ETV Bharat / bharat

જ્ઞાનવાપી મસ્જિદના સર્વે પર ઓવૈસીનું નિવેદન કહ્યું, આ માળખું શિવલિંગ નથી પણ... - Owaisis statement on survey of Gyanvapi mosque

જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ મળ્યાના (Gyanvapi mosque varanasi UP) સમાચાર પર પ્રતિક્રિયા આપતા AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું ( Owaisi on Gyanvapi mosque row ) કે, આ માળખું શિવલિંગ નથી પરંતુ એક ફુવારો છે. કોર્ટના આદેશ પર સર્વે કરવા ગયેલી ટીમને વાજુ વિસ્તારમાં શિવલિંગ મળી (Owaisis statement on survey of Gyanvapi mosque) આવ્યું છે.

જ્ઞાનવાપી મસ્જિદના સર્વે પર ઓવૈસીનું નિવેદન કહ્યું, આ માળખું શિવલિંગ નથી પણ...

author img

By

Published : May 17, 2022, 9:34 AM IST

Updated : May 17, 2022, 9:46 AM IST

હૈદરાબાદ (તેલંગાણા): વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ મળી (Gyanvapi mosque varanasi UP) આવ્યું હોવાના દાવાને પગલે એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસીએ સોમવારે (Owaisi on Gyanvapi mosque row) કહ્યું હતું કે, આ માળખું શિવલિંગ નથી પરંતુ એક ફુવારો છે. કોર્ટના આદેશ પર સર્વે કરવા ગયેલી ટીમને વાજુ વિસ્તારમાં શિવલિંગ મળી (Owaisis statement on survey of Gyanvapi mosque) આવ્યું છે. જ્ઞાનવાપી મસ્જિદમાં 'શિવલિંગ' મળ્યાના અરજદારના દાવા પર AIMIMના વડા એ ઓવૈસીએ કહ્યું, "તે એક ફુવારો છે, 'શિવલિંગ' નહીં. દરેક મસ્જિદમાં આ ફુવારો છે. કોર્ટના કમિશનર?" વિસ્તારને સીલ કરવાનો આદેશ 1991ના કાયદાનું ઉલ્લંઘન છે."

આ પણ વાંચો: શ્રીલંકાના PMનું રાષ્ટ્રને સંબોધન, કહ્યું- દેશમાં માત્ર એક દિવસનું પેટ્રોલ બચ્યું છે

વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર-જ્ઞાનવાપી મસ્જિદ સંકુલનો કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવેલ વિડીયોગ્રાફી સર્વેક્ષણ સોમવારે ત્રીજા દિવસે સમાપ્ત થયું, આ કેસમાં હિન્દુ અરજદાર સોહન લાલ આર્યએ દાવો કર્યો કે, સમિતિને પરિસરમાં એક શિવલિંગ મળ્યું છે. મસ્જિદના સર્વેક્ષણ માટે કોર્ટ કમિશન સાથે આવેલા આર્યએ કહ્યું કે, તેમને "નિર્ણાયક પુરાવા" મળ્યા છે. જ્ઞાનવાપી મસ્જિદ સંકુલના સર્વેક્ષણ પર સ્ટે માંગતી અરજી પર સુપ્રીમ કોર્ટની સુનાવણીના એક દિવસ પહેલા આ નિર્ણય આવ્યો છે. જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેન્ચ આજે એટલે કે 17 મેના રોજ અંજુમન ઈન્તેજામિયા મસ્જિદ કમિટીની અરજી પર સુનાવણી કરશે. દરમિયાન, ત્રણ દિવસીય સર્વે પૂર્ણ થયો છે. મસ્જિદ સત્તાવાળાઓના વાંધાઓ છતાં સર્વે ચાલુ રાખવા વારાણસી સિવિલ કોર્ટના આદેશ અનુસાર સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.

સીલ કરાયેલ વિસ્તારની સુરક્ષાની જવાબદારી: સર્વેક્ષણના નિષ્કર્ષ પછી, વારાણસીની અદાલતે વારાણસીના જિલ્લા મેજિસ્ટ્રેટ કૌશલ રાજ શર્માને આદેશ આપ્યો કે, "જ્યાંથી શિવલિંગ મળી આવ્યું છે તે વિસ્તારને સીલ કરવા માટે લોકોને તે સ્થળની મુલાકાત લેતા અટકાવવા." કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, સીલ કરાયેલ વિસ્તારની સુરક્ષાની જવાબદારી ડીએમ, પોલીસ કમિશનર અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ), વારાણસીના કમાન્ડન્ટની રહેશે. સિવિલ કોર્ટે પાર્થિવ સર્વેક્ષણ અને વિડિયોગ્રાફી કરવા માટે કમિશનરની નિમણૂક કરી હતી અને આને અલ્હાબાદ હાઈકોર્ટ સમક્ષ પડકારવામાં આવ્યો હતો, જેને હાઈકોર્ટે 21 એપ્રિલે ફગાવી દીધો હતો. હાઈકોર્ટના 21 એપ્રિલના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: અસમમાં પૂરનો કહેર, 20 જિલ્લામાં પૂરની સ્થિતિ, આટલા લોકો થયા પ્રભાવિત

શ્રૃંગાર ગૌરી મંદિરમાં દૈનિક પૂજા માટે પરવાનગી: જ્ઞાનવાપી મસ્જિદ સંકુલની અંદર સ્થિત હોવાનો દાવો કરાયેલા શ્રૃંગાર ગૌરી મંદિરમાં દૈનિક પૂજા માટે પરવાનગી માંગતી પાંચ મહિલાઓએ કોર્ટમાં અરજી કરી હતી. બાદમાં કોર્ટ દ્વારા પરિસરમાં સર્વે અને વીડિયોગ્રાફી કરવાનો સિવિલ કોર્ટનો આદેશ આપવામાં આવ્યો હતો. વધુમાં, વિજય શંકર રસ્તોગી દ્વારા દાખલ કરાયેલી અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે સમગ્ર સંકુલ કાશી વિશ્વનાથ મંદિરનું છે અને જ્ઞાનવાપી મસ્જિદ મંદિર સંકુલનો જ એક ભાગ છે. જે 1991થી કોર્ટમાં પેન્ડિંગ છે. એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, કાશી વિશ્વનાથ મંદિરનું નિર્માણ બે હજાર વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું અને મંદિરને મુઘલ સમ્રાટ ઔરંગઝેબ દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. વારાણસીમાં કોર્ટ દ્વારા નિયુક્ત વિશેષ સહાયક કમિશનર એડવોકેટ વિશાલ સિંહે જણાવ્યું હતું કે, સર્વે કોઈપણ અવરોધ વિના હાથ ધરવામાં આવ્યો હતો.

Last Updated : May 17, 2022, 9:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.