો પણ મળી આવ્યા છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગના શૂટર્સના મોડ્યુલ હેડ સહિત બે સાગરીતોને થોડા દિવસ પૂર્વે કચ્છમાંથી દબોચી લેવાયા બાદ ફરી દિલ્હી પોલીસે ચૂપચાપ ખાસ ઓપરેશન હાથ ધરી મુન્દ્રાના બારોઈમાંથી આ ગેંગના વધુ ત્રણ સાગરિતોની ધરપકડ કરી છે.

ત્રણ શખ્સોની ધરપકડ કરાઈ: મુન્દ્રાના બારોઈમાં હજૂ અઠવાડિયા પહેલાં ભાડે રહેવા આવેલા અને લોરેન્સ બિશ્નોઈ ગેંગના સાગરિત એવા કશિશ ઉર્ફે કુલદીપ, અશોક ઉર્ફે ઈલિયાસ ઉર્ફે ફૌઝી અને કેશવકુમાર નામના શખ્સને દબોચી લીધા છે. જેમાંના બે હરિયાણાના તથા એક પંજાબનો હોવાનું સામે આવ્યું છે. આ ત્રણ પૈકીમાંનો એક શખ્સ અગાઉ દોઢ-બે વર્ષ પૂર્વે મુન્દ્રામાં આવી મજૂરીકામ કરી ચૂક્યો હોવાથી તે તેના અન્ય બે સાગરિતોને પણ અહીં લઈ આવ્યો હતો.

આરોપીઓ કચ્છમાં હોવાની બાતમી : ઉલ્લેખનીય છે કે, આ ઝડપાયેલા આરોપીઓની સિદ્ધુ મુસેવાલાની હત્યામાં સંડોવણી ખુલતાં દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ દ્વારા આ ગેંગના નાસતા ફરતા સાગરીતોને ઝડપી લેવા કામગીરી હાથ ધરી હતી. આરોપીઓ કચ્છના મુન્દ્રામાં હોવાની બાતમીના આધારે દિલ્હી પોલીસના એક PI, બે PSI તથા કોન્સ્ટેબલ સાથે એક ખાસ ટીમ મુન્દ્રા આવી હતી અને ઓપરેશન પાર પાડી ચાલી ગઈ હતી.

પોલીસ દ્વારા લોકોને અપીલ : આ સમગ્ર ઓપરેશન ચૂપચાપ પાર પાડવાનું હોવાથી સ્થાનિક પોલીસને જાણ કરાઈ ન હતી. કચ્છ જિલ્લો સરહદી વિસ્તાર પર આવેલો છે. આ ઉપરાંત, અંતરિયાળ વિસ્તારમાં હોવાથી દેશના અનેક ખૂંખાર ગુનેગારો છુપાવા માટે આવા વિસ્તારની ખાસ પસંદગી ઉતારતા હોય છે. આથી પોલીસે પણ લોકોને વિનંતી કરી છે કે, કચ્છના સ્થાનિકો સતર્ક રહે તે અત્યંત જરૂરી છે. પરપ્રાંતીય કે અન્ય કોઈને પણ મકાન ભાડે આપવા પૂર્વે તેમજ મજૂરી કે અન્ય કામ પર રાખવા પહેલાં તેઓની ઓળખના આધારો સાથેની વિગતો નજીકના પોલીસ મથકે આપવી અત્યંત જરૂરી હોવાથી લોકોના સહકાર માટે પોલીસ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Last Updated : Jun 20, 2022, 4:13 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.