- અનિલ દેશમુખ શનિવારે કોર્ટમાં હાજર થશે
- મની લોન્ડરિંગ કેસમાં EDની કસ્ટડી પૂરી થઈ
- EDનો આરોપ છે કે દેશમુખે ગૃહપ્રધાન પદનો દુરુપયોગ કર્યો હતો
મુંબઈ: મની લોન્ડરિંગ(Money Laundering) કેસમાં ધરપકડ કરાયેલ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ(Anil Deshmukh)ની જામીન અરજી પર આજે સુનાવણી થશે. શનિવારે અનિલ દેશમુખને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. 2 નવેમ્બરે કેસની સુનાવણી કરતા કોર્ટે દેશમુખને આજ સુધી ED કસ્ટડીમાં મોકલી દીધો હતો. ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં 12 કલાકથી વધુ ચાલેલી પૂછપરછ બાદ 1 નવેમ્બરના રોજ મોડી રાત્રે દેશમુખની ધરપકડ કરી હતી.
કેસ કથિત રિકવરી ગેંગ સાથે સંબંધિત
આ મની લોન્ડરિંગ કેસ મહારાષ્ટ્ર પોલીસ એસ્ટાબ્લિશમેન્ટમાં કથિત ખંડણી ગેંગ સાથે સંબંધિત છે. સીબીઆઈએ 21 એપ્રિલે એનસીપી નેતા વિરુદ્ધ FIR નોંધ્યા બાદ ઈડી(Directorate of Enforcement)એ દેશમુખ અને તેના સહયોગીઓ વિરુદ્ધ તપાસ શરૂ કરી હતી. CBIએ દેશમુખ વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને સત્તાવાર પદના દુરુપયોગના આરોપ પર FIR નોંધી હતી.
ED(ડિરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ)નો આરોપ છે કે દેશમુખ જ્યારે રાજ્યના ગૃહપ્રધાન હતા ત્યારે તેમના સત્તાવાર પદનો દુરુપયોગ કર્યો હતો અને સસ્પેન્ડ કરાયેલા પોલીસકર્મી સચિન વાજે દ્વારા મુંબઈના વિવિધ બાર અને રેસ્ટોરન્ટમાંથી રૂ. 4.70 કરોડથી વધુ એકઠા કર્યા હતા. દેશમુખે અગાઉ આ આરોપોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે એજન્સીનો સમગ્ર મામલો કલંકિત પોલીસ અધિકારી (વાજે) દ્વારા કરવામાં આવેલા દૂષિત નિવેદનો પર આધારિત છે.
આ કેસમાં અન્ય બે લોકોની ધરપકડ કરવામાં આવી
EDએ આ કેસમાં અન્ય બે વ્યક્તિઓ સંજીવ પાંડે અને કુંદન શિંદેની પણ ધરપકડ કરી છે. અધિક કલેક્ટર રેન્કના અધિકારી પાંડે દેશમુખના અંગત સચિવ તરીકે કામ કરતા હતા, જ્યારે શિંદે દેશમુખના અંગત સહાયક હતા.
આ પણ વાંચોઃ કોરોનાની નવી દવા હોસ્પિટલમાં દાખલ થવાથી લઈને મૃત્યુનું જોખમ 90 ટકા ઘટાડી શકે છે : ફાઈઝર
આ પણ વાંચોઃ ભાઇબહેનના નિર્મળ પ્રેમ અને રક્ષાના અભેદ્ય કવચનો તહેવારઃ ભાઈબીજ