- જંગલમાં બે દિવસ એકલી બેઠી વૃદ્ધા
- ગ્રામજનોએ કર્યું મહિલા રેસક્યુ
- દારૂના નશામાં દિકરો માંને મુકીને ચાલ્યો ગયો
કોટા: મુકુંદરા ટાઇગર રિઝર્વમાં કોલાનાના જંગલમાં શનિવારે એક વૃદ્ધ મહિલા ઝાડ નીચે ભૂખી તરસી બેઠી હતી. આ અંગે જ્યારે ગ્રામજનોને સમાચાર મળ્યા ત્યારે તેઓ મહિલાને જંગલમાંથી લઇ આવ્યા. મહિલાનો દિકરો દારૂના નશામાં જંગલમાં મુકીને આવી ગયો હતો. જો કે ગ્રામજનોએ મહિલાને તેના પરિવારને સોંપી છે.
બે દિવસ જંગલમાં બેઠી રહી મહિલા
મંડાનામનના કોલાના ગ્રામપંચાયત વિસ્તારના જંગલમાં 70 વર્ષની એક વૃદ્ધ મહિલા ભૂખી તરસી બેઠી હતી. જ્યારે ચૈથમલ ગુર્જરને આ અંગે માહિતી મળી ત્યારે તેઓ કેટલાક ગ્રામજનો સાથે જંગલમાં પહોંચ્યા હતાં અને તેમણે મહિલાને પાણી પિવડાવ્યું હતું અને તેઓ મહિલાને કોલાના ચોક લઇ આવ્યા હતાં.
દારૂના નશામાં દિકરો માંને મુકીને ચાલ્યો ગયો
સમાજ સેવી ચૈથમલ ગુર્જરે જણાવ્યું કે આ જંગલ, જંગલી પ્રાણીઓથી ભરેલું છે. દૂર દૂર સુધી ફ્કત જંગલ જ આવેલું છે. તેમને માહિતી મળી કે બે દિવસથી મહિલા જંગલમાં બેઠી હતી. મહિલાને જ્યારે આ અંગે પુછવામાં આવ્યું તો તેણે જણાવ્યું કે તેનો દિકરો તેને ત્યાં મુકી ગયો હતો. તેના દિકરાએ કહ્યું હતું કે તે થોડીવારમાં પાછો આવે છે, પણ તે પાછો આવ્યો જ નહીં.
વધુ વાંચો: વડોદરાના એક ગામમાં 55 વર્ષીય વિધવા મહિલા પર દુષ્કર્મ, આરોપી પોલીસના સકંજામાં
સમયસર કરાયું મહિલાનું રેસ્ક્યુ
ગુર્જરે જણાવ્યું હતું કે મહિલાને સમયસર રેસ્ક્યુ કરી લેવામાં આવી નહીં તો જંગલી પ્રાણીઓ તેનો કોળીયો કરી ગયા હોત. તેમણે એવું પણ જણાવ્યું કે મહિલાનો દિકરાને દારૂ પીવાની લત છે આથી દારૂના નશામાં તે તેની માંને જંગલમાં છોડીને ચાલ્યો ગયો હતો. આ વાત મહિલાના દિકરાએ પણ સ્વિકારી તમને એ વાત જણાવી દઇએ કે મહિલા પોતાના પગ પર ચાલવામાં અસમર્થ છે જો કે ગ્રામજોનએ તેને ઘરે પહોંચાડી દીધી હતી.