ETV Bharat / bharat

આગ્રા માર્ગ અકસ્માત: પરિવારજનો પાસે નથી મૃતદેહ લઈ જવાના પૈસા, મદદ માટે માગી સહાય

આગ્રા માર્ગ અકસ્માતમાં 9 યુવકોના થયેલા મોતથી પરિવારે મૃતદેહને ગામમાં લઇ જવા આગ્રા વહીવટી તંત્ર પાસે મદદની માગ કરી છે. મૃતકોના પરિવાર એટલા ગરીબ છે કે તેમની પાસે મૃતદેહોને લઈ જવા માટે પૈસા નથી. તો બીજી તરફ એક મૃતકના પરિવારજનો જ આગ્રા સુધી પહોંચી શક્યા છે.

accident
accident
author img

By

Published : Mar 12, 2021, 8:53 AM IST

  • આગ્રામાં થયો ગોઝારો અકસ્માત
  • મૃતકોના પરિવારજનો પાસે નથી મૃતદેહ લઈ જવાના પૈસા
  • આગ્રા વહીવટી તંત્ર પાસે કરી મદદની માગ

આગ્રા: NH-2 મંડિ કમિટીમાં બુધવારે સવારે થયેલા ભયાનક માર્ગ અકસ્માતે દરેકને હચમચાવી દીધા છે. આંખના પલકારામાં જ 9 લોકો મૃત્યુ પામ્યા હતા અને 3 ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે એસ.એન.હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ટ્રક અને સ્કોર્પિયો વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે લોકોએ તેનો અવાજ અડધો કિલોમીટર સુધી સાંભળ્યો હતો. બિહારના ગયાથી રોજગારની શોધ કરતા યુવાનોને શું ખબર હતી કે આ તેમની અંતિમ યાત્રા હશે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં ભયાનક માર્ગ અકસ્માત, 15ના મોત, 6 ઘાયલ

મૃતકોના પરિવારજનો શોકમગ્ન

આ ભયાનક અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવનારા 9 લોકોમાંથી માત્ર એક જ મૃતકના પરિવાર આગ્રા પહોંચ્યો છે. બાકીના 8 લોકોના પરિવાર તો એટલા ગરીબ છે કે તેમની પાસે આગ્રા આવવાના પૈસા પણ નથી.

આ પણ વાંચો: તમિલનાડુઃ ફુલ સ્પીડે આવતા ટ્રકે 15 વાહનોને મારી ટક્કર, પાંચ લોકોના મોત

એકબીજાના મિત્રો હતા મૃતકો

અકસ્માતમાં મૃત્યુ પામેલા ગુડ્ડુ, બબલુ, વિકાસ, નરેન્દ્ર અને અન્ય લોકો એકબીજાના મિત્રો હતા. આ બધા લોકો રોજગાર મેળવ્યા બાદ બિહારથી ભાડાની કાર લઇને હરિયાણાના સિરસા જવા રવાના થયા હતા.

યુવાનોએ સેના ભરતી રેલીમાં પણ ભાગ લીધો હતો

આગ્રા આવેલા પરિવારજનોએ જણાવ્યું હતું કે, અકસ્માતનો ભોગ બનેલા લોકોએ સૈન્ય ભરતી માટેની પણ તૈયારી કરી હતી તેઓએ હાલમાં ચાલી રહેલી સૈન્ય ભરતી રેલીમાં ભાગ લીધો હતો, ત્યારબાદ બધાએ રોજગાર માટે હરિયાણા જવાની યોજના બનાવી હતી.

બધા યુવાનો ખૂબ જ ગરીબ પરિવારના છે

મૃતક અને ઈજાગ્રસ્ત થયેલા તમામ યુવાનો ખૂબ જ ગરીબ પરિવારના છે. મજૂરી કરીને પરિવારની મદદ કરે છે. રોજગારી મળતા યુવકો અને તેમનો પરિવાર ખૂબ જ ખુશ હતા, પરંતુ તેઓને ખબર નહોતી કે રોજગાર મેળવતા પહેલા મૃત્યુ તેમનો દરવાજો ખટખટાવશે.

આ પણ વાંચો: ઉત્તર પ્રદેશના જૌનપુરમાં પિકઅપ વાન અને ટ્રક વચ્ચે અકસ્માત, 6ના મોત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.