રાજૌરી: રાજૌરી જિલ્લાના ધરમસાલના બજીમલ વિસ્તારમાં આતંકવાદીઓ અને સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસના સંયુક્ત દળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે. માનવામાં આવે છે કે અહીં બે આતંકીઓ છે. વધુ માહિતીની રાહ જોવાઈ રહી (encounter has started in the Kalakote, area of Rajouri, Jammu and kashmir Police) છે.
-
J&K | An encounter has started in the Kalakote area of Rajouri. Further details awaited: J&K Police
— ANI (@ANI) November 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">J&K | An encounter has started in the Kalakote area of Rajouri. Further details awaited: J&K Police
— ANI (@ANI) November 22, 2023J&K | An encounter has started in the Kalakote area of Rajouri. Further details awaited: J&K Police
— ANI (@ANI) November 22, 2023
શુક્રવારે રાજૌરી જિલ્લામાં એન્કાઉન્ટરમાં એક આતંકી માર્યો ગયો: અધિકારીઓએ જણાવ્યું કે આ વિસ્તારમાં શંકાસ્પદ ગતિવિધિઓ અંગેની ગુપ્ત માહિતી બાદ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ પહેલા શુક્રવારે રાજૌરી જિલ્લામાં એન્કાઉન્ટરમાં એક આતંકી માર્યો ગયો હતો. માહિતી અનુસાર, જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં શુક્રવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળોની સંયુક્ત ટીમ વચ્ચેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો.
બુધલ તહસીલના ગુલેર-બેહરોટે વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન: એન્કાઉન્ટર પછી સુરક્ષા અધિકારીઓએ કહ્યું હતું કે આર્મી, પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ની સંયુક્ત ટીમે બુધલ તહસીલના ગુલેર-બેહરોટે વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન (CASO) હાથ ધર્યું હતું અને એન્કાઉન્ટર થયું હતું.
અથડામણમાં પાંચ આતંકવાદીઓને ઠાર: શુક્રવારે જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષા દળોએ રાતોરાત અથડામણમાં પાંચ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. પોલીસે શુક્રવારે કહ્યું હતું કે ગુરુવારે વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ કુલગામના નેહામા ગામને ઘેરી લીધું હતું અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
તેમણે જણાવ્યું કે પહેલા આતંકીઓએ સુરક્ષાકર્મીઓ પર ગોળીબાર શરૂ કર્યો, ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું. અધિકારીઓએ જણાવ્યું કે સુરક્ષા દળોએ તે વિસ્તારની આસપાસ ચુસ્ત ઘેરો ઘાલ્યો હતો જ્યાં આતંકીઓ હાજર હતા.