- 29 ઓક્ટોબરે અમિત શાહ લખનૌની પ્રવાસે
- શાહ લખનૌમાં સભ્યપદ અભિયાનની શરૂઆત કરશે
- ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી પહેલા અમિત શાહની બેઠકો
લખનૌ: ભારતીય જનતા પાર્ટી ઇચ્છે છે કે, આગામી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા તેના રાજ્યમાં સભ્યોની સંખ્યા ચાર કરોડ સુધી પહોંચે જેથી કરીને તે તેના કાર્યકરોના બળ પર વિધાનસભા ચૂંટણી જીતી શકે. આ યોજનાને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 29 ઓક્ટોબરે લખનઉ આવશે. શાહ લખનૌમાં સભ્યપદ અભિયાનની શરૂઆત કરશે. તેઓ સંગઠનના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરશે, આ સાથે સરકાર સાથે સમાધાન કરવા બેઠકોનું આયોજન કરવામાં આવશે.
પાર્ટીનું એક કરોડ 70 લાખ નવા સભ્યો બનાવવાનું લક્ષ્ય
અમિત શાહ આગામી વિધાનસભા ચૂંટણીને લઈને સરકાર અને સંગઠનની બેઠક લેશે. અત્યારે રાજ્યમાં ભાજપના બે કરોડ 30 લાખ સભ્યો છે. પાર્ટીએ સદસ્યતા અભિયાન દ્વારા એક કરોડ 70 લાખ નવા સભ્યો બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. દરેક વિધાનસભા ક્ષેત્રમાં 5થી 10 હજાર નવા સભ્યો બનાવવાનો લક્ષ્યાંક છે. ધારાસભ્યોને સભ્યપદ માટે 10-10 શિબિરોનું આયોજન કરવા, તેમને ફોર્મ અને મિસ્ડ કોલ દ્વારા સભ્ય બનાવવાની સૂચના આપવામાં આવી છે. નવા સભ્યોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓના લાભાર્થીઓને પણ સામેલ કરવામાં આવશે. આ લક્ષ્ય સાથે અમિત શાહ લખનઉ આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના રાજ્ય નેતૃત્વએ આ અંગે તૈયારીઓ શરૂ કરી દીધી છે.
ઉત્તર પ્રદેશની ચૂટણીમાં શાહની જોરદાર ભૂમિકા
ઉલલેખનીય છે કે 2014માં જ્યારે ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણી થવાની હતી ત્યારે અમિત શાહને ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવવામાં આવ્યા હતા. જે બાદ અમિત શાહે ભારતીય જનતા પાર્ટીની લોકસભા સીટો 2009માં 10 સીટોથી વધારીને 2014માં 73 સીટો કરી હતી. આ ચમત્કાર બાદ અમિત શાહની પાર્ટીમાં સફળતા વધી અને ઉત્તર પ્રદેશમાં ચૂંટણી દરમિયાન તેમની અવરજવર પણ વધી છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પણ અમિત શાહે ભારતીય જનતા પાર્ટીની જબરદસ્ત જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
આ પણ વાંચોઃ પત્નીને કહ્યું હતું કે આપના જીવનમાં ધારાસભા પદ નથી : વિજય રૂપાણી