ફરીદાબાદ: એર એશિયા એરલાઇન્સમાં નોકરી અપાવવાના નામે છેતરપિંડી કરતી એક ગેંગનો પોલીસે પર્દાફાશ (Air Asia Job Fraud In Faridabad) કર્યો છે. આ ગેંગ પર પહેલેથી જ 300 થી વધુ સાયબર છેતરપિંડી કરવાનો આરોપ છે. દેશના લગભગ 23 રાજ્યોની પોલીસ તેમને શોધી રહી છે. પોલીસે ગેંગના 5 સભ્યોની ધરપકડ કરી છે જ્યારે ગેંગનો છઠ્ઠો સભ્ય હજુ ફરાર છે.
આ પણ વાંચો: નરોડા પોલીસ સ્ટેશનમાં યુવકે કરી માથાકૂટ, જાતે સળગી ફસાવી દેવાની આપી ધમકી
એર એશિયા એરલાઇન્સ : 24 જૂને એક વ્યક્તિએ ફરીદાબાદ પોલીસના NIT ઝોનના સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદમાં એર એશિયા એરલાઇન્સમાં નોકરી અપાવવાના નામે રૂપિયા 6 લાખ 80 હજારની છેતરપિંડી આચરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. માહિતી મળ્યા બાદ સાયબર સ્ટેશન પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. આ કેસમાં મુતિબ અહેમદ, મોહમ્મદ ફયાઝ, લલિત, મોહમ્મદ ફૈમ અને શાહબાઝ અહેમદ ઉર્ફે ગોલુની ધરપકડ કરવામાં આવી હતી.
આ ગેંગ છેલ્લા દોઢ વર્ષથી ઓપરેટ કરી રહી હતી : પોલીસે ઉત્તર પ્રદેશમાંથી મોહમ્મદ ફહીમ અને શાહબાઝ અહેમદની ધરપકડ કરી છે. જ્યારે બાકીના ત્રણ આરોપીઓની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીઓના કબજામાંથી 1 લેપટોપ, 1 કોમ્પ્યુટર, 1 મોબાઈલ ફોન, 1 ચેકબુક અને 3 લાખ 97 હજાર રૂપિયા પણ જપ્ત કર્યા છે. સાયબર પોલીસના એસએચઓ બસંત કુમારે જણાવ્યું હતું કે, આ ગેંગ છેલ્લા દોઢ વર્ષથી ઓપરેટ કરી રહી હતી. પોલીસના જણાવ્યા અનુસાર તમામ આરોપીઓની શૈક્ષણિક લાયકાત માત્ર 10 અને 12 છે. જો કે આ કેસમાં આરોપી નેહાની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી.
આ પણ વાંચો: NEET Exam: કૉલેજતંત્રની નિમ્નતાની હદ, વિદ્યાર્થિનીઓને કહ્યું "પહેલા નીકર કાઢો પછી પરીક્ષા"
ગુજરાતમાં 27 ઘટનાઓ નોંધાઈ : પોલીસના જણાવ્યા અનુસાર અત્યાર સુધીના રેકોર્ડ મુજબ તેઓએ 335 લોકો સાથે છેતરપિંડી કરી છે. જેમાં ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 118, રાજસ્થાનમાં 33, તેલંગાણામાં 33, ગુજરાતમાં 27, દિલ્હીમાં 24 અને કેરળમાં 19 મુખ્ય ઘટનાઓ નોંધાઈ છે. આરોપીઓએ હરિયાણામાં સાયબર ફ્રોડની 8 ઘટનાઓને પણ અંજામ આપ્યો છે.