ETV Bharat / bharat

અમિત શાહ આજથી 3 દિવસ માટે કશ્મીરની મુલાકાતે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Home Minister Amit Shah) આજથી જમ્મુ-કાશ્મીરના(Jammu and Kashmir) પ્રવાસે છે. ત્રણ દિવસની મુલાકાત દરમિયાન તેઓ અહીં અનેક કાર્યક્રમોમાં સામેલ થશે. આ સિવાય તે સુરક્ષા એજન્સીઓ સાથે ઘાટીમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરશે.

અમિત શાહ આજથી 3 દિવસ માટે કશ્મીરની મુલાકાતે
અમિત શાહ આજથી 3 દિવસ માટે કશ્મીરની મુલાકાતે
author img

By

Published : Oct 23, 2021, 9:21 AM IST

  • ગૃપ્રધાન અમિત શાહ ત્રણ દિવસ માટે જમ્મૂ-કશ્મીરની મુલાકાતે
  • પ્રથમ દિવસે શ્રીનગર અને શારજાહ વચ્ચે પ્રથમ ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરાવશે.
  • કશ્મીરની સ્થિતિ તેમજ ઘૂસણખોરીની ઘટનામાં થયેલા વધારા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે

શ્રીનગર: કેન્દ્રીય ગૃપ્રધાન અમિત શાહ(Home Minister Amit Shah) આજથી ત્રણ દિવસ માટે જમ્મૂ-કશ્મીરની(Jammu and Kashmir) મુલાકાતે છે. આર્ટિકલ 370 (Article 370)નાબૂદ થયા બાદ અમિત શાહ પ્રથમ વખત કશ્મીરની મુલાકાત (Amit Shah visits Kashmir for the first time)છે. ગૃહપ્રધાન અમિત શાહ(Home Minister Amit Shah) સવારે 10 વાગ્યે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શ્રીનગર (Srinagar)પહોંચશે. તેમની સુરક્ષા માટે સ્નિફર ડૉગ્સ, ડ્રોન તેમજ શાર્પશૂટર્સ તૈનાત કરવામાં આવ્યા છે.

કશ્મીરમાં આતંકીઓ સામાન્ય નાગરિકોને નિશાના બનાવી રહ્યા છે

શાહની મુલાકાત એવા સમયે થઈ રહી છે. જ્યારે કશ્મીરમાં આતંકીઓ સામાન્ય નાગરિકોને નિશાના બનાવી રહ્યા છે. ગૃહપ્રધાનની મુલાકાતને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારમાં સુરક્ષા ચાંપતી કરી દેવામાં આવી છે. વિવિધ સુરક્ષા એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓએ ગૃહપ્રધાનની મુલાકાત અગાઉ બેઠક યોજીને સુરક્ષાની સ્થિતિની સમીક્ષા પણ કરી હતી.

શ્રીનગરથી શારજાહ વચ્ચે ફ્લાઈટની જાહેરાત ગત મહિને જ કરી

કાર્યક્રમ અનુસાર, ગૃહપ્રધાન પોતાની મુલાકાતના પ્રથમ દિવસે શ્રીનગર અને શારજાહ વચ્ચે પ્રથમ ઈન્ટરનેશનલ ફ્લાઈટ(International flight) શરૂ કરાવશે. નાગરિક ઉડ્ડયન પ્રધાને શ્રીનગરથી શારજાહ વચ્ચે ફ્લાઈટની જાહેરાત ગત મહિને જ કરી હતી.

યૂનિફાઈડ કમાન્ડની બેઠકની

આ સિવાય તેઓ તાજેતરમાં જ પરપ્રાંતિયો પર થયેલી હિંસાનો ભોગ બનેલા લોકોના પરિવારને પણ મળશે. આ સહિત તેઓ યૂનિફાઈડ કમાન્ડની(Unified command) બેઠકની અધ્યક્ષતા કરશે. જેમાં કશ્મીરની સ્થિતિ તેમજ ઘૂસણખોરીની ઘટનામાં થયેલા વધારા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

જમ્મૂ-કશ્મીર પોલીસના વડા પણ સુરક્ષાના મુદ્દે કેન્દ્રીય ગૃહપ્રધાનને વાકેફ કરશે

બેઠકમાં IB (Intelligence Bureau)ના વડા અરવિંદ કુમાર, BSFના વડા પંકજ સિંહ, CRPFના વડાઓ સહિત જમ્મૂ-કશ્મીર પોલીસના વડા પણ સુરક્ષાના મુદ્દે કેન્દ્રીય ગૃહપ્રધાનને વાકેફ કરશે અને પોતાના મંતવ્યો રજૂ કરશે.

મુલાકાતના અંતિમ દિવસે સોમવારે તેઓ પંચો અને સરપંચો સાથે મુલાકાત કરશે

મુલાકાતના બીજા દિવસે એટલે કે રવિવારે અમિત શાહ જમ્મૂ જશે. જ્યાં ભાજપની જનસંવાદ રેલીને સંબોધિત કરશે. જ્યારબાદ તેઓ શ્રીનગર પરત ફરશે. મુલાકાત દરમિયાન અમિત શાહ ત્રણેય રાત શ્રીનગરમાં જ વિતાવશે. મુલાકાતના અંતિમ દિવસે સોમવારે તેઓ પંચો અને સરપંચો સાથે મુલાકાત કરશે.

આ પણ વાંચોઃ NEET (UG)-2021: ફેઝ-2 ઓનલાઇન અરજીઓ શરૂ, જાણો અંતિમ તારીખ સહીત તમામ વિગત

આ પણ વાંચોઃ Drugs case: NCB એ અનન્યા પાંડેને સોમવારે ફરી વખત પૂછપરછ માટે બોલાવી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.