- શનિવારે મોડી રાત સુધી રાહુલ ગાંધીએ સોની સાથે બેઠક કરી હતી
- અંબિકાએ એક શીખને પંજાબના મુખ્યપ્રધાન બનાવવાનું સૂચન કર્યું છે
- કોંગ્રેસ નેતા અંબિકા સોનીએ પંજાબના મુખ્યપ્રધાન બનવાની ના પાડી દીધી છે
નવી દિલ્હી: કોંગ્રેસ નેતા અંબિકા સોનીએ પંજાબના મુખ્યપ્રધાન બનવાની ના પાડી દીધી છે. તેમની નજીકના સૂત્રોએ જણાવ્યું કે, તેમણે તેના બદલે એક શીખને પંજાબના મુખ્યપ્રધાન બનાવવાનું સૂચન કર્યું છે. અગાઉ, શનિવારે મોડી રાત સુધી રાહુલ ગાંધીએ સોની સાથે બેઠક કરી હતી. અમરિંદર સિંહના રાજીનામા બાદ અંબિકાને મુખ્યપ્રધાન બનાવવાનો વિચાર કરતા કોંગ્રેસને હવે ના પાડ્યા બાદ પ્રતાપ સિંહ બાજવા, સુખવિંદર સિંહ રંધાવા અને રવનીત સિંહ બિટ્ટુ સહિત અન્ય નામો પર વિચાર કરી રહી છે. અગાઉ પાર્ટીએ સુનિલ જાખરને મુખ્યપ્રધાન બનાવવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ હવે પાર્ટીનું નેતૃત્વ તેમના નામ પર વિચાર કરી રહ્યું નથી.
પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોડી રાત્રે એક બેઠક યોજી હતી
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોડી રાત્રે એક બેઠક યોજી હતી. જેમાં પાર્ટી નેતા અંબિકા સોની, મહાસચિવ સંગઠન કે.સી. વેણુગોપાલ ઉપસ્થિત રહ્યા હતા. મધ્યરાત્રિ બાદ બેઠક સમાપ્ત થઈ. સૂત્રોના જણાવ્યા અનુસાર નવા મુખ્યપ્રધાન સાથે અમરિંદર સિંહને શાંત કરવાની રણનીતિ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. અંબિકા સોની પંજાબની છે, તેથી પાર્ટીનું નેતૃત્વ ઇચ્છે છે કે, તેઓ ચૂંટણી સુધી મુખ્યપ્રધાન રહે. નોંધનીય છે કે, પંજાબ વિધાનસભા ચૂંટણી 2022 પહેલા કોંગ્રેસ માટે અચાનક મુશ્કેલીઓ વધી ગઈ છે.
પાર્ટી ચૂંટણી પહેલા એક બિન-શીખ ચહેરો રજૂ કરવા માંગે છે
સૂત્રોએ જણાવ્યું હતું કે, પાર્ટી ચૂંટણી પહેલા એક બિન-શીખ ચહેરો રજૂ કરવા માંગે છે, જે રાજ્યમાં મજબૂતી મેળવી રહેલી AAP ને ટક્કર આપે છે. સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે, પાર્ટી નવજોત સિંહ સિદ્ધુ, એક શીખને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને બિન-શીખ મુખ્યપ્રધાન ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઈચ્છે છે.