કર્ણાટક : કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે આજે કર્ણાટકમાં આવનારી વિધાનસભાની ચૂંટણીને લઇને એક સભાને સંબોધિત કરી હતી. જેમાં તેમને જણાવ્યું હતું કે, રાજ્યમાં પૂર્ણ બહુમતીથી ભાજપાની સરકાર બનવા જઇ રહી છે. ચૂંટણી જીતીને કોંગ્રેસને તેનો વળતો જવાબ આપશે. કોંગ્રેસે વડાપ્રધાન માટે ખોટા શબ્દ પ્રયોગો કર્યા હતા. પીએમની લોકપ્રીયતા મત ખેંચવામાં મદદ રુપ થશે. ભાજપાને બધી બાજુથી સમર્થન મળી રહ્યું છે.
અમિત શાહે સભાને સંબોધી : કોંગ્રેસે જ્યારે પણ વડાપ્રધાનને ખોટા શબ્દો બોલ્યા છે તે સમયે જનતાએ તમને જવાબ આપ્યો છે. ક્રોંગ્રેસને કર્ણાટકની જનતા પાઠ ભણાવશે. કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થાય તે પહેલા અમિત શાહે કોંગ્રેસ પર વાર કર્યા છે. બગલકોટ જિલ્લામાંથી સભા સંબોધતા તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ વડાપ્રધાન મોદીને ખોટા શબ્દોથી સંબોધી રહી છે. બીજા મુદ્દાઓ વિશે વાત કરતા તેમણે કહ્યું હતું કે, ધર્મના નામ પર કોઈ અનામત ડાયરેક્ટ ન આપી શકાય. આ વાતનો ઉલ્લેખ આપણા બંધારણમાં પણ છે. ચાર ટકા મુસ્લિમોને અનામત આપવી તે બંધારણના દ્રષ્ટિકોણથી ગેરબંધારણીય છે.
કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો : આ મામલે સિદ્ધારામૈયાન પર નિસાન સાધતા તેમણે કહ્યું હતું કે, જો કોંગ્રેસ આવી કોઈ અનામત આપતી હોય તો સ્પષ્ટતા કરો. જે મુસ્લિમો માટે હોય અને 4માંથી 6 ટકા સુધી કરી આપતી હોય. કેન્દ્ર સરકારએ પીએફઆઈ પર પ્રતિબંધ લાગુ કરી દીધો છે. જેના કારણે સુરક્ષા વધી રહી છે. આ બાબતમાં પણ કોંગ્રેસ તેનો વિરોધ કરી રહી છે. પ્રજા માટે પહેલો મામલો સુરક્ષાનો રહ્યો છે. રાજ્યમાં આ બન્ને કોમની અનામતને લઈ કોઈ રાહત નથી. કોઈ પ્રકારના વઘારા ઘટાડા કરાયા જ નથી. કોંગ્રેસ ખોટા વાયદા કરે છે અને ચૂંટણી હારે છે.
10 મે ના રોજ યોજાશે ચૂંટણી : કોંગ્રેસ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા અને પીએફઆઈનો ટેકો લે છે. જેને કર્ણાટકની પ્રજાએ ક્યારેય પણ પસંદ કરી જ નથી. આવનારા દિવસોમાં કર્ણાટકમાં કમળ ખીલી ઊઠશે. બહુમતી સાથે સત્તા પર આવીશું. તમામ પ્રાંતોમાંથી કર્ણાટકમાં ડબલ એન્જિનની સરકાર બનશે. તારીખ 10 મેના રોજ કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થશે. 224 વિધાનસભા બેઠક પર ઉમેદવારો માટે મત પડશે. જ્યારે 13 મેના રોજ મતગણતરી થશે.