ETV Bharat / bharat

Ahmedabad Serial Blast Case: અમદાવાદ બ્લાસ્ટના દોષિતોનો કેસ લડશે જમિયત ઉલેમા-એ-હિંદ

2008ના અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસ (Ahmedabad Serial Blast Case)માં સ્પેશિયલ કોર્ટે દોષિતોને ફાંસીની સજા ફટકારી છે. જમિયત ઉલેમા-એ-હિંદે ગુનેગારોનો બચાવ કર્યો છે. જમિયત ઉલેમા-એ-હિંદના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના અરશદ મદનીએ ગુનેગારોનો કેસ લડવાની જાહેરાત કરી છે.

Ahmedabad Serial Blast Case: અમદાવાદ બ્લાસ્ટના દોષિતોનો કેસ લડશે જમિયત ઉલેમા-એ-હિંદ
Ahmedabad Serial Blast Case: અમદાવાદ બ્લાસ્ટના દોષિતોનો કેસ લડશે જમિયત ઉલેમા-એ-હિંદ
author img

By

Published : Feb 19, 2022, 5:17 PM IST

સહારનપુર: 2008ના અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસ (Ahmedabad Serial Blast Case)માં સ્પેશિયલ કોર્ટે દોષિતોને ફાંસીની સજા ફટકારી છે. જ્યાં કોર્ટના આ નિર્ણયથી પીડિત પરિવારોને રાહત મળી છે, ત્યારે જમિયત-ઉલેમા-એ-હિંદે (jamiat ulema e hind) ગુનેગારોનો બચાવ કર્યો છે. જમિયત-ઉલેમા-એ-હિંદના રાષ્ટ્રીય અધ્યક્ષ (National President Of Jamiat Ulema E Hind) મૌલાના અરશદ મદની કોર્ટના નિર્ણયનો માત્ર વિરોધ જ નથી કર્યો, પરંતુ દોષિતોની વકીલાત પણ કરી રહ્યા છે. મૌલાના અરશદ મદનીએ ગુનેગારોના કેસ લડવાની જાહેરાત કરી છે.

મૌલાના અરશદ મદની કોર્ટના નિર્ણયનો માત્ર વિરોધ જ નથી કર્યો, પરંતુ દોષિતોની વકીલાત પણ કરી રહ્યા છે.

જમિયત-ઉલેમા-એ-હિંદ હાઈકોર્ટમાં જવા તૈયાર

તેમણે કહ્યું કે, જમિયત-ઉલેમા-એ-હિંદ 2008માં અમદાવાદમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટો (Ahmedabad Serial Bomb Blast)માં મૃત્યુદંડની સજા પામેલા દોષિતોનો કેસ લડશે. તેમને નિર્દોષ છોડાવશે. આ માટે ભલે જમિયત-ઉલેમા-એ-હિંદને હાઈકોર્ટમાં જવું પડે. અગાઉ પણ જમિયત-ઉલેમા-એ-હિંદે અક્ષરધામ મંદિર કેસ (akshardham terror attack case)માં કેસ લડ્યો હતો. તેમણે કહ્યું કે, આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. અમને આશા છે કે હાઈકોર્ટમાંથી રાહત મળશે.

આ પણ વાંચો: Ahmedabad Serial Blast Case : વડાપ્રધાન મોદી અંગે દોષિતે કર્યો મોટો ખુલાસો, કહ્યું- "આ ષડયંત્ર..."

આરોપી આતંકવાદીઓને ગણાવ્યા ગરીબ અને નિરાધાર

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2008માં ગુજરાતના અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટ થયા હતા. આ કેસમાં કેટલાક લોકો પર બ્લાસ્ટનો આરોપ હતો. લાંબી સુનાવણી બાદ અમદાવાદની સ્પેશિયલ કોર્ટે (Ahmedabad Special Court) આ લોકોને દોષિત ઠેરવીને ફાંસીની સજા સંભળાવી છે. આ મામલે ઈસ્લામિક સંગઠન જમિયત-ઉલેમા-એ-હિંદ દોષિતોના પક્ષમાં આવ્યું છે. જમિયત ઉલેમા-એ-હિંદના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના અરશદ મદનીએ કહ્યું કે, આ આરોપો મુસ્લિમો પર લાગતા રહે છે. તેથી જ જમિયત ઉલેમા તેમનો કેસ લડે છે. આવા ગરીબ લોકો સાવ નિરાધાર હોય છે. જમિયત-ઉલેમા-એ-હિંદે તેમના કેસ લડ્યા. લગભગ 60થી 77 લોકો જેલમાં હતા. જ્યારે કોર્ટે ચુકાદો આપ્યો ત્યારે 28 લોકોને નિર્દોષ છોડી મુકવામાં આવ્યા હતા. 30 લોકોને ફાંસીની સજા અને 11 લોકોને આજીવન કેદની સજા આપવામાં આવી છે.

આ પણ વાંચો: Ahmedabad Blast Case Judgment: 49માંથી 38 દોષિતોને ફાંસી, 11ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી

સુપ્રીમ કોર્ટ તરફથી રાહત મળવાની આશા વ્યક્ત કરી

મૌલાના અરશદ મદનીએ કહ્યું કે, જમિયત-ઉલેમા-એ-હિંદે અગાઉ પણ દોષિત ઠરેલા 11 આરોપીઓના કેસ લડ્યા છે. જેમાંથી 7 આરોપીઓને નિર્દોષ છોડી મુકવામાં આવ્યા હતા અને બાકીનાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. એ જ રીતે જમિયત-ઉલેમા-એ-હિંદ છેલ્લા રાઉન્ડ સુધી તેમનો કેસ લડશે અને તમામ શક્ય મદદ કરશે. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં મોટા વકીલોની સલાહ લેવામાં આવી રહી છે. અમને ખાતરી છે કે, સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળશે. જો અલ્લાહ ઇચ્છશે તો આ તમામ નિર્દોષ છૂટશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.