- ઉત્તરાખંડના જંગલોમાં આગ લાગવાથી અત્યાર સુધી લાખો રૂપિયાની વન સંપત્તિ બળીને ખાક
- જંગલોમાં લાગેલી આગ પર કાબૂ મેળવવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું હોય તેવું લાગી રહ્યું છે
- સોમવારથી કુમાઉના જંગલોમાં લાગેલી આગને બૂઝવવા એરફોર્સના હેલિકોપ્ટરની મદદ લેવાશે
આ પણ વાંચોઃ ઉજ્જૈનની પાટીદાર હોસ્પિટલમાં આગ, 90થી વધુ દર્દીઓને શિફ્ટ કરાયા
હલ્દવાનીઃ ઉત્તરાખંડના જંગલોમાં આગ લાગવાથી અત્યાર સુધી લાખો રૂપિયાની વન સંપત્તિ બળીને ખાક થઈ ગઈ છે. જંગલોમાં લાગેલી આગ પર કાબૂ મેળવવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું હોય તેવું લાગી રહ્યું છે. હવે આગને જોતા કેન્દ્ર સરકાર તરફથી હેલિકોપ્ટરનો સહારો લેવામાં આવી રહ્યો છે. સોમવારથી કુમાઉના જંગલોમાં લાગેલી આગને બૂઝવવા માટે એરફોર્સના હેલિકોપ્ટરની મદદ લેવામાં આવશે, જેની તૈયારી પૂર્ણ થઈ ગઈ છે.
આ પણ વાંચોઃ ગુરુગ્રામમાં 700 ઝૂંપડા સળગ્યા, 6 ક્લાકે કાબૂમાં આવી આગ
હેલિકોપ્ટર આગ બૂઝવવા માટે ભીમતાલ તળાવના પાણીનો ઉપયોગ કર
પહાડોમાં આગના ધૂમાડાને જોતા એરફોર્સના હેલિકોપ્ટરથી જંગલોમાં લાગેલી આગને બૂઝવવામાં આવશે. રાજ્ય સરકારે પહાડોમાં લાગેલી આગ બૂઝવવા માટે કેન્દ્ર સરકાર પાસેથી મદદ માગી હતી. ત્યારબાદ સોમવારથી એરફોર્સનું હેલિકોપ્ટર ઉત્તરાખંડ મોકલાશે. DFO સંદીપ કુમારે આ અંગે જણાવ્યું કે, સોમવારથી એરફોર્સનું હેલિકોપ્ટર પંતનગર એરપોર્ટ પર આવશે. ત્યારબાદ કુમાઉ મંડળના અલગ અલગ જંગલોમાં લાગેલી આગને બૂઝવવાનું કામ કરાશે. હેલિકોપ્ટર આગ બૂઝવવા માટે ભીમતાલ તળાવના પાણીનો ઉપયોગ કરશે. વર્ષ 2016માં પણ પહાડોમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે હેલિકોપ્ટરનો સહારો લેવાયો હતો.