નવી દિલ્હી: NEET PG કાઉન્સેલિંગ (NEET PG Counseling Date) 12 જાન્યુઆરીથી શરૂ થશે જેની જાણકારી કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ (Health Minister Mansukh Mandvia) આપી છે.
માંડવિયાએ ટ્વીટ કરી આપી માહિતી
માંડવિયાએ ટ્વીટ કરી માહિતી આપી કે, આરોગ્ય મંત્રાલય (Health department) દ્વારા ડોકટરોને આપાયેલી ખાતરી મુજબ, માનનીય સુપ્રીમ કોર્ટના આદેશ પછી, મેડિકલ કાઉન્સેલિંગ કમિટી દ્વારા 12 જાન્યુઆરી 2022થી NEET-PG કાઉન્સેલિંગનો શુભારંભ થવા જઇ રહ્યો છે. તેમણે આ સંદર્ભે લખ્યું કે, આનાથી કોરોના સામેની લડાઈમાં દેશની તાકાત વધશે. આ ઉપરાંત અમારા તરફથી તમામ ઉમેદવારોને ખુબ-ખુબ શુભેચ્છાઓ.
NEET-PG પરીક્ષાની તારીખ કરાઇ જાહેર
NEET-PG પરીક્ષા 11 સપ્ટેમ્બર, 2021ના રોજ લેવામાં આવી હતી. આ પહેલા જાન્યુઆરી અને એપ્રિલમાં બે વખત પરીક્ષાના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.
મેડિકલ કોલેજોના ડોકટરોની માંગ સ્વીકારાઇ
દેશભરની વિવિધ મેડિકલ કોલેજોના નિવાસી ડોકટરો દ્વારા વહેલી કાઉન્સેલિંગ પ્રક્રિયાની માંગણી સાથે ડિસેમ્બરમાં વિરોધ પ્રદર્શન ઠાલવ્યો હતો અને કામનો બહિષ્કાર કર્યો હતો.
રાષ્ટ્રીય હિત માટે NEET PG કાઉન્સેલિંગ શરૂ કરવું અતિઆવશ્યક
જણાવીએ કે, સુપ્રીમ કોર્ટેના અંતિમ આદેશ પ્રમાણે વર્ષ 2021-22 માટે સૂચિત ધોરણો અનુસાર NEET-PGનું કાઉન્સેલિંગ શરૂ કરવાની પરવાનગી મળી ગઇ છે. આ સાથે OBC, EWS કોટાની માન્યતાને જાળવી રાખી છે. ગુરુવાર 06 જાન્યુઆરીએ નિર્ણયને સુરક્ષિત રાખ્યા બાદ, સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, રાષ્ટ્રીય હિત માટે NEET PG કાઉન્સેલિંગ શરૂ કરવું અતિઆવશ્યક છે. સુપ્રીમ કોર્ટે NEET PG માટે શૈક્ષણિક સત્ર 2021-22માં, EWS અગાઉની સૂચના મુજબ હશે અને ભવિષ્યમાં તેના પર નિર્ણય લેવામાં આવશે.
કોર્ટમાં કેસ હોવાથી NEET PG કાઉન્સેલિંગ પર રોક લગાવાય હતી
ડૉક્ટરોના એક સંગઠને સુપ્રીમ કોર્ટમાં NEET PG કાઉન્સેલિંગ તાત્કાલિક શરૂ કરવા માટેની આવશ્યકતા ઉપર ભાર આપ્યો હતો તથા આ પ્રક્રિયાના અંતમાં OBC અને EWS આરક્ષણના સંશોધનના અંતિમ ચરણની રાહ જોવી પડશે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે (Supreme Court) તમામ મેડિકલ સીટો માટે NEETમાં પ્રવેશ મેળવવા માટે અખિલ ભારતીય કોટા સીટોમાં OBC માટે 27 ટકા અને EWS શ્રેણી માટે 10 ટકા અનામતના કેન્દ્રના નિર્ણય સંબંધિત અરજી પર આદેશ સુરક્ષિત રાખ્યો હતો. આ સાથે આ કેસ કોર્ટમાં લાંબા સમયથી હોવાના લીધે NEET PG કાઉન્સેલિંગ પર રોક લગાવાય હતી.
આ પણ વાંચો:
Medical Students Protest in Valsad : દિલ્હીના મેડિકલ વિદ્યાર્થીઓના સમર્થનમાં વિરોધ પ્રદર્શન યોજાયું