હૈદરાબાદઃ માર્ગદર્શી ચીટ ફંડ મામલે આંધ્રપ્રદેશ હાઈકોર્ટે રજિસ્ટ્રાર ઓફ ચિટ્સની તરફથી જાહેર કરવામાં આવેલી સાર્વજનિક નોટિસ પર રોક લગાવી દીધી છે. આ નોટિસમાં ગ્રાહકોને માર્ગદર્શી ચિટ ફંડ વિરૂદ્ધ વાંધાજનક બાબતો જણાવાની સૂચના હતી. હાઈકોર્ટે આ નોટિસને અસ્થાઈરૂપે રદ કરી દીધી છે.
સમગ્ર મામલો શું છેઃ ચિટ્સ રજિસ્ટ્રારે ગ્રાહકોને સરકારી વેબસાઈટ પર ચિટ ગ્રૂપોના સંબંધમાં વાંધાજનક બાબતો જણાવા કહ્યું હતું. આ વર્ષે 30 જુલાઈના રોજ આ સાર્વજનિક નોટિસ જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ અનેક સ્ટેકહોલ્ડર્સ દ્વારા ચિંતા વ્યક્ત કરાઈ અને સમગ્ર મામલો હાઈકોર્ટ સુધી મામલાને લઈ ગયા.
ફેસલાની હદઃ હાઈકોર્ટનો આ ફેંસલો માત્ર નોટિસની કાર્યવાહી પર રોક લગાવવા પૂરતો સિમિત નથી. આ ફેંસલાની હદ સાર્વજનિક નોટિસને આધાર રાખી શરૂ થતી કોઈપણ કાર્યવાહી પર રોક લગાવવા સુધી છે. સ્ટેકહોલ્ડર્સ આ સાર્વજનિક નોટિસના ફેલાવાથી નુકસાન ઓછુ થવાને બદલે વધી રહ્યું છે તેથી ચિટ્સ કંપનીના હિતમાં સાર્વજનિક નોટિસ પર રોક લગાવી છે.
તર્કોનું ગહન ચિંતન થશેઃ માનનીય ન્યાયાધીશ દ્વારા સમગ્ર મામલાના વ્યાપક સંબોધન પર ભાર મુકાયો છે. ન્યાયાધીશે જાહેરાત કરી કે ગ્રાહકો દ્વારા અગાઉ દાખલ કરાયેલી તમામ અરજી પર કાયદાકીય તર્કોનું ગહન અને નિષ્પક્ષ ચિંતન જરૂરી છે. કોઈપણ ન્યાયિક પ્રક્રિયામાં નિષ્પક્ષ ફેસલાનું આગવું મહત્વ રહેલું છે તેથી જ માનનીય ન્યાયધીશે આ સમગ્ર મામલાના વ્યાપક સંબોધન પર ભાર મૂક્યો છે.