ETV Bharat / bharat

દિલ્હીમાં સરકારે AIIMS અને LNJP હોસ્પિટલની OPD સેવાઓ બંધ કરવાનો નિર્ણય કર્યો

દિલ્હીમાં કોરોનાનાં વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે AIIMS અને LNJP હોસ્પિટલની OPD સેવાઓ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જેના માટે AIIMSનાં ડિરેક્ટર ડૉક્ટર રણદીપ ગુલેરિયાની સૂચનાથી એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો.

author img

By

Published : Apr 7, 2021, 12:41 PM IST

aiims hospital
aiims hospital
  • રાજધાનીમાં કોરોનાના કેસમાં વધારો થયો
  • સરકારે AIIMS અને LNJP હોસ્પિટલની OPD સેવાઓ બંધ કરવાનો નિર્ણય કર્યો
  • ડૉ. ડી. કે. શર્માએ 8 એપ્રિલથી OPD સેવા બંધ કરવા માટે એક પરિપત્ર બહાર પાડ્યો

નવી દિલ્હી : રાજધાનીમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે AIIMS અને LNJP હોસ્પિટલની OPD સેવાઓ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. AIIMSનાં ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાની સૂચના પર, ડૉ. ડી. કે. શર્માએ 8 એપ્રિલથી OPD સેવા બંધ કરવા માટે એક પરિપત્ર બહાર પાડ્યો હતો.

8 એપ્રિલથી AIIMSમાં OPD સેવા અસ્થાયી રૂપે બંધ થઈ

AIIMSએ જાહેર કરેલા પરિપત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, AIIMSમાં વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં રાખીને 8 એપ્રિલથી OPD સેવા અસ્થાયી ધોરણે સ્થગિત કરવામાં આવી છે. જે બાદ OPD નોંધણી ઓફલાઇન મોડમાં થશે નહીં. તે જ સમયે, પરિપત્રમાં આગળ કહેવામાં આવ્યું છે કે, કોરોનાના દાખલ દર્દીઓ અને શંકાસ્પદ દર્દીઓની સારવાર માટે ડૉકટરો અને આરોગ્ય સંભાળ કામદારોને ડાયવર્ટ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : સુશાંત આત્મહત્યા કેસ: AIIMS રિપોર્ટ પર બોલી મુંબઈ પોલીસ કહ્યું...

ફક્ત પૂર્વ નોંધાયેલા દર્દીઓને જ જોવામાં આવશે

પરિપત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, જે દર્દીઓ પહેલાથી જ OPD અથવા વિશેષ ક્લિનિક્સમાં નોંધાયેલા છે તે વિભાગના ડૉક્ટરોને બોલાવી તેમની સારવાર કરાવી શકે છે. આ સિવાય તેમને કેટલા નવા દર્દીઓ જોવાના છે તે તમામ વિભાગના વિભાગના વડા નક્કી કરશે.

આ પણ વાંચો : દિલ્હીની AIIMSમાં મંગળવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની બાયપાસ સર્જરી થવાની શક્યતા

જરૂરી સુધારણા માટે કમ્પ્યુટર વિભાગને ફરીથી સક્રિય કરવામાં આવ્યો હતો

તે જ સમયે મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટે તમામ વિભાગના વડાઓને તેમની ફેકલ્ટી અને OPD સેવા વિશે માહિતી આપવા જણાવ્યું છે. આ સાથે કમ્પ્યુટર વિભાગને પણ જણાવાયું છે કે ઓનલાઈન નોંધણીની સગવડ માટે જરૂરી સુધારા કરવામાં આવે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.