ETV Bharat / bharat

ગુજરાતમાં બે વર્ષ બાદ આજથી ફરી પ્રિ-સ્કૂલ અને આંગણવાડી કેન્દ્રો ભુલકાના અવાજથી ગુંજશે - GUJARAT PRE SCHOOL AND ANGANWADI CENTERS WILL REOPEN

ગુજરાતમાં લગભગ બે વર્ષ બાદ પ્રિ-સ્કૂલ, કિન્ડરગાર્ટન અને આંગણવાડી કેન્દ્રો (pre school and anganwadi centers will reopen in gujrat) આજથી ફરી ખુલશે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં કોવિડ-19ની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ આ નિર્ણય લીધો છે.

ગુજરાતમાં બે વર્ષ બાદ આજથી ફરી પ્રિ-સ્કૂલ અને આંગણવાડી કેન્દ્રો ભુલકાના અવાજથી ગુંજશે

author img

By

Published : Feb 17, 2022, 9:08 AM IST

Updated : Feb 17, 2022, 12:11 PM IST

અમદાવાદ: ગુજરાતમાં આજથી પ્રી-સ્કૂલ, કિન્ડરગાર્ટન અને આંગણવાડી કેન્દ્રો (pre school and anganwadi centers will reopen in gujrat) ફરી ખુલશે. રાજ્ય સરકારે આ નિર્ણય કોરોના વાયરસના સંક્રમણના કેસમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને લીધો છે. રાજ્ય સરકારનો આ નિર્ણય સમગ્ર ગુજરાતને લાગુ પડશે. તાજેતરમાં રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ (State Education Minister Jitu Waghan) જણાવ્યું હતું કે, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં કોવિડ-19ની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ આ નિર્ણય લીધો છે.

આ પણ વાંચો: Big decision about play schools : 17 ફેબ્રુઆરીથી પ્રી સ્કૂલ અને આંગણવાડી શરૂ, લેખિત સંમતિ જરુરી

આજથી આંગણવાડીઓ અને પ્રિ-સ્કુલો ખુલશે

રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ (State Education Minister Jitu Waghan) ગાંધીનગરમાં પત્રકારોને જણાવ્યું હતું કે, "17 ફેબ્રુઆરીથી, આંગણવાડીઓ અને પ્રિ-સ્કુલો અગાઉ જારી કરાયેલ SOPનું પાલન કરીને તેમના પરિસરમાં અભ્યાસ શરૂ કરી શકે છે." આ સાથે જ આંગણવાડી સાથે જોડાયેલા અધિકારીઓ અને પ્રિ-સ્કૂલના માલિકોએ અભ્યાસ ફરી શરૂ કરવા માટે જરૂરી વ્યવસ્થા કરવાની જરૂર છે.

આ પણ વાંચો: Scholarship Disability Students: રાજ્યમાં 40 ટકાથી ઓછા દિવ્યાંગ બાળકોને આપવામાં આવશે સ્કોલરશીપ

બાળકોએ પ્રિ-સ્કૂલ પૂર્ણ કરી નથી તેઓ પ્રથમ ધોરણમાં લઈ શકશે પ્રવેશ

રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ વધુ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં પ્રિ-સ્કૂલ બંધ થવાને કારણે બાળકોના શિક્ષણને ઘણું નુકસાન થયું છે, આથી સરકાર એક એક્શન પ્લાન તૈયાર કરી રહી છે, જેમાં જે બાળકોએ પ્રિ-સ્કૂલ પૂર્ણ કરી નથી તેઓ પણ શાળામાં પ્રથમ ધોરણમાં પ્રવેશ લઈ શકે છે.

Last Updated : Feb 17, 2022, 12:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.