- અમરિંદર સિંહે અમિત શાહ સાથે લગભગ એક કલાક મુલાકાત કરી
- પંજાબના ખેડૂતોનો મુદ્દો અને કૃષિ બિલ વિધાનસભા ચૂંટણીમાં સૌથી મોટા મુદ્દા
- હું ભાજપમાં જોડાતો નથી, પરંતુ કોંગ્રેસ છોડી રહ્યો છું: અમરિંદર સિંહ
નવી દિલ્હી: પંજાબના પૂર્વ મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહે (Former Chief Minister Capt. Amarinder Singh) કહ્યું છે કે, તેઓ ભાજપની સાથે જઈ રહ્યા નથી. એક ખાનગી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે, હું ભાજપમાં જોડાતો નથી પણ કોંગ્રેસ છોડી રહ્યો છું, અપમાન સહન કરી શકતો નથી.
અમરિંદર સિંહ કરી હતી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની મુલાકાત
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં કેપ્ટન અમરિંદર સિંહ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ( Union Home Minister Amit Shah)ને મળ્યા હતા. શાહને મળ્યા બાદ અમરિન્દર સિંહે એક ટ્વિટમાં લખ્યું હતું કે, અમિત શાહ સાથેની મુલાકાત દરમિયાન તેમણે કૃષિ કાયદાઓથી થતા અવરોધ વિશે વાત કરી હતી. 18 સપ્ટેમ્બરે પંજાબના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપ્યા બાદથી કેપ્ટન અમરિંદર કોંગ્રેસથી નારાજ છે. અમરિંદર સિંહે નવજોત સિંહ સિદ્ધુ પ્રત્યે ખાસ કરીને આક્રમક વલણ અપનાવ્યું છે. રાજીનામું આપ્યા બાદ કેપ્ટને કહ્યું કે તેમનું અપમાન કરવામાં આવ્યું છે.
પંજાબના ખેડૂતોના મુદ્દા અને કૃષિ બિલ વિધાનસભા ચૂંટણીમાં સૌથી મોટો મુદ્દો
ઉલ્લેખનિય છે કે, કેપ્ટન અમરિંદર સાંજે લગભગ 5 વાગ્યાને 50 મિનિટે શાહના ઘરે પહોંચ્યા હતા અને લગભગ એક ક્લાક સુધી મુલાકાત ચાલી હતી. ત્યારબાદ કેપ્ટન બીજા ગેટથી નીકળી ગયા. તેમની ગાડીઓ અમિત શાહના ઘરેથી નીકળતી જોવા મળી હતી, પરંતુ તેમાં અમરિંદર સિંહ બેઠા ન હતા. અમિત શાહ સાથે તેમની મુલાકાતને લઇને અમરિંદરના લોકો દાવો કરી રહ્યા છે કે, આ મુલાકાતમાં પંજાબની રાજનિતીક સ્થિતિની સાથે સાથે પંજાબના ખેડૂતોને લઇને પણ બન્ને વચ્ચે લાંબી ચર્ચા થઇ છે. પંજાબના ખેડૂતોના મુદ્દા અને કૃષિ બિલ આ વખતની વિધાનસભા ચૂંટણીમાં સૌથી મોટો મુદ્દો છે.
દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી
પંજાબના પૂર્વ મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહે અમિત શાહ સાથે મુલાકાત લીધા બાદ ટ્વીટ કરતા કહ્યું કે, દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી. કૃષિ કાનૂન વિરુદ્ધ લાંબા સમયથી ચાલે રહેલા ખેડૂતોના આંદોલન પર ચર્ચા કરી અમે તેમને પાક વિવિધીકરણમાં પંજાબના સમર્થન કર્યા સિવાય, કાયદાને રદ કરવા અને એમએસપીની ગેરંટી સાથે સંકટનું તાત્કાલિક નિવારણ લાવવાનો આગ્રહ કર્યો. આ પહેલા અમરિંદર સિંહના મીડિયા સલાહકાર નવીન ઠુકરાને પણ જાણકારી આપી હતી.
કોંગ્રેસના દિગ્ગજ નેતાએ તેમના કટ્ટર હરીફ નવજોત સિંહ સિદ્ધુ પર પણ આકરા પ્રહારો કર્યા
કોંગ્રેસના દિગ્ગજ નેતાએ તેમના કટ્ટર હરીફ નવજોત સિંહ સિદ્ધુ પર પણ આકરા પ્રહારો કર્યા હતા, જેમને પક્ષના પંજાબ એકમના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સિદ્ધુએ મંગળવારે કોંગ્રેસના પંજાબ એકમના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું. પોતાના રાજકીય ભવિષ્ય અંગે સિંહે કહ્યું હતું કે, તેમની સામે તેમની પાસે ઘણા વિકલ્પો છે. પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી નવજોત સિંહ સિદ્ધુએ રાજીનામું આપ્યા બાદ અમરિંદર સિંહે કહ્યું હતું કે, તેઓ એક "સ્થિર અને ખતરનાક" વ્યક્તિ છે અને સરહદી રાજ્ય પંજાબ ચલાવવા માટે યોગ્ય નથી.
સિદ્ધૂના રાજીનામાને લઇને અમરિંદર સિંહે કરાર કર્યો હતો"નાટક"
સિદ્ધુના રાજીનામાને "નાટક" ગણાવતા સિંહે એમ પણ કહ્યું હતું કે, તેમના આ પગલાથી ખબર પડે છે કે, તેઓ કોંગ્રેસ છોડીને વિધાનસભાની ચૂંટણી માટે અન્ય પાર્ટીમાં જોડાવાની ભૂમિકા ભજવી રહ્યા છે. તેણે કહ્યું હતું કે, 'હું આ છોકરા (સિદ્ધુ) ને નાનપણથી ઓળખું છું અને ક્યારેય ટીમનો ખેલાડી રહ્યો નથી. આ સિદ્ધુનું અસલી પાત્ર છે. 'તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, કેવી રીતે સિદ્ધુએ 1996 માં ભારતીય ક્રિકેટ ટીમ છોડી હતી.
દિલ્હી મુલાકાતનો હેતુ માત્ર કપૂરથલા હાઉસ ખાલી કરવાનો હતો: અમરિંદર સિંહ
દિલ્હી પહોંચ્યા બાદ અમરિંદર સિંહે પત્રકારોને જણાવ્યું હતું કે, તેમની દિલ્હી મુલાકાતનો હેતુ માત્ર કપૂરથલા હાઉસ (સત્તાવાર નિવાસસ્થાન) ખાલી કરવાનો હતો અને તેઓ કોઈ રાજકીય બેઠકો કે પ્રવૃત્તિઓ નહીં કરે. જો કે, એવા અહેવાલો હતા કે તેઓ ભાજપના કેટલાક ટોચના નેતાઓને મળી શકે છે. ભવિષ્યમાં તેમની ભૂમિકા શું હશે તે પૂછવામાં આવતા પૂર્વ મુખ્યપ્રધાને કહ્યું કે, આ અંગે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિને સવાલ કરો.
આ પણ વાંચો: