ETV Bharat / bharat

EDની કસ્ટડીમાં વિભાગ વિનાના પ્રધાન રહેશે સત્યેન્દ્ર જૈન, વિભાગીય જવાબદારી સંભાળશે સિસોદિયા - Enforcement Directorate

પ્રવીણ શંકર કપૂરે આજે મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને (Chief Minister Arvind Kejriwal) પૂછ્યું છે કે, તેમને 18 પોર્ટફોલિયો સોંપનારા એક જ પ્રધાન મનીષ સિસોદિયામાં તેઓ શું ક્ષમતા જુએ છે? એક પ્રધાનને આટલા બધા વિભાગો આપવાના બોજથી સરકારનું કામ પ્રભાવિત થાય છે, ત્યારે યોગ્ય દેખરેખના અભાવે ભ્રષ્ટાચારની શક્યતાઓ પણ વધી જાય છે.

EDની કસ્ટડીમાં વિભાગ વિનાના પ્રધાન રહેશે સત્યેન્દ્ર જૈન, વિભાગીય જવાબદારી સંભાળશે સિસોદિયા

author img

By

Published : Jun 3, 2022, 7:15 AM IST

નવી દિલ્હીઃ મની લોન્ડરિંગ કેસમાં (Money Laundering Case) દિલ્હી સરકારના પ્રધાન સત્યેન્દ્ર જૈનની ધરપકડ બાદ તમામ જવાબદારી તેમની પાસેથી લેવામાં આવી છે. સત્યેન્દ્ર જૈન પાસે હાલમાં EDની (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) કસ્ટડીમાં કોઈ પોર્ટફોલિયો રહેશે નહીં, તેઓ વિભાગ વિના પ્રધાન તરીકે ચાલુ રહેશે.

મનીષ સિસોદિયા પાસે આ વિભાગો છે
મનીષ સિસોદિયા પાસે આ વિભાગો છે

આ પણ વાંચો: હિજાબ વિવાદ.. 16 વિદ્યાર્થિની ઓએ કોલેજમાં પ્રવેશ નકાર્યો, 6 વિદ્યાર્થિનીઓ સસ્પેન્ડ

નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા સાથે જોવા મળશે : કેજરીવાલ સરકારની કેબિનેટમાં સામેલ સત્યેન્દ્ર જૈન પાસે જે પણ જવાબદારીઓ હતી. હવે તેઓ નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા સાથે જોવા મળશે. સત્યેન્દ્ર જૈન પાસે આરોગ્ય, ઉદ્યોગ, વીજળી, ગૃહ વિભાગ, શહેરી વિકાસ, સિંચાઈ અને પૂર નિયંત્રણ અને પાણી મંત્રાલય હતા. હવે મનીષ સિસોદિયા આ તમામ વિભાગો જોશે. હાલમાં, સત્યેન્દ્ર જૈન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કસ્ટડીમાં કોઈપણ વિભાગ વિના પ્રધાન રહેશે.

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન : સોમવારે દિલ્હી સરકારમાં પ્રધાન સત્યેન્દ્ર જૈનની મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. EDની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનના 2017ના કેસ પર આધારિત છે, જેમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, સત્યેન્દ્ર જૈન અને તેમની પત્ની પૂનમ જૈને ફેબ્રુઆરી 2015 અને મે 2017 વચ્ચે રૂપિયા 1.47 કરોડની અપ્રમાણસર સંપત્તિ મેળવી હતી. આ તેમની આવકના જાણીતા સ્ત્રોતો કરતાં બમણા હતા. ત્યારથી ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓ વચ્ચે આક્ષેપો અને પ્રતિઆક્ષેપોનો દોર સતત ચાલુ છે. જ્યાં આમ આદમી પાર્ટી સત્યેન્દ્ર જૈનના બચાવમાં આવી છે. ભાજપ સત્યેન્દ્ર જૈનને હટાવવાની માંગ કરી રહી છે.

દિલ્હી સરકારમાં કુલ 29 નામાંકિત વિભાગો છે : દિલ્હી બીજેપી પ્રવક્તા પ્રવીણ શંકર કપૂરે કહ્યું છે કે, દિલ્હી સરકારના 18 વિભાગોનું કામ નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાને સોંપવાથી દિલ્હીના લોકો આશ્ચર્યચકિત છે. દિલ્હી સરકારમાં કુલ 29 નામાંકિત વિભાગો છે, જેમાંથી પર્યાવરણ સહિત 4 વિભાગ પ્રધાન ગોપાલ રાય પાસે છે, જ્યારે મનીષ સિસોદિયા પાસે નાણાં, શિક્ષણ, જાહેર બાંધકામ, આરોગ્ય સહિત 18 વિભાગો છે. બાકીના 2 પ્રધાન ઈમરાન હુસૈન અને રાજેન્દ્ર ગૌતમ પાસે 2-3 પોર્ટફોલિયો છે.

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટના જજે બીજી વખત આદિવાસી પરંપરા સાથે ફેરા ફર્યા, આવું શા માટે કર્યું જુઓ વીડિયો

દિલ્હી ભાજપના પ્રવક્તાએ મુખ્યપ્રધાનને પૂછ્યું : પ્રવીણ શંકર કપૂરે આજે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને પૂછ્યું છે કે, તેમને 18 પોર્ટફોલિયો સોંપનારા એક જ પ્રધાન મનીષ સિસોદિયામાં તેઓ શું ક્ષમતા જુએ છે? એક પ્રધાનને આટલા બધા વિભાગો આપવાના બોજથી સરકારનું કામ પ્રભાવિત થાય છે, ત્યારે યોગ્ય દેખરેખના અભાવે ભ્રષ્ટાચારની શક્યતાઓ પણ વધી જાય છે. દિલ્હી ભાજપના પ્રવક્તાએ મુખ્યપ્રધાનને પૂછ્યું છે કે શું કારણ છે કે તેઓ તેમના વરિષ્ઠ સહયોગી ગોપાલ રાય પર પણ વિશ્વાસ કરી શકતા નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.