- મધ્યપ્રદેશના ભીંડમાં ભારતીય વાયુસેનાનું વિમાન થયું ક્રેશ
- આ ઘટનામાં બન્ને પાયલોટ સુરક્ષિત
- ભીંડ SP મનોજ કુમાર સિંહે આ માહિતી આપી
ભોપાલ: ભારતીય વાયુસેનાનું એક વિમાન મધ્યપ્રદેશના ભીંડ જિલ્લામાં ક્રેશ થયું છે. બન્ને તાલીમાર્થી પાયલોટ સુરક્ષિત છે. ભીંડ SP મનોજ કુમાર સિંહે આ માહિતી આપી હતી. એરફોર્સનું મિરાજ એરક્રાફ્ટ ભરૂલી નજીકના બાબેડી ગામમાં પડ્યું હતું. પોલીસ ઘટના સ્થળ પર હાજર છે. રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.
આ પણ વાંચો: 100 crore vaccination : દેશનો સૌથી મોટો ખાદીનો તિરંગો લાલ કિલ્લા પર ફરકાવાશે
અકસ્માતનું કારણ જાણવા તપાસના આદેશ આપવામાં આવ્યા
આ વિમાન એક ટ્રેઈની પાયલોટ ઉડાવી રહ્યો હતો અને ભીંડથી લગભગ 6 કિમી દુર બબેડી ગામના એક ખેતરમાં પડ્યું હતું. વિમાનનો એક ભાગ જમીનમાં ધસી ગયો હતો. આ દુર્ઘટનામાં વિમાન ઉડાવનારાં ફ્લાઇટ લેફ્ટનન્ટ અભિલાષ સુરક્ષિત છે. ભારતીય વાયુસેનાએ પણ ટ્વિટ કરીને આ દુર્ઘટના વિશે માહિતી આપી છે અને આ મામલે તપાસના આદેશ આપ્યા છે. વાયુસેનાએ લખ્યું, "મિરાજ 2000 વિમાને આજે સવારે સેન્ટ્રલ સેક્ટરમાં ટ્રેનિંગ ફ્લાઇટ દરમિયાન ટેક્નિકલ ખામી અનુભવી હતી પરંતુ પાયલોટ અકસ્માતમાં સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો હતો." અકસ્માતનું કારણ જાણવા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ભારતે રચ્યો ઇતિહાસ: રસીકરણના 100 કરોડ ડોઝનો ટાર્ગેટ કર્યો પૂર્ણ
બે વર્ષ પહેલા પણ ભીંડના ગોહાડમાં વાયુસેનાનું એક વિમાન ક્રેશ થયું હતું
તમને જણાવી દઈએ કે, બે વર્ષ પહેલા પણ ભીંડના ગોહાડમાં વાયુસેનાનું એક વિમાન ક્રેશ (Plane crash) થયું હતું. વર્ષ 2019 માં વાયુસેનાનું મિગ -21 ટ્રેનર વિમાન ગોહાડમાં ક્રેશ થયું હતું. તે અકસ્માતમાં પણ પાયલોટનો જીવ બચ્યો હતો. ટ્રેનર વિમાને ગ્વાલિયર એર બેઝ પરથી નિયમિત ઉડાન ભરી હતી.