ETV Bharat / bharat

શાહ, રાજનાથ આજે આસામના પ્રવાસે, જનસભાને કરશે સંબોધિત - શાહ, રાજનાથ આજે આસામના પ્રવાસે

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આજે આસામમાં અલગ-અલગ જગ્યાએ ચૂંટણી પ્રચાર કરશે. રાજનાથ બિસ્વનાથ અને ગોલાઘાટ જિલ્લામાં ચાર રેલીઓને સંબોધન કરશે. તે જ સમયે અમિત શાહ આસામમાં જાહેર સભાઓ યોજ્યા બાદ બંગાળ જશે.

assam
assam
author img

By

Published : Mar 14, 2021, 10:54 AM IST

Updated : Mar 14, 2021, 12:45 PM IST

  • અમિત શાહ અને રાજનાથ સિંહ આસામના પ્રવાસે
  • શાહ- રાજનાથ અલગ અલગ જગ્યાએ ચૂંટણી પ્રચાર કરશે
  • શાહ ખડગપુરમાં કરશે રોડ શો

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આજે એટલે કે ગુરુવારના રોજ આસામમાં અલગ અલગ જાહેર સભાઓ કરશે.

શાહ- રાજનાથ અલગ અલગ જગ્યાએ ચૂંટણી પ્રચાર કરશે

રાજનાથ સિંહની 2 રેલી ગોહપુરના ચાના બગીચાઓમાં હશે. ગોહપુર એક ઐતિહાસિક સ્થળ છે, જે ભારત છોડો આંદોલન સાથે સંકળાયેલું છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, સંરક્ષણ પ્રધાન એક રેલીને બિસ્નાથ મતવિસ્તાર અંતર્ગત સદરુ ટી એસ્ટેટ ખાતે અને ડેફલાઘુર ટી એસ્ટેટ ખાતે બીજી એક રેલીને સંબોધિત કરશે. ભાજપના ઉમેદવાર પ્રમોદ બોર્થાકુર આ પ્રદેશમાંથી ચૂંટણી લડી રહ્યા છે.

આ પણ વાંચો: પ્રિયંકા ગાંધી આગામી વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર માટે પહોંચ્યાં આસામ

શાહ ખડગપુરમાં કરશે રોડ શો

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ રવિવારથી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આસામ અને પશ્ચિમ બંગાળના બે દિવસીય પ્રવાસ પર જશે, જ્યાં તેઓ જાહેર સભાઓને સંબોધન ઉપરાંત રાજકીય કાર્યક્રમોમાં ભાગ લેશે.

આસામ વિધાનસભાની 126 બેઠકો માટે મતદાન ત્રણ તબક્કામાં થશે

ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું કે, રવિવારે શાહ આસામમાં માર્ગારીટા અને નાઝીરામાં બે જાહેર સભાઓને સંબોધન કરશે. ત્યારબાદ તે બંગાળ જવા રવાના થશે અને સાંજે ખડગપુરમાં રોડ શો કરશે. આસામ વિધાનસભાની 126 બેઠકો માટે મતદાન ત્રણ તબક્કામાં 27 માર્ચ, 1 એપ્રિલ અને 6 એપ્રિલના રોજ યોજાશે.

આ પણ વાંચો: પોંડિચેરીમાં ભાજપની આગેવાનીમાં બનશે NDAની સરકાર : અમિત શાહ

સોમવારના રોજ ગુવાહાટી જશે શાહ

સોમવારે શાહ પશ્ચિમ બંગાળના ઝાડગ્રામ અને રાનીબંદમાં જાહેર સભાઓને સંબોધન કરશે અને ત્યારબાદ ગુવાહાટી જવા રવાના થશે. ત્યાં તેઓ ટાઉનહોલના કાર્યક્રમને સંબોધન કરશે.

ભાજપ હિંસા માટે શાસક તૃણમૂલ કોંગ્રેસને દોષી ઠેરવી રહ્યું છે

પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ કહ્યું કે, શાહ અને ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા પશ્ચિમ બંગાળમાં પાર્ટીના 129 કાર્યકરોના પરિવારને પણ મળી શકે છે, જે છેલ્લા પાંચ વર્ષમાં રાજકીય હિંસામાં કથિત રીતે માર્યા ગયા હતા. ભાજપ હિંસા માટે શાસક તૃણમૂલ કોંગ્રેસને દોષી ઠેરવી રહ્યું છે.

આ પણ વાંચો: દેશના પાંચ રાજ્યોમાં સામાન્ય ચૂંટણીઓ જાહેર, જાણો મતદાન-પરિણામ કઇ તારીખે?

Last Updated : Mar 14, 2021, 12:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.