ETV Bharat / bharat

હરીયાણાના ગુરુગ્રામમાં હોસ્પિટલની માનવતાને શર્મસાર કરે તેવી ઘટના

ગુરુગ્રામની ખાનગી હોસ્પિટલમાં એક હ્રદયસ્પર્શી વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં ICUની અંદર વેન્ટીલેટરો બીપ-બીપ અવાજ કરી રહ્યા હતા. દર્દીઓ બેડ પર મરી ગયા હતા અને આખા હોસ્પિટલમાં કોઈ સ્ટાફ નહોતો.

gurugram
હરીયાણાના ગુરુગ્રામમાં હોસ્પિટલની માનવતાને શર્મસાર કરે તેવી ઘટના
author img

By

Published : May 6, 2021, 12:06 PM IST

  • ગુરુગ્રામની હોસ્પિટલનો એક વીડિયો વાયરલ થયો
  • દર્દીઓના પરીવારનો આક્ષેપ કે ઓક્સિજન પૂરો થઈ ગયો હતો
  • ઘણા દર્દીઓના મૃત્યું થયા

ગુરુગ્રામ: સાયબર સિટી ગુરુગ્રામથી એક ચોંકાવનારો સમાચાર સામે આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુરૂગ્રામના સેક્ટર-56 વિસ્તારમાં આવેલી કીર્તિ હોસ્પિટલમાં એક જ રાતમાં 8 કોવિડ દર્દીઓનું મોત નીપજ્યું હતું. દર્દીઓનાં મોત બાદ હોસ્પિટલનો આખો સ્ટાફ છટકી ગયો હતો. દર્દીઓના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે રાત્રે હોસ્પિટલમાં ઓક્સિજન ખલાસ થઈ ગયો હતો, જેના કારણે દર્દીઓનું મોત નીપજ્યું હતું.

વીડીયોમાં શું છે ?

આ સમગ્ર મામલાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં દર્દીઓનાં સબંધીઓ રડતાં જોવા મળે છે. હોસ્પિટલના આઈસીયુમાં દર્દીઓ બેડ પર પડ્યા છે. વિડિઓ બનાવતી વ્યક્તિ દર્દીને જોઈને કહી રહી છે કે બધા લોકો મરી ગયા છે. આ વીડિયોમાં એક વ્યક્તિ પોલીસ કર્મચારીઓ સાથે દલીલ કરતો જોવા મળી રહ્યો છે.

વીડિયો જૂનો છે

પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે ડેડબોડી આઈસીયુમાં પડી હતી અને સ્ટાફ ગુમ હતો. તે જ સમયે, એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો 30 એપ્રિલની રાત્રિનો છે, પરંતુ ગુડગાંવ વહીવટીતંત્રનું કહેવું છે કે આ ફૂટેજ જૂનો છે અને હાલની પરિસ્થિતિ સાથે તેનો કોઈ સંબંધ નથી. જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે સુરક્ષાને ધ્યાનમાં રાખીને, ગુસ્સે ભરાયેલા ડરપોક કોઈ હાલાકી ન સર્જાય તે માટે હોસ્પિટલની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : વડોદરાની ગોત્રી કોવિડ-19 હોસ્પિટલની બેદરકારી છતી થઈ, બોગસ આર્મી ડોક્ટર દર્દીઓની વિઝિટ લઇ ગયો

પોલીસ બની મૂક દર્શક

ગુરુગ્રામ પોલીસ પરિવારના સભ્યોના કહેવાથી ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ મૂક દર્શક બની ઉભી હતી. વાયરલ વીડિયોમાં ચેપગ્રસ્ત દર્દીઓના સબંધીઓ રડતા જોવા મળે છે. આ કેસમાં પોલીસનો અમાનવીય ચહેરો પણ સામે આવ્યો છે.

હરીયાણાના ગુરુગ્રામમાં હોસ્પિટલની માનવતાને શર્મસાર કરે તેવી ઘટના

ઘટનાની પુષ્ટી કરી મેડિકલ સ્ટોરકર્મીએ

વીડિયોમાં, જ્યારે કુટુંબ પોલીસ સાથે ડોકટરો અને હોસ્પિટલ સ્ટાફને પકડવાની વિનંતી કરી હતી, ત્યારે પોલીસકર્મીઓ એમ કહેતા સાંભળવામાં આવે છે કે, શું અમે તેમને પકડીને બેસીએ? જિલ્લા પ્રશાસને પણ આ મામલે મૌન જાળવ્યું છે. તે જ સમયે, કીર્તિ હોસ્પિટલના મેડિકલ સ્ટોર પર હાજર મોહને સ્વીકાર્યું કે તે રાત્રે તે પોતે મેડિકલ સ્ટોર પર હાજર હતો. મોહને કહ્યું કે હોસ્પિટલમાં ઓક્સિજન પૂરો થઈ ગયો હતો. જેના કારણે 6 થી 8 દર્દીઓનાં મૃત્યું થયા હતા.

બેજવાબદાર ડોક્ટર્સ અને સ્ટાફ પર ક્યારે થશે કાર્યવાહી ?

આ ઘટના પછી અરાજકતા ફેલાઈ ગઈ હતી અને હોસ્પિટલમાં તબીબ, નર્સો અને તમામ સ્ટાફ પોતાનો જીવ બચાવતા ભાગી ગયા હતા. દર્દીઓના પરિવારના જણાવ્યા મુજબ, દુર્ઘટના બાદ સેક્ટર -56 પોલીસ સ્ટેશનની ગુરુગ્રામ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ 5 દિવસ બાદ પણ હોસ્પિટલ મેનેજમેન્ટ વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ નથી. સાયબર સિટીની આ સ્થિતિ ત્યારે છે જ્યારે હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહર લાલ ગુરુગ્રામના કોરોના મેનેજમેન્ટની બાબતો સંભાળી રહ્યા છે.

હોસ્પિટલમાં દર્દીઓની નથી લેવામાં આવતી સંભાળ

દર્દીની સારવાર માટે હોસ્પિટલમાં આવેલા સિરસાના પરિવારજનોએ જણાવ્યું હતું કે તેઓ કોવિડ દર્દીની સારવાર માટે અહીં આવ્યા છે. 40 હજાર રૂપિયા તેમની પાસેથી પ્રવેશ ફી તરીકે વસૂલવામાં આવ્યા હતા. સંબંધીઓના જણાવ્યા મુજબ હોસ્પિટલમાં ન તો ઓક્સિજન છે કે ન સ્ટાફ. પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ તેઓ દર્દીને અહીંથી લઈ જઈ રહ્યા છે. કારણ કે દર્દીની અહીંયા જીવવાની સંભાવના ખૂબ ઓછી છે.

આ પણ વાંચો : કોરોનાના દર્દીને લઈને મોડાસાની કોવીડ હોસ્પિટલમાં ફરી એકવાર બેદરકારી સામે આવી

હોસ્પિટલ સામે ક્યારે થશે કાર્યવાહી

વાયરલ થયેલા વીડિયોમાં ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ પણ હોસ્પિટલના મકાન પર દેખાય છે. મોટો સવાલ એ છે કે શું આ કારણોસર હોસ્પિટલના વહીવટ પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ બેદરકારી માટે કોણ જવાબદાર છે? પરિવારના સભ્યોએ આક્ષેપ કર્યો છે કે હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. સાથે જ વહીવટી તંત્ર પણ આ મામલે મૌન છે. તમને જણાવી દઈએ કે આ ઘટના 30 એપ્રિલની છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.