કર્ણાટક : તમિલનાડુ માટે કાવેરી નદીનું પાણી છોડવાના વિરોધમાં કર્ણાટકના વિવિધ સંગઠનોએ બેંગલોર બંધનું એલાન કર્યું છે. જેને ધ્યાનમાં રાખીને શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. ઉપરાંત બંધના એલાન વચ્ચે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ કર્ણાટકની રાજધાની બેંગલોર સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી બંધ રહેશે.
બેંગલોર બંધ : રાજ્યના વિવિધ સંગઠનોએ સિનેમા હોલ, ટેક્સી ડ્રાઈવર, આઈટી-બીટી, હોટેલ માલિકોને સ્વેચ્છાએ બંધના એલાનને સમર્થન આપવા આહવાન કર્યું છે. સંગઠનોએ સવારે ટાઉનહોલથી ફ્રીડમ પાર્ક સુધી વિશાળ પદયાત્રા કાઢવાનું આયોજન કર્યું છે. બેંગલોર બંધના એલાનને 150 થી વધુ સંગઠનોએ સમર્થન આપ્યું છે. જેમાં ભાજપ, જનતા દળ અને આમ આદમી પાર્ટીએ પણ બંધને સમર્થન જાહેર કર્યું છે. બેંગલોર બંધ દરમિયાન રિક્ષા, ટેક્સી, ઓલા, ઉબેર, પેટ્રોલ પંપ, શાળા, કોલેજ, સરકારી અને ખાનગી બસ સેવાઓ ઉપલબ્ધ રહેશે નહીં. ઉપરાંત ઉદ્યોગો, વાણિજ્ય, શોપ ફ્રન્ટ, કેઆર બજાર પણ બંધ રહેશે.
આવશ્યક સેવા ચાલુ રહેશે : BMTC અનુસાર બેંગલોર મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના તમામ રૂટ રાબેતા મુજબ કાર્યરત રહેશે. જ્યારે શેરી વ્યવસાય, સરકારી કચેરી, મેટ્રો સેવા, ખાનગી કચેરી, હોસ્પિટલ, દવાની દુકાન અને એમ્બ્યુલન્સ સહિત દૂધ અને આવશ્યક સેવાઓ નાગરિકો માટે ઉપલબ્ધ રહેશે.
શાળા-કોલેજોમાં રજા : બેંગલોરમાં વિવિધ સંગઠનોએ કાવેરી નદીમાંથી તમિલનાડુમાં પાણી છોડવાની નિંદા કરવા 26 સપ્ટેમ્બરના રોજ બેંગલોર બંધનું કર્યું છે. તેથી તમામ શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. બેંગલોર સીટી કલેક્ટર ડિસ્ટ્રિક્ટ કે.એ. દયાનંદે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, બેંગલોર શહેરમાં કોલેજના વિદ્યાર્થીઓના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. કાવેરી જળ મુદ્દે વિવિધ સંગઠનોએ બેંગલોર બંધનું આહ્વાન કર્યું છે.
કન્નડ સંગઠનો દ્વારા બંધનો વિરોધ : કન્નડ તરફી સંગઠનોએ આવનાર શુક્રવારે કાવેરી નદીના પાણી અંગે અખંડ કર્ણાટક બંધનું આહ્વાન કર્યું છે. કન્નડ સંઘના નેજા હેઠળ રાજ્યવ્યાપી આંદોલનનું એલાન કરવામાં આવ્યું છે. કેટલાક કન્નડ તરફી સંગઠનોએ આજે બેંગલોર બંધ સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. ઉપરાંત રાજભવનનો ઘેરાવ કરવાનું આયોજન કર્યું છે.