નવી દિલ્હીઃ ગુરૂવારથી સંસદનું મોનસુન સત્ર શરૂ થઈ રહ્યું છે. આ પહેલા કેન્દ્ર સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. જેમાં જુદા જુદા પક્ષના નેતાઓ પણ જોડાશે અને પોતાના મુદ્દાઓ સંસદમાં રજૂ કરશે. બુધવારે રાજકીય પક્ષોની બેઠકનું બપોરના સમયે આયોજન કરવામાં આવ્યું હતું. સંસદના ગ્રંથાલય ભવનમાં આ બેઠક યોજાઈ હતી. આ પહેલા રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ તરફથી મંગળવારે તારીખ 18 જુલાઈના રોજ એક બેઠકનું આયોજન કરાયું હતું. જે પછીથી રદ્દ કરવામાં આવ્યું હતું.
11 ઓગસ્ટ સુધી ચાલશેઃ તારીખ 20 જુલાઈથી સંસનું મોનસુન સત્ર શરૂ થશે. જે 11 ઓગસ્ટ સુધી ચાલશે. આ વખતો મોનસુન સત્ર તોફાની બની રહેશે એવા અણસાર દેખાઈ રહ્યા છે. વિપક્ષ સરકારને જુદા જુદા મુદ્દાઓ પર ઘેરવાનો પ્રયાસ કરશે. એક તરફ શાસક પક્ષ મહત્વના બિલો પસાર કરાવવાનો પ્રયાસ કરશે તો બીજી તરફ વિપક્ષ મણિપુર હિંસા, રેલ સુરક્ષા, મોંઘવારી અને જેપીસીની સ્થાપનાની માંગ, અદાણી કેસ સહિતના અન્ય મુદ્દાઓ પર સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. લોકસભા સચિવાલયનું બુલેટિન નોટિફિકેશન મુજબ, સંસદના મનસૂત્ર સત્ર અથવા 17ના 12માં સત્ર દરમિયાન હાથ ધરવામાં આવનાર સરકારી કારોબારની સંભવિત યાદીમાં 21 નવા બિલ રજૂ કરવા અને પસાર કરવા માટે સામેલ કરવામાં આવ્યા છે. આમાં દિલ્હી નેશનલ કેપિટલ ટેરિટરી ગવર્નમેન્ટ એમેન્ડમેન્ટ બિલ 2023 પણ સામેલ છે. સંબંધિત વટહુકમને બદલવા માટે આ બિલ રજૂ કરવામાં આવશે. આમ આદમી પાર્ટી આ મુદ્દે સરકાર પર નિશાન સાધી રહી છે.
મહત્ત્વના બિલ રજૂ થશેઃ સરકારી સૂત્રોનું કહેવું છે કે સત્રમાં મહત્વપૂર્ણ બિલો રજૂ કરવામાં આવનાર છે, એ રીતે તમામ પક્ષોએ સત્ર ચલાવવામાં સહકાર આપવો જોઈએ, કારણ કે સરકાર નિયમો અને પ્રક્રિયાઓ હેઠળ કોઈ પણ વિષય પર ચર્ચા કરવામાં પાછીપાની કરી રહી નથી. તે જ સમયે, કોંગ્રેસ પાર્ટીના સંસદીય વ્યૂહરચના જૂથની તાજેતરની બેઠકમાં, સત્ર દરમિયાન મણિપુર હિંસા, રેલ સુરક્ષા, સંઘીય માળખા પર કથિત હુમલા, GSTને PMLA હેઠળ લાવવા અને મોંઘવારી પર ચર્ચાની માંગ પર ભાર મૂકવાનું કહેવામાં આવ્યું હતું.