નવી દિલ્હી: ભારતમાં વિમાનમાં મુસાફરી કરનારા મુસાફરોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. લોકો ફ્લાઇટમાં મુસાફરી કરવાને પ્રાથમિકતા આપી રહ્યા છે. જેના કારણે 30 એપ્રિલે એક નવો રેકોર્ડ સ્થાપિત થયો હતો. આ દિવસે દેશભરમાં કુલ 2,978 ફ્લાઈટ્સ ઉડાન ભરી હતી અને આ ફ્લાઈટ્સમાં 4,56,082 લોકોએ હવાઈ મુસાફરી કરી હતી. જે અત્યાર સુધીનો રેકોર્ડ છે, આ પહેલા આટલા લોકોએ એક દિવસમાં ક્યારેય હવાઈ મુસાફરી કરી ન હતી.
અગાઉ માર્ચમાં 128.93 લાખ મુસાફરોએ ઉડાન ભરી હતી: ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ તેમના ટ્વિટર હેન્ડલ પરથી આ અંગે ટ્વિટ કર્યું છે. તેમણે તેને ઉડ્ડયન ક્ષેત્રે એક રેકોર્ડ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, 30 એપ્રિલ 2023ના રોજ 4,56,082 ડોમેસ્ટિક પેસેન્જર્સે ઉડાન ભરી, જે કોવિડ પછીનો રેકોર્ડ છે. અગાઉ માર્ચમાં દેશભરમાં 128.93 લાખ સ્થાનિક હવાઈ મુસાફરોએ ઉડાન ભરી હતી. તે જ સમયે, 27 એપ્રિલ 2023 ના રોજ, 3054 સ્થાનિક ફ્લાઇટ્સ સાથે એક નવો રેકોર્ડ સ્થાપિત થયો.
-
भारतीय नागर विमानन क्षेत्र नित नए कीर्तिमान स्थापित कर रहा है - कोविड-उपरांत, आसमान छूती घरेलू हवाई यात्रियों की संख्या भारत के बढ़ते विकास और समृद्धि का संकेत है। pic.twitter.com/Iobij1asnk
— Jyotiraditya M. Scindia (@JM_Scindia) May 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">भारतीय नागर विमानन क्षेत्र नित नए कीर्तिमान स्थापित कर रहा है - कोविड-उपरांत, आसमान छूती घरेलू हवाई यात्रियों की संख्या भारत के बढ़ते विकास और समृद्धि का संकेत है। pic.twitter.com/Iobij1asnk
— Jyotiraditya M. Scindia (@JM_Scindia) May 1, 2023भारतीय नागर विमानन क्षेत्र नित नए कीर्तिमान स्थापित कर रहा है - कोविड-उपरांत, आसमान छूती घरेलू हवाई यात्रियों की संख्या भारत के बढ़ते विकास और समृद्धि का संकेत है। pic.twitter.com/Iobij1asnk
— Jyotiraditya M. Scindia (@JM_Scindia) May 1, 2023
એક વર્ષ અગાઉની સરખામણીમાં 51.7 ટકાનો વધારો: કોવિડ પહેલાની સ્થિતિ દેશમાં વધતો હવાઈ ટ્રાફિક કોવિડ પછી ઉડ્ડયન ક્ષેત્રમાં વધુ સારી સ્થિતિ તરફ ઈશારો કરી રહ્યો છે. જણાવી દઈએ કે કોરોના પહેલા દેશમાં દરરોજ ઉડતા હવાઈ મુસાફરોની સરેરાશ સંખ્યા 3,98,579 હતી. કોરોના બાદ એર ફ્લાઈટના નિયમો હળવા કરવામાં આવ્યા હતા. જેના કારણે 2023 ના પ્રથમ 3 મહિનામાં 37.5 મિલિયનથી વધુ મુસાફરોએ સ્થાનિક એરલાઇન્સ દ્વારા મુસાફરી કરી. જે એક વર્ષ અગાઉની સરખામણીમાં 51.7 ટકાનો વધારો દર્શાવે છે. આ માહિતી ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનના ડેટામાંથી મળી છે.
આ પણ વાંચો: Show Cause Notice To Go First: DGCAએ ફ્લાઈટ કેન્સલેશન માટે GoFirstને કારણદર્શક નોટિસ જારી કરી
ભારત 81.6 ટકા સાથે ઉડ્ડયન ક્ષેત્રે મોટું બજાર: DGCAના રિપોર્ટ અનુસાર, ભારતમાં એર ટ્રાફિક સામાન્ય રીતે દેશના GDP (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ)ની બમણી ગતિએ વધી રહ્યો છે. ભારત 81.6 ટકા સાથે ઉડ્ડયન ક્ષેત્રે મોટું બજાર બની રહ્યું છે. અહીંના લોકો અમેરિકા, ચીન, જાપાન, ઓસ્ટ્રેલિયા અને બ્રાઝિલ જેવા દેશોની બરાબરી પર હવાઈ મુસાફરી કરે છે.
ઉડ્ડયન ક્ષેત્રના ઈતિહાસમાં સૌથી મોટો સોદો: જો કે, આ દિવસોમાં ઉડ્ડયન ક્ષેત્ર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. IndiGo અને GoFirst જેવા મુખ્ય ભારતીય કેરિયર્સના 50 થી વધુ એરક્રાફ્ટ પ્રેટ એન્ડ વ્હીટની એન્જિનને લગતી સમસ્યાઓને કારણે ઘણા મહિનાઓથી ગ્રાઉન્ડેડ છે. જેના કારણે એરલાઈન્સને અબજો ડોલરનું નુકસાન થઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે, અગાઉ ફેબ્રુઆરીમાં TATA ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયાએ એરબસ અને બોઈંગ પાસેથી 470 જેટ માટે રેકોર્ડ ડીલની જાહેરાત કરી હતી, જે વૈશ્વિક ઉડ્ડયન ક્ષેત્રના ઈતિહાસમાં સૌથી મોટો સોદો હતો.