ETV Bharat / bharat

રામ મંદિરના ઉદ્ઘાટન પહેલાં અમેરિકામાં ઉજવણી, વોશિંગ્ટનમાં હિન્દુ સમુદાય દ્વારા કાર રેલીનું આયોજન - અયોધ્યામાં રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા

અમેરિકાના વોશિંગ્ટન ડીસી વિસ્તારમાં હિન્દુ અમેરિકનોએ અયોધ્યા રામ મંદિરના આગામી અભિષેકની ઉજવણી કરવા માટે 'અયોધ્યા વે' સ્ટ્રીટમાં આવેલા સ્થાનિક હિન્દુ મંદિર, શ્રી ભક્ત અંજનેય મંદિર ખાતે મીની કાર અને બાઇક રેલીનું આયોજન કર્યું હતું.

રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં અમેરિકામાં ઉજવણી

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 17, 2023, 12:44 PM IST

વોશિંગ્ટન(અમેરિકા): અયોધ્યામાં રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 22મી જાન્યુઆરીના રોજ થનાર છે. જેને લઈને ન માત્ર ભારતમાં પરંતુ દેશ-વિદેશમાં વસતાં હિન્દુ લોકો ઉત્સવ મનાવી રહ્યા છે. ત્યારે વોશિંગ્ટનમાં હિંદુ અમેરિકન સમુદાયના સભ્યોએ અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહની ઉજવણી માટે કાર રેલીનું આયોજન કર્યું હતું. લોકો 'ફ્રેડરિક સિટી મેરીલેન્ડ' નજીક 'અયોધ્યા વે' પર આવેલા શ્રી ભક્ત અંજનેય મંદિરમાં એકઠા થયા હતા. આ દરમિયાન કાર અને બાઇક પરથી ભગવા ઝંડા ફરકાવવામાં આવ્યા હતા.

  • #WATCH | Hindu Americans in the Washington, DC area organized a mini car and bike rally at a local Hindu Temple, Shri Bhakta Anjaneya Temple in the street 'Ayodhya Way' to celebrate the upcoming Pran Pratishtha' at the Ayodhya Ram Temple pic.twitter.com/6EQQ1yHHwp

    — ANI (@ANI) December 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા ઉજવણી: 'વિશ્વ હિન્દુ પરિષદ ઓફ અમેરિકા ડીસી' યુનિટના પ્રમુખ મહેન્દ્ર સાપાએ કહ્યું કે હિન્દુઓના 500 વર્ષના સંઘર્ષ બાદ ભગવાન શ્રી રામ મંદિરનું ઉદ્ઘાટન (મૂર્તિનો અભિષેક) કરવામાં આવી રહ્યો છે. ભારતમાં રામ મંદિરના ઉદ્ધાટન પહેલા અમેરિકાના વોશિંગ્ટનમાં ઉજવણી માટે અહીં એક મહિના સુધી વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે.

  • Hindu Americans in the Washington, DC area organized a mini car and bike rally at a local Hindu Temple, Shri Bhakta Anjaneya Temple in the street 'Ayodhya Way' to celebrate the upcoming Pran Pratishtha' at the Ayodhya Ram Temple pic.twitter.com/10KBFKoXim

જાણો કયાં કાર્યક્રમો કરશે: મહેન્દ્ર સાપાએ જણાવ્યું કે અમે લગભગ 1,000 અમેરિકન હિન્દુ પરિવારો સાથે આવતા વર્ષે 20 જાન્યુઆરીએ વોશિંગ્ટનમાં ઐતિહાસિક ઉત્સવનું આયોજન કરી રહ્યા છીએ. ઉત્સવમાં રામલીલાનું આયોજન કરવામાં આવશે, શ્રી રામની કથાઓ સંભળાવવામાં આવશે, શ્રી રામની પૂજા કરવામાં આવશે, ભગવાન શ્રી રામ અને તેમના પરિવાર માટે ભજન ગાવામાં આવશે. આ ઉત્સવમાં વિવિધ વયજૂથના લોકો ભગવાન શ્રી રામના જીવન પર આધારિત લગભગ 45 મિનિટનું પ્રેઝન્ટેશન આપશે. જે અમેરિકામાં જન્મેલા બાળકો સમજી શકે છે.

સહ-આયોજક પ્રેમકુમાર સ્વામીનાથન, સ્થાનિક તમિલ હિંદુ નેતા, તમિલ ભાષામાં ભગવાન શ્રી રામની પ્રશંસા કરી અને યુએસમાં 20 જાન્યુઆરીએ યોજાનારા ઉત્સવમાં તમામ પરિવારોને આમંત્રણ આપ્યું.

  1. અયોધ્યાના રામ મંદિરમાં પુજારી તરીકે મોહિત પાંડેની પસંદગી, દૂધેશ્વર વેદ વિધ્યાપીઠના રહી ચુક્યાં છે વિદ્યાર્થી
  2. અયોધ્યા રામ મંદિર માટે અમદાવાદમાં ધ્વજ સ્તંભ બનાવવામાં આવી રહ્યો છે

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.