નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાનીમાં ઈન્ડિયા ગેટ (India Gate in the national capital) પર છેલ્લા 50 વર્ષથી પ્રગટી રહેલી અમર જવાન જ્યોતિનો શુક્રવારે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પ્રગટી રહેલી જ્યોતમાં વિલય કરવામાં આવશે. સેનાના અધિકારીએ ગુરુવારે આ અંગે માહિતી આપી હતી.
આ પણ વાંચો- ગણતંત્ર દિવસ વિશેષ: વડાપ્રધાન મોદીએ 48 વર્ષથી ચાલતી કઇ પરંપરા તોડી, જુઓ વીડિયો...
ભારતીય સૈનિકોની યાદમાં અમર જવાન જ્યોતિની સ્થાપના થઈ હતી
અમર જવાન જ્યોતિની સ્થાપના તે ભારતીય સૈનિકોની યાદમાં (Immortal Jawan Jyoti in memory of Indian soldiers) કરવામાં આવી હતી, જે 1971માં ભારત પાકિસ્તાન યુદ્ધમાં શહીદ થયા હતા. આ યુદ્ધમાં ભારતનો વિજય થયો હતો અને બાંગ્લાદેશની સ્થાપના થઈ હતી. તત્કાલીન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીએ 26 જાન્યુઆરી 1972માં આનું ઉદ્ઘાટન કર્યું હતું.
આ પણ વાંચો- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા ગેટ પર 'હુનર હાટ'ની મુલાકાત લીધી
રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પ્રગટી રહેલી જ્યોતમાં કરાશે વિલય
સેનાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, અમર જવાન જ્યોતિને શુક્રવારે બપોરે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પ્રગટી રહેલી જ્યોતમાં વિલય કરવામાં (Immortal Jawan Jyoti to merge into the flame shining on the National War Memorial) આવશે, જે ઈન્ડિયા ગેટની બીજી તરફ માત્ર 400 મીટર દૂર આવેલી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ફેબ્રુઆરી 2019ના દિવસે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકનું ઉદ્ઘાટન કર્યું હતું, જ્યાં 25,942 સૈનિકોના નામ સુવર્ણ અક્ષરોમાં લખવામાં આવ્યા છે.