- કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે રસી લેવા કરી અપીલ
- 80,00,000 લોકોને કોરોના રસીનો બીજો ડોઝ પણ અપાઈ ચૂક્યો
- ભારત પાસે પૂરતા પ્રમાણમાં રસી છે
નવી દિલ્હી: કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું છે કે, 1 એપ્રિલથી 45 વર્ષથી ઉપરના લોકો પણ કોરોના રસી લઈ શકશે. આજ સુધીમાં દેશભરમાં 4,85,00,000 લોકોને કોરોના રસી આપવામાં આવી છે. 80,00,000 લોકોને કોરોના રસીનો બીજો ડોઝ પણ અપાઈ ચૂક્યો છે.
આ પણ વાંચો: રાજકોટ જિલ્લાના 12 ગામોમાં 100 ટકા વેક્સિનેશન, કેટલાક ગામોમાં જાગૃતિનો અભાવ
24 કલાકમાં 32,54,000 રસી ડોઝ અપાયા
તેમણે કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં 32,54,000 રસી ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં રસી આપવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે દેશમાં કોરોનાના ડોઝની કોઈ અછત નથી, ભારતમાં પૂરતા પ્રમાણમાં રસી છે.
આ પણ વાંચો: યાત્રાધામ અંબાજી ખાતે કોરોના રસીકરણની કામગીરી શરૂ
બધા લોકો તાત્કાલિક નોંધણી કરાવે અને રસી લે
મીડિયાને સંબોધતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, સરકારે નિર્ણય લીધો છે કે 1 એપ્રિલથી 45 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો માટે આ રસી રજૂ કરવામાં આવશે. અમારી વિનંતી છે કે બધા લોકો તાત્કાલિક નોંધણી કરાવે અને રસી લે.
વ્યક્તિએ રસી લેવી જોઈએ, જે કોરોના સામે લડત આપશે
તેમણે કહ્યું હતું કે, બીજી માત્રા કોરોના રસીના પ્રથમ ડોઝ પછી 4 થી 6 અઠવાડિયાની અંદર લેવી જોઈએ, પરંતુ હવે વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે, 4 થી 8 અઠવાડિયા દરમિયાન કોવિશિલ્ડ રસીનો બીજો ડોઝ લેવાનું સરળ રહે છે. અમે અપીલ કરીએ છીએ કે, 45 વર્ષથી ઉપરના દરેક વ્યક્તિએ જલ્દીથી રસી લેવી જોઈએ, જે તેમને કોરોના સામે લડત આપશે.