ETV Bharat / bharat

બોમ્બે હાઈકોર્ટનો આદેશ, અનિલ દેશમુખ 12 નવેમ્બર સુધી EDની કસ્ટડીમાં રહેશે

મની લોન્ડરિંગ કેસમાં (money laundering cases) ધરપકડ કરાયેલા મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખની (Anil Deshmukh) EDની કસ્ટડી વધારીને 12 નવેમ્બર સુધી કરવામાં આવશે, બોમ્બે હાઈકોર્ટે રવિવારે EDની અરજી પર સુનાવણી કરતા આ નિર્ણય લીધો હતો.

અનિલ દેશમુખ 12 નવેમ્બર સુધી EDની કસ્ટડીમાં રહેશે

author img

By

Published : Nov 7, 2021, 3:44 PM IST

  • ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખની EDની કસ્ટડી વધારાઈ
  • બોમ્બે હાઈકોર્ટે 12 નવેમ્બર સુધી કસ્ટડી વધરાવાનો નિર્ણય લીધો
  • મની લોન્ડરિંગ કેસમાં દેશમુખ કરવામાં આવી હતી ધરપકડ

મુંબઈ, મહારાષ્ટ્ર: ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખને (Anil Deshmukh) બોમ્બે હાઈકોર્ટે (Bombay High Court) મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ-EDની (Enforcement Directorate-ED) કસ્ટડીમાં મોકલી દીધા છે. અનિલ દેશમુખ હવે 12 નવેમ્બર સુધી EDની કસ્ટડીમાં રહેશે.

EDની કસ્ટડી અંગે હાઈકોર્ટનો ચુકાદો

અનિલ દેશમુખને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાના વિરોધમાં રવિવારે EDએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં EDએ અનિલ દેશમુખની કસ્ટડીની માંગણી કરી હતી. આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે અનિલ દેશમુખને 12 નવેમ્બર સુધી EDની કસ્ટડીમાં મોકલવાનો ચુકાદો આપ્યો હતો.EDએ મની લોન્ડરિંગ કેસમાં 12 કલાકથી વધુ ચાલેલી પૂછપરછ બાદ 1 નવેમ્બરે મોડી રાત્રે દેશમુખની ધરપકડ કરી હતી.

દેશમુખ વિરુદ્ધ ભ્રષ્ટાચારનો કેસ

આ મની લોન્ડરિંગ કેસ મહારાષ્ટ્ર પોલીસ એસ્ટાબ્લિશમેન્ટમાં કથિત ખંડણી ગેંગ સાથે સંબંધિત છે. CBIએ 21 એપ્રિલે NCP નેતા વિરુદ્ધ FIR નોંધ્યા બાદ EDએ દેશમુખ અને તેના સહયોગીઓ વિરુદ્ધ તપાસ શરૂ કરી હતી. CBIએ દેશમુખ વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને સત્તાવાર પદના દુરુપયોગના આરોપસર FIR નોંધી હતી.

સત્તાવાર પદનો દુરુપયોગ કર્યો

EDનો આરોપ છે કે દેશમુખ જ્યારે રાજ્યના ગૃહ પ્રધાન હતા, ત્યારે તેમના સત્તાવાર પદનો દુરુપયોગ કર્યો હતો અને સસ્પેન્ડ કરાયેલા પોલીસકર્મી સચિન વાજે દ્વારા મુંબઈના વિવિધ બાર અને રેસ્ટોરન્ટમાંથી 4.70 કરોડ એકત્ર કર્યા હતા. દેશમુખે અગાઉ આ આરોપોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે, એજન્સીનો સમગ્ર મામલો કલંકિત પોલીસ અધિકારી (વાજે) દ્વારા કરવામાં આવેલા દૂષિત નિવેદનો પર આધારિત છે.

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.