- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા SCO સમિટમાં સંબોધન કર્યું
- UNની સિસ્ટમમાં જડમૂળથી પરિવર્તન થવું જોઈએ
- સંયુક્ત રાષ્ટ્રનું મૂળ લક્ષ્ય હજી પણ અધૂરું
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO)ના વડા પ્રધાનોની કાઉન્સિલની 20મી સમિટને સંબોધન કર્યું હતું. વીડિયો કોન્ફરન્સ દ્વારા સંમેલનને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે શાંઘાઈ સહકાર સંગઠન દેશોની સાથે ભારતના મજબૂત સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધ છે.
વડાપ્રધાનના સંબોધનના મુદ્દા
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહ્યું કે, ભારત માને છે કે કનેક્ટિવિટી વધારવા માટે આપણે એકબીજાની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનો સન્માન કરીને આગળ વધવું જરૂરી છે. પરંતુ તે દુર્ભાગ્યપૂર્ણ છે કે SCO એજન્ડામાં વારંવાર બિનજરૂરી રીતે દ્વિપક્ષીય મુદ્દાઓ લાવવામાં આવે છે. જે SCO ચાર્ટર અને તેના મૂળ ભાવનાનું ઉલ્લંઘન કરે છે.
- વડાપ્રધાને કહ્યું કે, ભારત શાંતિ, સલામતી અને સમૃદ્ધિમાં દ્રઢ વિશ્વાસ રાખે છે. અમે હંમેશા આતંકવાદ, ગેરકાયદેસર હથિયારોની દાણચોરી, ડ્રગ્સ અને મની લોન્ડરિંગના વિરોધમાં અવાજ ઉઠાવ્યો છે. ભારત SCO ચાર્ટરમાં નિર્ધારિત સિદ્ધાંતો અનુસાર SCO હેઠળ કાર્ય કરવાની પ્રતિબદ્ધતામાં હંમેશાં અડગ રહ્યો છે.
- આ અભૂતપૂર્વ મહામારીના આ ખૂબ જ મુશ્કેલ સમયમાં ભારતના ફાર્મા ઉદ્યોગે 150થી વધુ દેશોમાં આવશ્યક દવાઓ મોકલી છે. વિશ્વના સૌથી મોટા વેક્સીન ઉત્પાદક દેશ તરીકે, ભારત આ ઉત્પાદન અને વિતરણ ક્ષમતાનો ઉપયોગ આ સંકટ સામે લડવામાં સંપૂર્ણ માનવતાને મદદ કરશે.
- મોદીએ કહ્યું કે, સુધારેલા બહુપક્ષીયતાની જરૂર છે, જે આજેની તમામ વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરે છે. જેમાં તમામ હોદ્દેદારોની અપેક્ષાઓ, સમકાલીન પડકારો અને માનવ કલ્યાણ જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવે છે. તેમણે કહ્યું કે, આ પ્રયાસમાં અમને એસસીઓના સભ્ય દેશોનો સંપૂર્ણ સમર્થન મળવાની અપેક્ષા છે.
- તેમણે કહ્યું, સંયુક્ત રાષ્ટ્રએ તેના 75 વર્ષ પૂર્ણ કર્યા છે. પરંતુ, ઘણી સફળતા પછી પણ તેનું મૂળ લક્ષ્ય હજી પણ અધૂરું છે. મહામારીથી આર્થિક અને સામાજિકનો સમાનો કરી રહેલા વિશ્વની અપેક્ષા છે કે, સંયુક્ત રાષ્ટ્રની પ્રણાલીમાં સંપૂર્ણ પરિવર્તન આવે, જેથી તે તેના લક્ષ્યો સુધી પહોંચી શકે અને તેને પુરા કરી શકે.