- કેન્દ્રિય પ્રધાન ફગ્ગનસિંહ કુલસ્તેનો બફાટ
- દારૂ લોકો માટે ટોનિક છેઃ કુલસ્તે
- લોકોની આવશ્યકતાને ધ્યાનમાં રાખી દારૂની દુકાનો ખોલવી પડીઃ કુલસ્તે
મધ્યપ્રદેશઃ કોરોનાની બીજી લહેરના કારણે અનેક રાજ્યમાં લૉકડાઉન લગાવવામાં આવ્યું હતું. તે સમયે અનેક દુકાનો બંધ રાખવામાં આવી હતી. ત્યારે હવે સરકારે ફરી દુકાનોને ખોલતા દારૂની દુકાનો પણ ખોલવામાં આવી છે. ત્યારે કેન્દ્રિય પ્રધાન ફગ્ગનસિંહ કુલસ્તેએ દારૂ અંગે બફાટ કરતા જણાવ્યું હતું કે, દારૂ લોકો માટે ટોનિકથી ઓછી નથી. કોરોના કાળમાં તો દારૂ સૌથી જરૂરી છે. કદાચ આ જ કારણ છે કે, દુકાન ખુલતા જ દારૂની દુકાનમાં લાંબી લાઈન જોવા મળી રહી છે અને લોકોની આવશ્યકતાઓને ધ્યાનમાં રાખી દુકાનોને ખોલવી પડી હતી.
આ પણ વાંચો- પૂનાવાલાએ રસીકરણની નીતિમાં બદલાવને લઈને બાઈડન, જયશંકરનો માન્યો આભાર
કોરોના કાળમાં દારૂની જરૂરિયાત અનુભવાઈઃ ફગ્ગનસિંહ કુલસ્તે
અનલૉક થતા જ દારૂની દુકાનો ખોલવા અને તેની સમય મર્યાદા વધારવાના સવાલ પર વડાપ્રધાનના પ્રધાને ગજબનું લોજિક લગાવ્યું છે. કેન્દ્રિય પ્રધાન ફગ્ગનસિંહ કુલસ્તેએ જણાવ્યું હતું કે, દારૂ લોકોને ટોનિક જેવી લાગે છે અને અન્ય જરૂરી વસ્તુઓની અપેક્ષા દારૂની દુકાનોને ખોલવાની માગ વધારે કરી રહ્યા હતા. લોકોને કોરોના કાળમાં દારૂની જરૂરિયાત અનુભવાઈ હતી. તેના જ કારણે સરકાર દ્વારા દારૂની દુકાનો ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કેન્દ્રિય પ્રધાને જણાવ્યું હતું કે, સરકારને મોટા ભાગની આવક આબકારીથી થાય છે. આ રીતે જ કોઈ રાજ્યની આર્થિક સ્થિતિને પણ દારૂ મજબૂતી આપે છે. એટલે કે લોકોની જરૂરિયાતની સાથે જ સરકાર માટે દારૂની દુકાનો ખોલવી એ ફાયકાદારક છે.
આ પણ વાંચો- વડોદરા : વાઘોડિયામાં 226 કરોડના ખર્ચે બનેલા ST ડેપોનુ કરવામાં આવ્યું લોકાર્પણ
દર વખતે પોતાના નિવેદનથી ચર્ચામાં રહે છે ફગ્ગનસિંહ
વડાપ્રધાનના પ્રધાન પોતાના નિવેદનથી ચર્ચામાં રહે છે. ક્યારેક તેઓ રાહુલને રાજનીતિ શીખવવાની વાત હોય કે પછી ચૂંટણી લડવા માટે કરવામાં આવતા મેનેજમેન્ટ પર કરવામાં આવતા ખર્ચનો મામલો. આ તમામ નિવેદન તેમને ચર્ચામાં લાવે છે. જોકે, હવે તેઓ દારૂને ટોનિક કહેવાના નિવેદનથી ચર્ચામાં આવ્યા છે.