નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Union Home Minister Amit Sha) ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાને (Home Secretary Ajay Kumar Bhalla) ત્રિપુરામાં 32,000 બ્રુ શરણાર્થીઓના પુનર્વસન પ્રક્રિયાને વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવા (ensure early resettlement of Bru refugees) જણાવ્યું છે. આ ક્રમમાં, ગૃહ મંત્રાલયે પુનર્વસન પ્રક્રિયાની સમીક્ષા કરવા બુધવારે નોર્થ બ્લોકમાં સંબંધિત હિતધારકો સાથે બેઠક બોલાવી છે.
આ પણ વાંચો: Increase disease in Ahmedabad: અમદાવાદમાં ગરમીનું પ્રમાણ વધતા રોગચાળો વધ્યો
બ્રુ શરણાર્થીઓના પુનર્વસનની પ્રક્રિયા છે બાકી : ત્રિપુરામાં બ્રુ પરિવારોના પુનર્વસન માટે જાન્યુઆરી 2020 માં કેન્દ્ર સરકાર, ત્રિપુરા અને મિઝોરમની રાજ્ય સરકાર તેમજ બ્રુ પ્રતિનિધિઓ વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. મિઝોરમમાં બે દાયકાથી વધુની વંશીય હિંસા બાદ 32,000 બ્રુ શરણાર્થીઓ ત્રિપુરામાં સ્થાયી થયા છે. બ્રુ ડિસ્પ્લેસ્ડ યુથ એસોસિયેશન (BDYA) ના પ્રમુખ હર્બર્ટ રેઆંગે જણાવ્યું હતું કે, કરાર અનુસાર, પુનર્વસન માટેના સ્થાનની ઓળખ કરાર પર હસ્તાક્ષર કર્યાના 60 દિવસમાં પૂર્ણ થવી જોઈએ. અસ્થાયી રાહત શિબિરોને 180 દિવસમાં બંધ કરી દેવા જોઈતી હતી, પરંતુ એક વર્ષથી વધુ સમય વીતી ગયો છે, પુનર્વસન પ્રક્રિયા બાકી છે.
ત્રિપુરા સરકાર પર પુનર્વસન પ્રક્રિયામાં બેદરકારીનો આરોપ લગાવ્યો : તેમણે ત્રિપુરા સરકાર પર પુનર્વસન પ્રક્રિયામાં બેદરકારીનો આરોપ લગાવ્યો. રેઆંગે દાવો કર્યો હતો કે, રાજ્યના કંચનપુર સબ-ડિવિઝન હેઠળ માત્ર એક જ જગ્યાએ પુનર્વસનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. BDYA પ્રમુખે જણાવ્યું હતું કે, ગચીરામપારા, આનંદબજાર, મનુ-ચાલેંગાટા, નંદીરામપારા અને બિક્રમજયાપારા રિઝર્વ ફોરેસ્ટ સહિત અન્ય સૂચિત સ્થળોમાં પુનર્વસન પ્રક્રિયામાં કોઈ પ્રગતિ થઈ નથી.
બ્રુ પરિવારને ફિક્સ ડિપોઝિટ સાથે 40 થી 30 ફૂટનો પ્લોટ મળશે : કરારની શરતો મુજબ દરેક બ્રુ પરિવારને ફિક્સ ડિપોઝિટ સાથે 40 થી 30 ફૂટનો પ્લોટ મળશે. આ ઉપરાંત દર મહિને 5000 રૂપિયાની રોકડ સહાય અને 2 વર્ષ માટે મફત રાશન પણ આપવામાં આવશે. કરાર હેઠળ 1,50,000 રૂપિયાની મકાન બાંધકામ સહાય આપવામાં આવશે. અત્યાર સુધીમાં 6959 પરિવારોમાંથી 2021 પરિવારો સ્થાયી થયા છે.\
આ પણ વાંચો: LRD Exam 2022 : ગુજરાતમાં LRDની પરીક્ષા 954 કેન્દ્રો પર યોજાશે, જેમાં 2.95 લાખ ઉમેદવારો આપશે પરીક્ષા
460 પરિવારોને 5,000 રૂપિયાની માસિક રોકડ સહાય જાહેર કરી : સરકારી ડેટા અનુસાર 387 પરિવારોને 4 લાખ રૂપિયાની એફડી જારી કરવામાં આવી છે. 460 પરિવારોને 5,000 રૂપિયાની માસિક રોકડ સહાય જાહેર કરવામાં આવી છે. ગૃહ મંત્રાલયે બ્રુ પુનર્વસન માટે ત્રિપુરા સરકારની વિનંતી પર નાણાકીય વર્ષ 2020-21માં રૂપિયા140 કરોડ અને નાણાકીય વર્ષ 2021-22માં રૂપિયા 77.91 કરોડ જાહેર કર્યા છે. ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે નવા સ્થાન માટે બાકી વન મંજૂરી, સ્થાનિક જૂથો અને બ્રુ સ્થળાંતર કરનારાઓ વચ્ચેના વિવાદો અને રાજ્ય સરકાર દ્વારા ઓળખવામાં આવેલા ચોક્કસ સ્થળોની મુલાકાત લેવાની બ્રુ સ્થળાંતરકારોની અનિચ્છા તેમજ કોરોના સંક્રમણની પ્રક્રિયાના પુનર્વસનને અસર થઈ છે.