કોલકાતા: નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન (Nobel Prize Winning Economist Amartya Sen) પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા આપવામાં આવતો 'બંગા વિભૂષણ' એવોર્ડ (Banga Vibhushan Award) લઈ શકશે નહીં. તેના પરિવારજનોએ રવિવારે આ માહિતી આપી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સેને જુલાઈના પહેલા સપ્તાહમાં રાજ્ય સરકારના અધિકારીઓને જાણ કરી હતી કે, તેઓ એવોર્ડ વિતરણ સમારોહ દરમિયાન ભારતમાં નહીં હોય. આ પુરસ્કારો સોમવારે કોલકાતામાં એનાયત થવાના છે.
આ પણ વાંચો: ચોમાસું સત્ર 2022: સ્મૃતિ ઈરાની સાથેનો મામલો સંસદમાં ઉઠાવવાની શક્યતા
બંગ વિભૂષણ એવોર્ડ : સેનના પરિવારના એક સભ્યએ કહ્યું, "તે હાલમાં યુરોપમાં છે." સેનની પુત્રી અંતરા દેવ સેને એક સ્થાનિક ન્યૂઝ ચેનલને જણાવ્યું કે, "તેમને ઘણા પુરસ્કારો મળ્યા છે અને તેઓ ઈચ્છે છે કે બંગ વિભૂષણ એવોર્ડ અન્ય લોકોને આપવામાં આવે."
આ પણ વાંચો: President Oath Taking Ceremony : દેશના 15મા રાષ્ટ્રપતિ તરીકે દ્રૌપદી મુર્મુએ શપથ ગ્રહણ કર્યા