- વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરીકાના પ્રવાસે
- અમેરીકા ઓસ્ટ્રેલીયાના સમકક્ષમે મળ્યા
- ભારત-ઓસ્ટ્રેલિયા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીમાં પ્રગતિની સમીક્ષા કરી
વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન દ્વારા આયોજિત પ્રથમ સીધી ક્વાડ બેઠક પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે અહીં તેમના ઓસ્ટ્રેલિયન સમકક્ષ સ્કોટ મોરિસનને મળ્યા હતા. મોદી અને મોરિસન વચ્ચેની મુલાકાત બંને નેતાઓએ ફોન પર વાતચીત કર્યાના એક સપ્તાહ બાદ તેમણે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ ફોન વાતચીત દરમિયાન ભારત-ઓસ્ટ્રેલિયા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીમાં પ્રગતિની સમીક્ષા કરી હતી.
આ પણ વાંચો : અમેરીકામાં વડાપ્રધાન મોદીએ 5 કંપનીના CEO સાથે કરી મુલાકાત
આ અંગે વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ) એ ટ્વિટ કર્યું, 'પીએમ સ્કોટ મોરિસને ઓસ્ટ્રેલિયા સાથે મિત્રતા આગળ વધારવા માટે પીએમ નરેન્દ્ર મોદી સાથે વાત કરી. તેઓએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આર્થિક અને લોકો વચ્ચેના સંબંધોને વધુ ગાઢ કરવાના હેતુથી વિવિધ વિષયો પર ચર્ચા કરી.
વિદેશ મંત્રાલયે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસને પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ તેમજ કોવિડ -19, વેપાર, સંરક્ષણ, સ્વચ્છ ઉર્જા અને વધુ સંબંધિત ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ પર ચર્ચા કરી. વિદેશ મંત્રી એસ જયશંકર અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે 11 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં તેમના ઓસ્ટ્રેલિયન સમકક્ષો મેરિસ પેને અને પીટર ડટન સાથે 'ટુ-પ્લસ-ટુ' વાતચીત કરી હોવાથી આ બેઠક મહત્ત્વની છે.
આ પણ વાંચો :PM Modi US Visit : વોશિંગ્ટનની હોટલમાં વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત, મહિલાઓને પૂછ્યું - 'કેમ છો'
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન, યુકેના વડા પ્રધાન બોરિસ જોહ્ન્સન અને મોરિસને ગયા અઠવાડિયે ઓકસ (ઓસ્ટ્રેલિયા, યુકે અને યુએસ) સુરક્ષા ભાગીદારીનું અનાવરણ કર્યા બાદ ભારત અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનો વચ્ચે આ પ્રથમ બેઠક હતી. ઓકસ ભાગીદારીને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનનો સામનો કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે.
ઓસ્ટ્રેલિયાએ કહ્યું છે કે યુએસ અને યુકે સાથે સુરક્ષા જોડાણમાં જોડાવાના તેના નિર્ણયનો હેતુ ભારત અને અન્ય દેશો સાથે મળીને ભારત-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ અને સલામતી માટે ખતરો ઉભી કરનારી ક્ષમતા વિકસાવવાનો છે. .