- આર્યન ખાનની જામીન અરજી પર બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી
- અરબાઝ મર્ચન્ટના વકીલ અમિત દેસાઈ પોતાની દલીલો રજૂ કરી
- અમિત દેસાઈએ ધરપકડનો મેમો વાંચવાનું શરૂ કર્યું
- હાઈકોર્ટ આવતીકાલે જામીનનો નિર્ણય લેશે
મુંબઇ: મુંબઈની આર્થર રોડ જેલમાં(Arthur Road Prison) ડ્રગ્સ કેસમાં બંધ શાહરૂખ ખાનના (Shah Rukh Khan)પુત્ર આર્યન ખાનના જામીન પર બોમ્બે હાઈકોર્ટ (Bombay High Court)માં બુધવારે ફરી સુનાવણી કરવામા આવી હતી. અરબાઝ મર્ચન્ટના વકીલ અમિત દેસાઈ પોતાની દલીલો રજૂ કરી રહ્યા છે. આર્યનના વકીલ મુકુલ રોહતગીએ મંગળવારે દલીલો કરી હતી. આજે માત્ર આર્યનના જામીનનો નિર્ણય (Bombay High Court hears Aryan Khan's bail plea) થવાનો હતો તે હવે આવતીકાલ ઉપર રખાયો છેે.
અમિત દેસાઈએ ધરપકડનો મેમો વાંચવાનું શરૂ કર્યું
તેમની દલીલો શરૂ કરતા અમિત દેસાઈએ ધરપકડનો મેમો વાંચવાનું શરૂ કર્યું (Amit Desai starts reading arrest memo) અને કોર્ટને જણાવ્યું કે 3 ઓક્ટોબરના રોજ થયેલી ધરપકડના મેમોમાં ક્યાંય કોઈ કાવતરું કે દાણચોરી નથી. તે માત્ર ડ્રગના સેવનની બાબત છે.
આર્યન ખાનની જામીન અરજી પર બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી
આર્યન ખાનના જામીન પર બોમ્બે હાઈકોર્ટ આજે ફરી સુનાવણીમાં વકીલ મુકુલ રોહતગીએ આર્યન ખાનનું પ્રતિનિધિત્વ કર્યુ હતુ. આર્યન ખાનના વકીલ મુકુલ રોહતગીએ બોમ્બે હાઈકોર્ટમાં NCBAનો સખત વિરોધ કર્યો હતો અને આર્યન ખાનની તરફેણ કરી હતી. આર્યન ખાનના વકીલ મુકુલ રોહતગીએ કોર્ટમાં ધરપકડ વિરુદ્ધ અનેક દલીલો રજૂ કરી હતી. આર્યન ખાનની ધરપકડ પર મુકુલ રોહતગીએ NCB પર ઘણા સવાલો પણ ઉઠાવ્યા હતા.
શું છે સમગ્ર મામલો?
2 ઓક્ટોબરની રાત્રે મુંબઈથી ગોવા જઈ રહેલી કોર્ડેલિયા ક્રૂઝમાં ડ્રગ્સ પાર્ટી ચાલી રહી હોવાની ગુપ્ત બાતમી પરથી મુંબઈ NCBના ઝોનલ ઓફિસર સમીર વાનખેડેના નેતૃત્વમાં દરોડો પાડવામાં આવ્યો હતો. NCBએ સ્થળ પરથી આર્યન ખાન સહિત સાત લોકોની ધરપકડ કરી હતી. ત્યારપછી આર્યન ખાને ચાર વખત જામીન અરજી કરી હતી, જે દરેક વખતે ફગાવી દેવામાં આવી હતી. બુધવારે આર્યન ખાનના જામીન પર મોટો નિર્ણય આવવાની આશા છે.