ETV Bharat / bharat

સરકારે ત્રિરંગાના નિયમો બદલ્યા, હવે સામાન્ય લોકો પણ ફરકાવી શકાશે - flag code of india 2002

હવે ત્રિરંગો દિવસ અને રાત બંને સમયે લહેરાવી શકાશે. સરકારે તેના નિયમોમાં (Indian Flag Rule) ફેરફાર કર્યા છે. અગાઉ ત્રિરંગો માત્ર સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ફરકાવવાની છૂટ હતી.

સરકારે ત્રિરંગાના નિયમો બદલ્યા, હવે સામાન્ય લોકો પણ ફરકાવી શકાશે

author img

By

Published : Jul 27, 2022, 2:58 PM IST

નવી દિલ્હીઃ સરકારે દેશના ફ્લેગ કોડમાં ફેરફાર (Indian Flag Rule) કર્યો છે, જે અંતર્ગત હવે દિવસ અને રાત બંને સમયે ત્રિરંગો ફરકાવવાની મંજૂરી આપવામાં આવશે. તેમજ હવે પોલિએસ્ટર અને મશીનથી બનેલા રાષ્ટ્રધ્વજનો પણ ઉપયોગ કરી શકાશે. 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત સરકાર 13થી 15 ઓગસ્ટ દરમિયાન 'હર ઘર ત્રિરંગા' કાર્યક્રમ શરૂ કરવા જઈ રહી છે, જેને ધ્યાનમાં રાખીને આ પગલું સામે આવ્યું છે.

આ પણ વાંચો: બજરંગ દળે પબ બંધ કરાવ્યુ, વિદ્યાર્થીઓને દારુ આપવાની વાતમાં પોલીસ તપાસ

કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ તમામ કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોના સચિવોને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, ભારતીય રાષ્ટ્રધ્વજનું પ્રદર્શન, ફરકાવવું અને તેનો ઉપયોગ ભારતીય ધ્વજ સંહિતા, 2002 (flag code of india 2002) અને રાષ્ટ્રીય ગૌરવનું અપમાન નિવારણ અધિનિયમ, 1971 હેઠળ આવે છે. પત્ર મુજબ, 20મી જુલાઈ, 2022ના (indian flag code 2022) આદેશ દ્વારા ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા, 2002માં સુધારો કરવામાં આવ્યો છે અને હવે ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા, 2002ના ભાગ II ના પેરા 2.2 ની કલમ (11) હવે આ રીતે વાંચવામાં આવશે- 'ક્યાં ધ્વજ ખુલ્લામાં પ્રદર્શિત થાય છે અથવા નાગરિકના ઘરે પ્રદર્શિત થાય છે, તે દિવસ-રાત લહેરાવી શકાય છે.

આ પણ વાંચો: પૂર્વ આયોજિત હતુ અપહરણ, સગીર છોકરીને બચાવવામાં પોલીસ નિષ્ફળ નિવડી

અગાઉ ત્રિરંગો માત્ર સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ફરકાવવાની છૂટ હતી. તેવી જ રીતે, ધ્વજ સંહિતાની બીજી જોગવાઈમાં સુધારો કરવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, "રાષ્ટ્રધ્વજ હાથથી કાંતવામાં આવેલ અને હાથથી વણાયેલ અથવા મશીનથી બનેલો હોવો જોઈએ. તે કપાસ/પોલિએસ્ટર/ઊન/સિલ્ક ખાદીથી બનેલી હશે. અગાઉ મશીનથી બનેલા અને પોલિએસ્ટરથી બનેલા રાષ્ટ્રધ્વજના ઉપયોગની મંજૂરી ન હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.