મથુરા/પ્રયાગરાજઃ મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ (Shri Krishna Janmbhoomi Dispute) વિવાદના કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અલ્હાબાદ હાઈકોર્ટે મથુરા કોર્ટને (Allahabad Hc Directs Mathura Court ) મૂળ કેસ સાથે સંબંધિત તમામ અરજીઓનો વહેલી તકે નિકાલ કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે વધુમાં વધુ 4 મહિનામાં તમામ અરજીઓનો નિકાલ કરવાનો નિર્દેશ આપ્યો છે.
આ પણ વાંચો: 'તાજમહેલ કોણે બનાવ્યો, પહેલા ભણો', 22 રૂમ ખોલવા પર હાઈકોર્ટેની ફટકાર
હાઈકોર્ટે સુન્ની વક્ફ બોર્ડ અને અન્ય પક્ષકારોને સુનાવણીમાં હાજર ન રહેવા માટે એકસ-પાર્ટી ઓર્ડર આપવાનો નિર્દેશ આપ્યો છે. આ મામલાની સુનાવણી જસ્ટિસ સલિલ કુમાર રાયની સિંગલ બેંચમાં થઈ હતી. મનીષ યાદવની અરજી પર સુનાવણી કરતા અલ્હાબાદ હાઈકોર્ટે ચુકાદો આપ્યો (Allahabad Hc on Shri Krishna Janmbhoomi) છે. મથુરા કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં જન્મસ્થળ વિવાદ સંબંધિત તમામ કેસોની સુનાવણી પૂર્ણ કરવાની અને તેના નિકાલની વહેલી તકે માંગ કરવામાં આવી હતી.
19 મેના રોજ ચુકાદો સંભળાવશે: મથુરા કોર્ટમાં ચાલી રહેલા તમામ કેસોને ક્લબ કરવાની અને તેમની સાથે મળીને સુનાવણી કરવાની માંગ પણ કરવામાં આવી હતી. શ્રી કૃષ્ણ જન્મભૂમિની 13.37 એકર જમીનની માલિકીની માંગ કરતી અરજી મથુરાની કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. ગયા અઠવાડિયે, મથુરાની એક જિલ્લા અદાલતે શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઇદગાહ વિવાદ પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. ડિસ્ટ્રિક્ટ જજ રાજીવ ભારતી 19 મેના રોજ પોતાનો ચુકાદો સંભળાવશે કે, આ મામલો જાળવી શકાય છે કે નહીં.
આ પણ વાંચો: ગુજરાતમાં પણ બની હૈદરાબાદ જેવી ઘટના, મુસ્લિમ યુવતીને મળ્યો 'લવ'માં લોસ્ટ
શ્રી કૃષ્ણ જન્મભૂમિમાં બનેલી શાહી ઈદગાહ મસ્જિદને હટાવવાની માંગ પણ ઘણી જૂની છે. કોર્ટે વર્ષ 2020માં મસ્જિદને હટાવવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટના એડવોકેટ રંજના અગ્નિહોત્રી સહિત અન્ય 6 કૃષ્ણ ભક્તોએ ઠાકુરના વતી વાદી બનાવીને સપ્ટેમ્બર 2020માં મથુરાના સિવિલ જજ (વરિષ્ઠ વિભાગ)ની કોર્ટમાં દાવો કર્યો હતો કે, વર્ષ 1969માં શ્રી કૃષ્ણ જન્મસ્થાન સેવા સમિતિ અને શાહી ઇદગાહ પ્રજાતનિયા સમિતિ વચ્ચે થયેલો કરાર સંપૂર્ણપણે ગેરકાયદેસર હતો, કારણ કે શ્રી કૃષ્ણ જન્મસ્થાન સેવા સમિતિને આવો કરાર કરવાનો કોઈ કાયદેસર અધિકાર નહોતો.