ETV Bharat / bharat

ભારતમાંથી નક્કી થશે સોનાના ભાવ, વધારા ઘટાડા પાછળ આ મુદ્દા જવાબદાર - Gold Price in india

ગુજરાતના ગાંધીનગરમાં વડાપ્રધાન મોદી દેશના પ્રથમ (Bullion Bank) બુલયન એક્સચેન્જનું લોકાર્પણ કરવાના છે. જેને લઈને તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. જોકે, મોટી અને ખાસ વાત એ છે કે, હવે ભારતમાંથી પણ સોનાના (Gold Price in india) ભાવ નક્કી કરી શકાશે. જોકે, આ માટેના કેટલાક અસરકર્તા પાસાઓને પણ ધ્યાને લેવાશે. સામાન્ય રીતે સોનાના ભાવમાં દેશની આર્થિક સ્થિતિ અને રાજકીય વલણ તેમજ આંતરરાષ્ટ્રીય સ્થિતિને ધ્યાને લેવાય છે.

ભારતમાંથી નક્કી થશે સોનાના ભાવ, વધારા ઘટાડા પાછળ આ મુદ્દા જવાબદાર

author img

By

Published : Jul 26, 2022, 8:13 PM IST

મુંબઈ: ગાંધીનગર ખાતે શરૂ થનારૂ આ એક્સચેન્જ ભારતમાં (Bullion Bank) સોનાની આયાત માટે મુખ્યપ્રવેશ દ્વાર તરીકે ગણવામાં આવશે. એવું માનવામાં આવે છે કે હવે દેશમાં જે પણ સોનું આયાત કરવામાં આવશે, તે આ એક્સચેન્જ હેઠળ આવશે. ભારતમાં સોનાનો (Gold Price in india) વપરાશ સૌથી વધુ છે. તેથી, આ એક્સચેન્જને એક મહત્વપૂર્ણ પગલું ગણાવવામાં આવી રહ્યું છે. અહીં નક્કી કરાયેલી કિંમતો સોનાની કિંમત નક્કી કરશે, જે આંતરરાષ્ટ્રીય (International Standard for Gold) ધોરણોને અનુરૂપ હશે.

આ પણ વાંચો: વ્યક્તિગત અકસ્માત વીમા પૉલિસીના ફાયદા શું છે? જાણો...

સોનાનું મુલ્યાંકન: એવું કહેવામાં આવી રહ્યું છે કે આ એક્સચેન્જ પછી સોનાની સાચી કિંમતો નક્કી કરવામાં આવશે. અત્યારે સોનાની વિવિધ રીતે આયાત કરવામાં આવે છે. ભારત સોનાનો સૌથી મોટો આયાતકાર છે. તેનાથી સોનાના વેપારનો મોટો ભાગ દુબઈથી ભારતમાં શિફ્ટ થવાની આશા વ્યક્ત કરાય છે. આવા એક્સચેન્જ લંડન, શાંઘાઈ અને તુર્કીમાં પણ છે. આ એક્સચેન્જ સોનાની દુનિયામાં શું ચાલી રહ્યું છે તેના પર પણ નજર રાખશે. આ ઉપરાંત ભારતમાંથી પણ સોનાની કિંમત નક્કી કરી શકાશે.

સેબીની જવાબદારી વધશે: ગોલ્ડ એક્સચેન્જના આગમન પછી, સોનાનો વેપાર સ્ટોકની જેમ શરૂ થશે. પહેલા આમાં કેટલાક કામ આઉટસોર્સ કરવામાં આવતા હતા, પરંતુ હવે નક્કી કરવામાં આવ્યું છે કે બધું સેબીની દેખરેખમાં થશે. જેમાં સોનાની રસીદ ઈલેક્ટ્રોનિક હશે, જેના દ્વારા ગોલ્ડ એક્સચેન્જ પર ટ્રેડિંગ થશે. એવું માનવામાં આવે છે કે ગોલ્ડ એક્સચેન્જના અસ્તિત્વ સાથે, કિંમત અને ગુણવત્તા અંગે પારદર્શિતા વધશે. એક રિપોર્ટ અનુસાર, ટ્રેડિંગ કંપની પહેલા એક્સચેન્જમાં વોલ્ટમાં સોનું જમા કરાવશે.

આ પણ વાંચો: આવકવેરા રિટર્ન ફાઇલ કયારે કરી શકાય, જાણો તે વિશે...

જથ્થાબંધ સોનું મળશે: વૉલ્ટ મેનેજર સોનાના બદલે ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટ (EGR) જારી કરશે. EGR એક્સચેન્જમાં લિસ્ટેડ થઈ શકશે એટલે કે EGR ખૂબ જ મહત્વપૂર્ણ હશે અને તેના દ્વારા તમે ટ્રેન્ડ કરી શકશો. લિસ્ટિંગ પછી, EGR શેરની જેમ ટ્રેડ થશે. EGR ના ક્લીયરિંગ અને સેટલમેન્ટનું કામ શેર્સની જેમ કરવામાં આવશે. લોટ 5 ગ્રામથી લઈને 1 કિલો સુધી મળશે, જેમાં ટ્રેડિંગ કરી શકાશે.

કેવી રીતે નક્કી થાય છે સોનાના ભાવ: પેટ્રોલ અને ડીઝલના ભાવની જેમ સોનાની કિંમત પણ દરરોજ બદલાય છે. જ્યારે બજાર ખુલે છે ત્યારે સોનું મોંઘું થાય છે કે સસ્તું? આના જવાબમાં નિષ્ણાતો કહે છે કે સોનાની કિંમત ઘણી બાબતો પર નિર્ભર કરે છે. તેમાંથી આર્થિક અને રાજકીય કારણો સૌથી મહત્વપૂર્ણ છે. આ સ્થાનિક અને વૈશ્વિક બંને હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, જો આપણા દેશની સરકારે સોનાની આયાત સંબંધિત કોઈ નવો નિયમ લાગુ કર્યો છે, તો તેની અસર સોનાના ભાવ પર પડશે.

આ પણ વાંચો: વ્યાજદર વધતા લોન લેવામાં આટલું ધ્યાન રાખજો, EMI બોજ નહીં લાગે

આયાત નિકાસ: તેવી જ રીતે સોનાની નિકાસ કરતા દેશમાં એક વર્ષમાં ઉત્પાદન ઘટશે તો તેની અસર સ્થાનિક બજારમાં સોનાના ભાવ પર પણ પડશે. તેવી જ રીતે દેશમાં કે વિદેશમાં પણ આવી અનેક ઘટનાઓ બને છે, જેની અસર સોનાના ભાવ પર પડે છે. બજારમાં તમે જ્વેલર્સ પાસેથી જે ભાવે સોનું ખરીદો છો તે હાજર ભાવ છે. મોટા ભાગના શહેરોના બુલિયન એસોસિએશનના સભ્યો સાથે મળીને બજાર ખુલતી વખતે કિંમત નક્કી કરે છે. MCX ફ્યુચર્સ માર્કેટમાં આવતી કિંમતોમાં VAT, લેવી અને કિંમત ઉમેરીને કિંમતો જાહેર કરવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.