ETV Bharat / bharat

હિમાચલમાં હાઈ એલર્ટ, જાણો શા માટે તમામ આંતરરાજ્ય સરહદો સીલ કરી દેવામાં આવી - सिख फॉर जस्टिस गुरपतवंत सिंह पन्नू

હિમાચલ પ્રદેશના DGP સંજય કુંડુએ ધર્મશાલાના તપોવન ખાતે હિમાચલ પ્રદેશ વિધાનસભા સંકુલના ગેટની બહાર ખાલિસ્તાની ઝંડો લગાવ્યા બાદ રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર (high alert declared in Himachal) કર્યું છે.

હિમાચલમાં હાઈ એલર્ટ, જાણો શા માટે તમામ આંતરરાજ્ય સરહદો સીલ કરી દેવામાં આવી

author img

By

Published : May 9, 2022, 3:58 PM IST

શિમલાઃ હિમાચલ પ્રદેશના DGP સંજય કુંડૂએ રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર (high alert declared in Himachal) કર્યું છે. આ સાથે રાજ્યની સરહદો સીલ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. બોર્ડર પર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવી રહ્યો છે. સાથે જ હોટલ, ધર્મશાળાઓ અને ભીડભાડવાળા વિસ્તારોમાં પોલીસની ચાંપતી નજર છે.

હિમાચલમાં હાઈ એલર્ટ, જાણો શા માટે તમામ આંતરરાજ્ય સરહદો સીલ કરી દેવામાં આવી
હિમાચલમાં હાઈ એલર્ટ, જાણો શા માટે તમામ આંતરરાજ્ય સરહદો સીલ કરી દેવામાં આવી

આ પણ વાંચો: Bulldozer return from shaheen bagh: શાહીન બાગથી વીલા મોઢે પરત ફર્યુ બુલડોઝર, જાણો લોકોએ શું કર્યું

ડીજીપી સંજય કુંડુ (Himachal DGP Sanjay Kundu)એ રાજ્યમાં સ્પેશિયલ સિક્યુરિટી યુનિટ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ક્વિક રિએક્શન ટીમને હાઈ એલર્ટ પર રહેવાનો આદેશ પણ આપ્યો છે. આ ટીમને બસ સ્ટેશનો, નગરો, સરકારી ઈમારતો અને રાષ્ટ્રીય ઈમારતોની સુરક્ષાને વધુ મજબૂત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. પોલીસ રિપોર્ટ અનુસાર, શીખ ફોર જસ્ટિસના મુખ્ય આર્કિટેક્ટ ગુરપતવંત સિંહ પન્નુને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા છે. પન્નુએ 6 જૂને હિમાચલમાં ખાલિસ્તાન પર જનમત સંગ્રહમાં મતદાન કરવાની જાહેરાત કરી છે.

આ પણ વાંચો: Jammu Kashmir In Encounter : કુલગામમાં ઘર્ષણ, બે આતંકવાદીઓને કરાયા ઠાર

તમને જણાવી દઈએ કે ધર્મશાળાના તપોવન સ્થિત હિમાચલ વિધાનસભા (himachal assembly tapovan dharamshala) બિલ્ડિંગની બહાર ખાલિસ્તાની ઝંડા લગાવવાનો મામલો (khalistan flag on himachal assembly gate ) સામે આવ્યો હતો. રવિવારે સવારે જ્યારે સ્થાનિક લોકોને આ વાતની જાણ થઈ ત્યારે પોલીસને જાણ કરવામાં આવી હતી. મામલાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ મામલાની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. જોકે, વિધાનસભાના ગેટ પાસે સીસીટીવી કેમેરા નથી. તેમ છતાં પોલીસ નજીકમાં લાગેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે. વિધાનસભાની દિવાલો પર પણ ખાલિસ્તાન લખેલું છે. આ ધ્વજ અહીં કોણે મૂક્યા છે, તે અત્યારે જાણી શકાયું નથી. હાલ આ કેસમાં પોલીસ સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગઈ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.