ETV Bharat / bharat

આજે તેલંગાણામાં અમિત શાહ ભાજપનો ચૂંટણી ઢંઢેરો કરશે જાહેર, તેલંગાણાની જનતાને અઢળક વચનોની લ્હાણી કરવાની શક્યતા - બીઆરએસ સરકાર

તેલંગાણામાં ભાજપના દિગ્ગજ નેતાઓ વારા-ફરતી પ્રવાસ કરી રહ્યા છે. શનિવારે એટલે કે આજે ભાજપ તરફથી ચૂંટણી પ્રચાર જોર શોરથી કરવામાં આવશે. અમિત શાહ ગઈકાલથી તેલંગાણાના પ્રવાસે છે તેઓ 20 તારીખના રોજ તેલંગાણામાં જનસભા અને રોડ શોમાં ભાગ લેશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા 19મી તારીખે તેલંગાણાના પ્રવાસે આવશે.

તેલંગાણા વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ ચૂંટણી ઢંઢેરો કરશે જાહેર

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 17, 2023, 12:49 PM IST

Updated : Nov 18, 2023, 8:52 AM IST

હૈદરાબાદઃ ભાજપના કદાવર નેતા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ શુક્રવાર રાત્રે હૈદરાબાદ પહોંચી ગયાં. આજે શનિવારે સવારે 10.30 કલાકે હૈદરાબાદ સ્થિત ભાજપ મીડિયા સેન્ટરમાં તેઓ ભાજપના ચૂંટણી ઘોષણાપત્રની જાહેરાત કરશે. ત્યારબાદ બપોરે 12.45 કલાકે ગડવાલમાં જાહેર સભામાં હાજરી આપશે. બપોરે 2.45 કલાકે નલગોંડા, 4.10 કલાકે વારંગલમાં વિજય સંકલ્પ સભામાં ભાગ લેશે.

અમિત શાહનો વ્યસ્ત કાર્યક્રમ: વારંગલના પ્રવાસ બાદ અમિત શાહ હૈદરાબાદ પરત ફરશે અને રાજ્યના નેતાઓ સાથે વિશેષ બેઠક કરશે જેમાં ચૂંટણી સંદર્ભે સમીક્ષા કરેશે. એસસી અને અન્ય મુદ્દા પર ચર્ચા માટે અમિત શાહ સાંજે 7 કલાકે સિકંદરાબાદના ક્લાસિક ગાર્ડનમાં એમઆરપીએસ નેતાઓ સાથે એક વિશેષ બેઠક કરશે. તેઓ 8.15 કલાકે બેગમપેટ એરપોર્ટ પરથી દિલ્હી પરત ફરશે. તેઓ 20 તારીખે તેલંગાણાનો ફરીથી પ્રવાસ કરશે. આ પ્રવાસમાં તેઓ ત્રણ જાહેર સભાને સંબોધન કરશે.

ભાજપના ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર: 19મી એ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા ચેવેલ્લા અને નારાયપેટમાં ચૂંટણી જનસભાને સંબોધન કરશે. પાર્ટીના સૂત્રો અનુસાર એ સાંજે મલ્કાજીગિરીમાં એક રોડ શોમાં ભાગ લેશે. બીજેપી ઓબીસી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ કે. લક્ષ્મણે કહ્યું કે બીઆરએસ સરકારે રાજ્યના દરેક વર્ગોના લોકોને દગો કર્યો છે. તેથી જનતા આ પાર્ટીને વોટ આપવા તૈયાર નથી. લક્ષ્મણે મુખ્ય પ્રધાન કેસીઆર અને પ્રધાન કેટીઆર પર જનતાને લોભામણી લાલચો આપીને ગુમરાહ કર્યાનો આરોપ લગાડ્યો છે. તેમણે કહ્યું કે, કૉંગ્રેસ પાર્ટી જૂઠુ બોલીને તક સાધવા માંગે છે. લક્ષ્મણે ઉમેર્યુ કે કૉંગ્રેસ અને બીઆરએસ બંને પાર્ટી યુવાનો, એસસી એસટી અને ઓબીસી સમુદાયને દગો કરી રહી છે. તેથી જ જનતામાં ભાજપ તરફી વલણ જોવા મળે છે.

ભાજપનો કોંગ્રેસ-BRS પર આરોપ: ગુરુવારે ભાજપ મીડિયા સેન્ટરમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધતા લક્ષ્મણે જણાવ્યું કે ભાજપનો ઉમેદવાર મુખ્ય પ્રધાન બનશે તે નક્કી છે. બીઆરએસ સરકારે યુવાઓને રોજગાર પૂરા ન પાડીને દગો કર્યો છે. સરકારમાં 1.9 લાખ નોકરીઓ ખાલી છે. શિક્ષકોની ભરતી ન થવાને પરિણામે સરકારી શાળાઓ બંધ છે. બીસી જાતિ અધારિત વસ્તી ગણતરીનો પૂરો અભ્યાસ કરવામાં આવશે. પછાત વર્ગમાંથી આવતો મુખ્ય પ્રધાન માત્ર પોતાના સમુદાય નહિ પરંતુ સમગ્ર સામાજિક એક્તાને ધ્યાને લઈ ઉપેક્ષિત સમુદાયોને સત્તાની નજીક લાવે છે.

  1. Swachhata hi Seva Campaign: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલે સફાઈ અભિયાન હાથ ધર્યું
  2. Amit Shah in Kutch : ગૃહપ્રધાન અમિત શાહે કચ્છમાં મૂરિંગ પ્લેસ સહિત સુરક્ષા પ્રકલ્પોમાં મહત્ત્વના લોકાર્પણ અને ભૂમિપૂજન કર્યાં

Last Updated : Nov 18, 2023, 8:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.