નવી દિલ્હી: નવી દિલ્હી: સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે શનિવારે આર્મી, નેવી અને એરફોર્સના ટોચના અધિકારીઓ સાથે બેઠક યોજી (Agnipath Scheme Violence) હતી. આ બેઠકમાં, અગ્નિપથ લશ્કરી ભરતી યોજનાના અમલીકરણના વિરોધ બાદ સર્જાયેલી એકંદર પરિસ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચા બાદ રક્ષા પ્રધાને ટ્વીટ કરીને મોટી જાહેરાત કરી (Rajnath Singh On Agnipath Scheme ) છે.
-
Raksha Mantri Shri @rajnathsingh has approved a proposal to reserve 10% of the job vacancies in Ministry of Defence for ‘Agniveers’ meeting requisite eligibility criteria.
— रक्षा मंत्री कार्यालय/ RMO India (@DefenceMinIndia) June 18, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Raksha Mantri Shri @rajnathsingh has approved a proposal to reserve 10% of the job vacancies in Ministry of Defence for ‘Agniveers’ meeting requisite eligibility criteria.
— रक्षा मंत्री कार्यालय/ RMO India (@DefenceMinIndia) June 18, 2022Raksha Mantri Shri @rajnathsingh has approved a proposal to reserve 10% of the job vacancies in Ministry of Defence for ‘Agniveers’ meeting requisite eligibility criteria.
— रक्षा मंत्री कार्यालय/ RMO India (@DefenceMinIndia) June 18, 2022
નોકરીમાં 10 ટકા અનામત : રાજનાથ સિંહે ટ્વીટ કરીને લખ્યું કે, સંરક્ષણ મંત્રાલયની નોકરીમાં 10 ટકા અનામત આપવામાં આવશે. આ બેઠકમાં વાયુસેનાના વડા એર ચીફ માર્શલ વીઆર ચૌધરી, નૌકાદળના વડા એડમિરલ આર હરિ કુમાર અને આર્મી સ્ટાફના વડા જનરલ બીએસ રાજુએ હાજરી આપી હતી. માહિતી અનુસાર, બેઠકમાં મુખ્યત્વે 'અગ્નિપથ' યોજનાને વહેલી તકે લાગુ કરવા અને આંદોલનકારીઓને શાંત પાડવાના માર્ગો પર ચર્ચા કરવામાં આવી હતી.
ત્રણેય સેનાના અધિકારીઓ હાજર : રક્ષા મંત્રી રાજનાથસિંહે (The Ministry of Home Affairs) શનિવારે આર્મી, નેવી અને એરફોર્સના અધિકારીઓ (Defense Officers and Authorities) સાથે એક મહત્ત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં અગ્નિપથ સૈન્ય (Agnipath Scheme Delhi) ભરતી યોજનાનું એલાન થતા વિરોધને કારણે ઊભી થયેલી પરિસ્થિતિ અંગે સમીક્ષા (Review Meeting with Defense wings) કરવામાં આવી છે. ત્રણ દિવસમાં તીવ્ર વિરોધ અને આગના બનાવને કારણે સરકારી સંપત્તિઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. આ બેઠકમાં એરફોર્સના ચીફ ઓફિસર ચીફ માર્શલ વીઆર ચૌધરી, નૌસેના પ્રમુખ એડમિરલ આર હરીકુમાર અને સેનાધ્યક્ષ બી એસ રાજુએ (The Ministry of Home Affairs Rajnathsingh) આ બેઠકમાં ખાસ હાજરી આપી હતી.
આ પણ વાંચો: અગ્નિપથ યોજનાના વિરોધમાં આજે બિહાર બંધ, પોલીસકર્મીઓ પર થયો પથ્થરમારો
યોજના લાગુ કરવામાં વિચારણા: અગ્નિપથ યોજનાને ઝડપથી લાગુ કરવા માટે અને આંદોલનને શાંત કરવા માટે કેટલાક પાસાઓ પર ચર્ચા થઈ છે. સેના પ્રમુખ મનોજ પાંડે આ બેઠકમાં સામિલ થયા નથી. કારણ કે તેઓ ઓફિશિયલ વિઝિટ તરીકે હૈદરાબાદમાં હતા. ત્રણ સુરક્ષા પાંખે એક નવા મોડલ અંતર્ગત રજીસ્ટ્રેશન માટેની પ્રક્રિયાનું એલાન કર્યું છે. એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ કહ્યું કે, નવી યોજના અંતર્ગત ભરતી માટે તારીખ 24 જુનથી એરફોર્સ પહેલી ભરતી કરશે. જેના બે દિવસ બાદ સેના અભ્યાસ શરૂ થશે.
નેવીએ જણાવ્યું: ભારતીય નૌસેનાએ જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં નેવીમાં પણ ભરતી શરૂ થશે. ભરતી માટેની કેટલીક સૂચનાઓ એક અઠવાડિયામાં જાહેર કરી દેવામાં આવશે. નવી યોજના અંતર્ગત ત્રણેય સુરક્ષા પાંખ આગામી વર્ષ જુન મહિના સુધી ભરતી કરવા માટે પહેલા બેચ સુધીની યોજના તૈયાર કરી ચૂકી છે. આ પહેલા રક્ષા કાર્યાલય તરફથી એવું ટ્વીટ કરવામાં આવ્યું હતું કે, જે યુવાનો સૈન્યમાં ચાર વર્ષની સેવા આપ્યા બાદ બહાર આવશે એમને આજીવન અગ્નિવીર તરીકે ઓળખવામાં આવશે. એમની સર્વિસ પૂરી થયા બાદ એમને સરકારી વિભાગમાં પ્રાથમિકતા આપવા માટેની જાહેરાત થઈ ચૂકી છે.
આ પણ વાંચો: જૌનપુરમાં ઉગ્ર થયા પ્રદર્શનકારીઓ, બસમાં લગાડી આગ
શું કહ્યું રાજનાથસિંહે: અગ્નિવીર એ માત્ર ભરતી માટેની યોજના નથી. નવા યુવાનો જવાનોને લાવવા માટેનું માધ્યમ નથી. આ યોજના અંતર્ગત યુવાનોને એક ક્વોલિટી ટ્રેનિંગ આપવામાં આવશે. જે ટ્રેનિંગ હાલ સૈન્યના જવાનોને મળી રહી છે. ટ્રેનિંગનો સમય ભલે ટૂંકો હોય પણ ક્વોલિટી સાથે કોઈ પ્રકારની બાંધછોડ થવાની નથી. આઠ વર્ષમાં દરેક ભારતીયોએ એવો અહેસાસ કર્યો છે કે, ભારતમાં એક એવી સરકાર છે કે, માત્ર સરહદની ચિંતા જ નથી કરતી પણ દરેક ક્ષેત્રનો વિચાર કરે છે.